________________
શા સુવાસ અમે પડાવ નાંખીને સૂતા હતા ત્યાં એ સુભટો આવ્યા ને મને કહેવા લાગ્યા કે હે મદનમાલતી ! તું હવે જિનસેનની આશા છેડી દે. એ તે કયાંનો કયાંય ચાલ્યા ગયે છે. હવે તું રામસેનની રાણી બની જા તે મહાન સુખી થઈશ. આ રત્નાવતી મહારાણીનો હુકમ છે. આ હુકમ માનીને તું અમારી સાથે રામસેનના મહેલે ચાલ. જે આ હુકમ નહિ માને તે તેને અમે અહીં જ મારી નાંખીશું. બેલ, તારી શું ઈચ્છા છે? ત્યારે મેં એ દુષ્ટ સુભટને નિર્ભયપણે કહી દીધું કે હે દુષ્ટો ! તમને આ શબ્દો બોલતાં શરમ નથી આવતી? સાંભળે.
જિનસેન હૈ નાથ હમારા, વહી હૈ માણસે પ્યારા,
ઔર ન વાંછુ સ્વપ્ન બીચમેં, રામસેન દેવર હમારા. મારા પતિ તે જિનસેનકુમાર છે ને રામસેન તે મારે દિયરે છે. હું જિનસેનકુમાર સિવાય બીજા કોઈ પુરૂષને સ્વપ્નમાં પણ ઈચ્છતી નથી. તમારે મારે પ્રાણ જોઈએ તે આપવા તૈયાર છું પણ હું રામસેનની રાણી બનીને તમારી સાથે નહિ આવું. સતી સ્ત્રીને પતિ એક જ હય, માટે આપ બધા અહીંથી ચાલ્યા જાઓ. સુભટેએ કહ્યું હે મદનમાલતી! અમે તે તારા હિત માટે કહીએ છીએ, ત્યારે હું એમના પર ખૂબ ગુસ્સે થઈ અને કહ્યું કે હે નરાધમે ! હું તમને કેટલી વાર કહું? કઈ હિસાબે તમે મને લઈ જઈ શકશે નહિ. એ સમયે નિર્દય સુભટએ મને ઉંચકીને દરિયામાં ફેંકી દીધી. મારી સાથે આવેલા માણસે ઓછા હતા ને આ તે ઘણાં હતાં એટલે એમનું શું બળ ચાલે? હવે મદનમાલતીનું દરિયામાં શું થશે તેના વધુ ભાવ અવસરે.
વ્યાખ્યાન નં. ૯૧ આસો વદ ૧૧ ને શુક્રવાર
તા. ૨૭-૧૦-૭૮ સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓ ને બહેને! અનંત ઉપકારી, ગેલેકય પ્રકાશક, વિશ્વની વિરલ વિભૂતિ તીર્થંકર પ્રભુ ફરમાવે છે કે હે ભવ્ય ! અનાદિકાળથી આ સંસારચક્રમાં પરિભ્રમણ કરી રહ્યા છે. એને અંત લાવવા માટે આ ઉત્તમ જિનશાસન તમને મળ્યું છે. જૈનકુળમાં જન્મ લેનાર આત્માઓ મહાન પુણ્યશાળી છે કારણ કે એને જન્મતાની સાથે જ દેવ તરીકે વીતરાગ પરમાત્મા, ગુરૂ તરીકે પંચમહાવ્રતધારી નિગ્રંથ મહાત્માઓ અને ધર્મ તરીકે સર્વજ્ઞ પ્રરૂપિત ધર્મની પ્રાપ્તિ થાય છે. આ તત્વત્રયીની પ્રાપ્તિ પ્રબળ પુણ્યદય વિના થઈ શકતી નથી. જે આત્મા તત્તવત્રયીની ઉપાસનામાં તત્પર બને છે તેનું જીવન સફળ બને છે, કારણ કે માનવજીવન પામ્યાને જે કઈ ધ્યેય હોય તે તે મેક્ષપ્રાપ્તિ છે અને આ તત્વત્રયીની ઉપાસના વિના એક્ષપ્રાપ્તિ થઈ શક્તી નથી,