SearchBrowseAboutContactDonate
Page Preview
Page 903
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૩૮ શારદા સુવાસ એળાયેલા લાંબા કેશનું પિતાના હાથે લુંચન કર્યું. રાજેમતી રૂપ અને ગુણથી સંપન્ન હતી. એનું સૌંદર્ય અપ્રતિમ હતું. એના વાળ ઘણાં લાંબા અને મુલાયમ હતા. સ્ત્રીઓની શોભા એના વાળથી છે. અસલના જમાનામાં જે સ્ત્રીને વાળ લાંબા હોય તે ભાગ્યશાળી ગણતી હતી. આજે તે ઉલ્ટી ગંગા વહી રહી છે. સ્ત્રીઓ લાંબા વાળ કપાવીને ટૂંક કરાવે છે ને પુરૂષ વાળ વધારે છે. જમાને હદ વટાવી ગયું છે. યુવાન છોકરાઓ અને છોકરીઓને વેશ સરખા થઈ ગયા છે. રાજેમતીએ આવા કેમળ અને લાંબા કેશને પિતાની જાતે જ લેચ કર્યો. એક વખત એક વાળ ખેંચાય તે ચીસ નીકળી જાય એવી કેમળ રાજમતી આત્મા જાગૃત બનતા એ કષ્ટ ગૌણ બની ગયું. નેમકુમાર સાથે લગ્ન કરીને વરમાળા પહેરવાની હતી તેના બદલે મેક્ષની વરમાળા પહેરીને સંયમના સ્વાંગ સજ્યા. રાજેમતી દીક્ષા લે છે એ વાત સાંભળીને કૃષ્ણવાસુદેવ, સમુદ્રવિજય રાજા વિગેરેને ખૂબ આનંદ થયે. એમના દિલમાં થયું કે રાજેમતી ખરેખર આપની સાચી પુત્રવધૂ છે. એણે સાચું સગપણ રાખ્યું છે, એટલે બધા રાજેમતીના દીક્ષા મહોત્સવમાં ભાગ લેવા માટે દોડતા આવ્યા હતા. રાજેમતીએ દીક્ષા લીધા પછી તેઓ શું કહે છે. वासुदेवो य णं भणइ, लुत्तसं जिइन्दियं । संसार सागर घोरं, तर कन्ने लहुं लहुंः॥३१ પિતાના જ હાથથી પિતાના કેશનું લુંચન કરનાર તથા પિતાની ઇન્દ્રિયોને જેણે વશમાં લીધેલી છે એવી સાળી બનેલી રાજેતીને કૃષ્ણવાસુદેવ તથા સમુદ્રવિજ્ય રાજાએ આશીર્વાદ આપતા કહ્યું કે હે પુત્રી ! આ સંગ-વિયેગ, જન્મ-મરણ આદિ અનેક દુખેથી ભરેલા ભયંકર ચતુર્ગતિ રૂપ સંસાર સાગરને જલદી જલ્દીથી તરી જા. જે ઉદ્દેશથી તમે દીક્ષા અંગીકાર કરી છે તે ઉદ્દેશ જલદી જલદીથી પૂર્ણ કરે, અર્થાત્ મુક્તિને પ્રાપ્ત કરે. કેટલા સુંદર આશીર્વાદ આપ્યા! સંસારમાં સુખી થવાના આશીર્વાદ તે ઘણાં આપે છે પણ એ આશીર્વાદ તે જીવને સંસારમાં રખડાવે છે. જલદીથી મેક્ષલક્ષમીને પ્રાપ્ત કરવાના આશીર્વાદ એ જ સાચા આશીર્વાદ છે. તમે પણ તમારા સંતાનને આવા આશીર્વાદ આપજે. અહીં લહું–કહું શબ્દને બે વખત પ્રેમ કર્યો છે એનું કારણ ગાથામાં તે માત્ર કૃષ્ણવાસુદેવનું જ નામ છે પણ સમુદ્રવિજય રાજા વિગેરેએ પણ રામતીને આશીર્વાદ આપ્યા છે. તે વાત પ્રગટ કરવા માટે અને જલ્દીથી જલ્દી રાજેમતી એક્ષને પ્રાપ્ત કરે એ માટે બે વખત પ્રગ કરવામાં આવ્યું છે. રાજેમતીએ નેમનાથ પ્રભુના બતાવેલા પરમ પાવનકારી પ્રવજ્યના પુનીત પંથે પ્રયાણ કરીને પતિ પ્રત્યેને સારો પ્રેમ પ્રદર્શિત કર્યો છે. આઠ આઠ ભવની પ્રીતિ નવમા ભાવમાં પણ એણે સંયમ લઈને ટકાવી રાખી. આવા શુદ્ધ અને નિર્દોષ પ્રેમને જે જગતમાં
SR No.023364
Book TitleSharda Suvas
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSudharma Gyanmandir
Publication Year
Total Pages1040
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy