SearchBrowseAboutContactDonate
Page Preview
Page 879
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૪ શારદા સુવાસ એના હાથ પકડીને કહે છે નાથ ! હુ તમને એકલા નહિ જવા દઉં. હું પણ મડારાજાને બદલે માથું આપવા આવું છું. જિનસેને કહ્યું હું ચંપકમાલા ! એક જ વ્યકિતનું મસ્તક જોઈએ છે. એની જરૂર નથી. પછી તારે આવવાની શી જરૂર? તું આ બે બાલુડાને સાચવજે. તારા વિના કુમળા ફૂલ જેવા બાલુડાને કેણુ સાચવશે? પણ ચંપકમાલા માનતી નથી. એ પતિની સાથે જવા તૈયાર થઈ. આ બંનેના અવાજમાં દાનસેન અને શીલસેન એ બાલુડા પણ જાગી ગયા અને માતા પિતાની વાત સાંભળીને પાંચ વર્ષના બાલુડા કહે છે હું ખાઆપુજી!તમે અહી શાંતિથી રહેા. અમને નૈને ત્યાં જવાદો, મહાભજાને બદલે અમે અમારા ભાગ આપીશું. તમે જીવતા હશે। તે મહારાજાને સહાયક બનશે. અમે શું કરી શકવાના છીએ ! માટે અમને જવા દો, મહારાજા પણુ સાથે આવ્યા છે. એ મહાર ગુપ્ત રીતે ઉમા છે. એમને જિનસેન, ચંપકમાલા અને મને પુત્રોની વાત સાંભળીને મનમાં ખૂબ આશ્ચય' થયુ` કે અહા ! કેવા પરીપકારી માણસા છે! પ્રધાન તે છે પણ એની પત્ની પણ એવી જ છે ને એના બાલુડા પણ એવા જ છે. મારા માટે આ જીવા કેટલુ* કરવા તૈયાર છે! એમના માટે હું જેટલુ કરુ' તેટલું આછું છે. રાજા આવા વિચાર કરે છે. આ ચાર જણામાં બાળકા કહે અમે જઈએ, જિનસેન કહે હું જાઉં ને ચંપકમાલા કહે હું સાથે આવું. હવે કાણુ માતાને બલીદાન આપવા માટે જશે ને શું ખનશે તે અવસરે. વ્યાખ્યાન ન ૫૫ આસા વદ ૭ ને સામવાર તા. ૨૩-૧૦–૭૮ .. સુજ્ઞ ખંધુઆ, સુશીલ માતા ને બહેને ! પરમ તારક, વિશ્વવત્સલ, અનંતજ્ઞાની અને અનંતદશી ભગવ ંતાએ પેાતાના જીવનમાંથી પહેલા અનાદિના રાગની આગને એલીને વીતરાગદશા પ્રાપ્ત કરેલ છે, તથા પરમ સાધના દ્વારા પુરૂષાર્થ કરીને કેવળજ્ઞાન અને કેવળદ નની ઝળહળતી જાતિ જીવનમાં પ્રગટાવી છે અને પરમ સાધ્યની સિદ્ધિ કરી છે એવા તીથ કર ભગવંતાએ જગતના જીવાના ઉદ્ધાર માટે મહાન કરૂણા કરીને સિદ્ધાંત રૂપ વાણીનું પ્રકાશન કર્યુ છે. સિદ્ધાંત એટલે આત્માના અખૂટ અને અલૌકિક ભંડારને ખાલવા માટેની સુવણ ચાવી છે, અને આત્માના અલૌકિક સુખાને પ્રાપ્ત કરવા માટે ભાવભીનું આમંત્રણ આપવા માટેની કુમકુમ પત્રિકા સમાન ભગવાનના સિદ્ધાંતા રહેલા છે. વીતરાગ પ્રભુના વચનામૃતા ઉપર જીવ જો શ્રદ્ધા કરે તે અનાદિકાળથી આત્મા ઉપર રહેલા અજ્ઞાનના અધકાર દૂર થયા વિના ન રહે. અજ્ઞાનને કારણે આત્મા અનંતકાળથી સ'સાર અટવીમાં ભમ્યા કરે છે. ભગવાન કહે છે અજ્ઞાન એ દુઃખનુ' મૂળ છે. આ સંસારમાં જ્ઞાન જેવું કે ઈ સુખ નથી ને અજ્ઞાન જેવુ' કઇ દુઃખ નથી. જ્ઞાન જેવા કોઇ પ્રકાશ
SR No.023364
Book TitleSharda Suvas
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSudharma Gyanmandir
Publication Year
Total Pages1040
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy