SearchBrowseAboutContactDonate
Page Preview
Page 873
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૦૮ શારદા સુવાસ ને આપણે સંસારમાં રહી ગયા. કૃષ્ણજી કહે છે અહે મારી લાડકવાયા વીરા ! મેં તે તને સંસારનાં રંગરાગમાં રગદોળવા માટે કેટલા કેટલા ઉપાયો કર્યા, વસંત્સવ ઉજવવા હાઈ ગયા, તારી કેટલી મજાક ઉડાવી છતાં તું તે જળમાં કમળ અલિપ્ત રહે તેમ અલિપ્ત રહ્યો. તેને સંસારને રંગ ન ચઢયે ત્યારે તારી ભાભીઓએ માન્યા-માન્યા નેમ માન્યા એમ માનીને પરાણે પરણવાનું ચેકડું બેસાડી દીધું અને રાજુમતી સાથે વિવાહ નક્કી કર્યા ને મટી જાન જોડીને પરણાવવા ગયા. તે પણ કેડભરી રાજેમતીને છેડીને તું તે તેરણકારથી પાછા ફર્યો. તારા માટે તલસતી રામતીના સામું પણ તે ન જોયું ને આજે સંયમપંથે ચાલી નીકળે. તું તે તરવા તૈયાર થયે ને સાથે હજાર હજાર આત્માઓને પણ સાથે લીધા. ધન્ય છે તારા વૈરાગ્યને ! અને ધન્ય છે તારા જીવનને ! તેં તે અમારા યાદવકુળને આજે ઉજજવળ બનાવ્યું. મારા કરતાં પણ અનંત ગણું અધિક બળને ઉપયોગ તે સંયમની સાધનામાં કર્યો અને અનેક જીની બ્રાન્તિ ટાળી કાન્તિની કેડીએ કદમ ઉઠાવ્યા, અમને આ અવસર ક્યારે પ્રાપ્ત થશે? આ પ્રમાણે વિચાર કરતાં ત્રિખંડ અધિપતિ કૃષ્ણવાસુદેવ શું બોલે છે ? वासुदेवो य ण भणई, लुत्तं केसं जिइन्दिय। इच्छिय मणोरह तुरिय, पावसु तदभीसरा ।। २५ ॥ લંચિત કેશવાળા અને જિતેન્દ્રિય એવા અરિષ્ટનેમ ભગવાનને કૃષ્ણ વાસુદેવે કહ્યું કે જિતેન્દ્રિય! હે દમીશ્વર! મેક્ષ પામવા રૂપ તમે તમારા ઈચ્છિત મને રથને જલદી પ્રાપ્ત કરે. અહીં કૃષ્ણવાસુદેવે આ પ્રમાણે કહ્યું એમ કહેવામાં આવ્યું છે. સૂત્રમાં એક મુખ્ય વ્યક્તિનું નામ લેવામાં આવે છે, પણ સમુદ્રવિજય રાજા આદિ દશ દશાર્હ ભાઈએ, શીવાદેવી વિગેરેએ નેમનાથ પ્રભુને આ પ્રમાણે કહીને આશીર્વાદ આપ્યા. તમારે ઘેર દીકરાની વહુ પરણીને આવે અગર તમારી દીકરી પરણીને સાસરે જાય ત્યારે અંતરના આશીર્વાદ આપે છે ને કે તમે સંસારમાં સર્વ પ્રકારે સુખી થાઓ. સંસારી અને તે સંસારમાં સુખી થવાના જ આશીર્વાદ આપે ને? જયારે આ તે સંસારને ત્યાગ કરીને સંયમના પંથે સીધાવ્યા છે. એમને શેની ઈચ્છા હોય ? સંયમીને તે જલ્દી જલદી મેક્ષમાં જવાની જ ઈચ્છા હોય છે, એટલે કેમકુમારના માતા-પિતા, ભાઈ વિગેરે કહે છે વીરા ! તમારી સંયમ સાધના સફળ બને અને તમારી ઈચ્છા શીવરમણીને વરવાની છે તે જલ્દી પૂર્ણ કરે. એ માતા-પિતા પણ કેવા ને એ સંતાને પણ કેવા! સંતાનને વૈરાગ્ય આવે ત્યારે પરીક્ષા પણ ખૂબ કરે, પ્રભને પણ ખૂબ આપે પણ પછી પિતાના સંતાનને વૈરાગ્યમાં દઢ છે એમ જાણે છે ત્યારે એવા અંતરના આશીર્વાદ આપે છે કે દીકરા ! તે આ ભવમાં માતાને રેવડાવી છે પણ હવે બીજી માતાઓને રેવડાવવી ન પડે એવું નિર્મળ ચારિત્ર
SR No.023364
Book TitleSharda Suvas
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSudharma Gyanmandir
Publication Year
Total Pages1040
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy