SearchBrowseAboutContactDonate
Page Preview
Page 86
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા સુવાસ આજ્ઞાનું પાલન કરવું, તેમની પ્રકૃત્તિને અનુકૂળ કામ કરવું ઈત્યાદિ સમસ્ત સદ્ગુણેથી યુક્ત હતું. જયારે ગુરૂદેવ પધારે ત્યારે પિતાના આસનેથી ઉભો થઈ જતે અને વિનયપૂર્વક ગુરૂને બેસવા માટે આસન આપતે. ગુરૂ જયારે ત્યાંથી ઉડીને જતા ત્યારે આસન લઈને તેમની પાછળ જ છે ને જમાં ગુરૂદેવને બેસવાની ઈચ્છા હોય ત્યાં આસન બિછાવી દેતે ગુરૂ દેવ! મને કંઇ આજ્ઞા ફરમાવે. સેવાભકિતને લાભ આપો એમ વારંવાર વિનંતી કરતો. બસ, ગુરૂદેવને ચરણે જીવન અર્પણ કર્યું એટલે એમની આજ્ઞા એ જ મારો શ્વાસ ને એ જ મારે પ્રાણ છે. એમની આજ્ઞાના પાલન માટે મારું જીવન કુરબાન કરવું પડે તે પણ કરવા તૈયાર છું. ગુરૂદેવ જે કંઈ આજ્ઞા ફરમાવે છે. તે “નમ રામોનિ ” એકાંત હિતને માટે જ છે. મારા ગુરૂદેવ મારું અહિત થાય તેવું કદી કરે નહિ. એવી એને ગુરૂમાં શ્રદ્ધા હતી. આવી દઢ શ્રધ્ધાથી ગુરૂની સેવાભક્તિ કર્યા કરતે. “માતા પિતા કરતા ગુરૂને વિશેષ મહાન માનતે શિષ્ય:- બંધુઓ ! આ વિનયવંત શિષ્ય સમજતું હતું કે મારા ગુરૂદેવ તે મારા માતા પિતાથી પણ અધિક ઉપકારી છે, કારણકે જન્મદાતા તે મને પ્રત્યેક ભવમાં મળ્યા છે પણ મુકિતદાતા ગુરૂ તે મહાન સદ્ભાગ્ય હોય તે જ મળે છે. નિર્ધન કમભાગીને ધન મળવું મુશ્કેલ છે તેવી રીતે આત્માને સદ્દગુરૂનો સમાગમ મહાન દુર્લભ છે. બેધિબીજ અને આત્મજ્ઞાનની પ્રાતિ ગુરૂ પાસેથી થાય છે. સિદધ અંજન આંખમાં આંજવાથી દ્રષ્ટિ ખુલી જાય છે તેવી રીતે ગુરૂની કૃપાથી અજ્ઞાનને અંધકાર નષ્ટ થઈને આત્મજ્ઞાનને પ્રકાશ પ્રાપ્ત થાય છે. ગુરૂની સેવા કર્યા વિના રત્નત્રયીની પ્રાપિત થવી મહાન દુર્લભ છે. મારા ગુરૂદેવ! આપને ધન્ય છે ! હું કયા શબ્દોમાં આપની સ્તુતિ કરું? વિનયવંત શિષ્ય ગુરૂની સ્તુતિ કરતાં શું બોલે છે? વિનીત શિષ્યના ભાવભર્યા ઉદગાર? :- હે ગુરુદેવ! આપ મેઘની માફક મારા ચિત્તરૂપી ચાતકને કરૂણારસ વરસાવીને પ્રમુદિત કરનાર છે. શમ, દમ આદિ ગુણ રૂપી બગીચાને નવપલ્લવિત કરનાર છે. હે કરૂણાનીધિ ! જ્યાં સુધી આપની કરૂણભરી દ્રષ્ટિ જીવ ઉપર પડતી નથી ત્યાં સુધી તેને સમ્પફત્વને લાભ થતો નથી, અને સમ્પફત્વ વિના જીવ તત્તાતત્ત્વના વિવેક રૂપી અમૃતથી ભરેલી ભાવનાને પોતાનામાં ભરી શક્તો નથી, અમૃત ભાવના વિના વિશુદ્ધ ધ્યાન કદી જાગૃત થતું નથી. વિશુધ ધ્યાનની જાગૃતિ વિના જીવને ક્ષેપક શ્રેણીની પ્રાપ્તિ થતી નથી. ક્ષેપક શ્રેણી વિના શુકલધ્યાનનો બીજો પા પ્રાપ્ત થતું નથી. શુકલધ્યાનના બીજા પાયાની પ્રાપ્તિ વિના કેવળજ્ઞાનની પ્રાપ્તિ થતી નથી, અને કેવળજ્ઞાનની પ્રાપ્તિ વિના શૈલેશી અવસ્થા પ્રાપ્ત થતી નથી. શૈલેશી અવસ્થાની પ્રાપ્તિ વિના સકલ કર્મોને ક્ષય થતો નથી. સકલ કર્મોને ક્ષય વિના મુક્તિની પ્રાપ્તિ થતી નથી અને મુક્તિની પ્રાપિત વિના અમર પદ મળી શકતું નથી.
SR No.023364
Book TitleSharda Suvas
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSudharma Gyanmandir
Publication Year
Total Pages1040
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy