________________
શારદા સુવાસ
૭૮૭ શે અપરાધ કર્યો છે કે તમે એને અપનાવતા નથી? આ પણ તમને તે ખૂબ પ્રિય છે ને? આ પદાર્થ બીજા કેઈ દ્વારા ત્યજાયેલે નથી પણ જેનામાં તમે મુગ્ધ છે તેના દ્વારા ત્યજાયેલે છે, છતાં તે પીવામાં તમે તમારું અપમાન સમજે છે અને મારી સાથે વિવાહ કરવામાં તમારું અપમાન સમજતા નથી તેનું કારણ શું? જેવી રીતે હું તમારા મોટાભાઈધી ત્યજાયેલી હોવા છતાં મારા રૂપ, લાવણ્યમાં કઈ ખરાબી નથી આવી તેવી રીતે આ પદાર્થ મારાથી ત્યજાયેલે છતાં એના રૂપ, રંગમાં કઈ ખરાબી નથી આવી છતાં તે પીનારને તમે કાગડા અને કુતરા સમાન માને છે તે મને અપનાવવામાં કેમ વિચાર નથી થતું? રથનેમિ ! તમે કંઈક તે વિચાર કરો. તમારું કુળ કોણ? તમારા માતા-પિતા કેવું? આવા ઉજજવળ યાદવકુળને તમે કલંક લગાડવા ઉઠયા છે? એક ભાઈ ઉન્નતિના શિખર આરૂઢ થયા. તેઓ મને ત્યજીને ચાલ્યા ગયા ત્યારે તમે અવનતિના પંથે જવા ઈચ્છે છે?
બંધુઓ ! માણસ ગમે તે હોય, તે એક વખત ભાન ભૂ પણ એને જે કઈ સુધારનાર મળે તે સુધરી જાય છે. જાતિવંત માણસ કદાચ ભૂલ કરતા કરી બેસે છે પણ પછી એને લજજા આવી જાય છે. અહીં રથનેમિએ પિતાના ભાઈ દ્વારા ત્યજાયેલી રાજેમતીને પરણવાની ઈચ્છા કરી અને અહીં સુધી આવ્યા, પણ રાજેમતીની યુક્તિપૂર્વકની વાત સાંભળીને એને લજ્જા આવી ગઈ અને લજજાના ભારથી તેનું મસ્તક નીયું નમી ગયું. રામર્તા રથનેમિને લજિજત દેખીને વિચાર કરવા લાગી કે રથનેમિ આખરે તે મુદ્દીન પુરૂષ, એટલે તેને પોતાના દુષ્કૃત્ય પ્રત્યે લજજા આવે છે. માણસ પતનના પંથે જાય પણ જે સામું પાત્ર સારું ને પવિત્ર હોય તે પતનના પંથે ગયેલાનું પણ ઉત્થાન કરાવે છે. આ તે રાજેમતી અને રથનેમિની વાત છે. બીજા ઐતિહાસિક દાખલા પણ ઘણાં છે.
ઘણાં વખત પહેલાની બનેલી વાત છે. એક ગામમાં રાજાને જાદવજીભાઈ નામે કોઠારી હતે. કોઠારી એટલે સમજે છે ને ? રાજ્યના કેઠાને વહીવટ બધે સંભાળે છે. વર્ષે રાજ્યમાં કેટલું અનાજ જોઈએ, કેટલું છે ને કેટલું નવું લાવવું એ બધું કાર્ય જાદવજીભાઈ સંભાળતા. જાદવજીભાઈ ખૂબ સજજન માણસ હતા. રેજ ધર્મારાધના કરે, યથાશક્તિ દાન કરે, દુઃખીની સેવા કરે ને ગુરૂની ભક્તિ કરે. કોઈનું ખરાબ થતું હોય તે અટકાવી તેને સાચી ને સારી સલાહ આપતા, તેથી ગામમાં એમના ગુણ ખૂબ ગવાતા હતા. ખુદ મહારાજા પણ તેમની ખૂબ પ્રશંસા કરતા હતા. તમે જાણે છે ને કે સજજન પુરૂષ હોય ત્યાં દુર્જન તે હોય જ, તેમ આ ગામમાં ઈર્ષાળુ માણસે જાદવજીભાઈ ઉપર ખૂબ ઈર્ષ્યા કરતા હતા. એક દિવસ જાદવજીભાઈ કોઈ કામ પ્રસંગે બહાર ગયા હતા. તે વખતે બધા ઈર્ષાળુઓ ભેગા થઈને રાજા પાસે આવ્યા અને મીઠી મીઠી વાત કરવા લાગ્યા. વાતમાં વાત એવી રીતે ગોઠવીને રાજાને કહે છે સાહેબ ! આપના અંતેઉરમાં ઘણી રાણી છે. એક એકથી ચઢીયાતી છે પણ જાદવજીભાઈની પત્નીના રૂપ આગળ તમારી રાણીએ