________________
eag
શારદા સુવાસ
કુમારને દુઃખભરી કહાની કહેતા રાજા” :– કુમારના શબ્દો સાંભળીને મહારાજા ખુશ થયા ને તેને પ્રેમથી ભેટી પડયા, અને કહ્યું–દીકરા ! તને શું વાત કરું ? તને કહેવાય તેમ નથી. મારુ' જીવન ધૂળધાણી બની ગયું છે. મારા જીવનમાં ક ંઈ સાર કે સુખ દેખાતા નથી. જિનસેનકુમાર કહે મહારાજા ! તમે કહા તા ખરા, કહેશે! તે ખબર પડશે પશુ નRsિ કહેા તે મને શી રીતે ખમર પડશે? માટે હવે વિશ્વબ ન કરે. મતે જલ્દી કડા, ત્યારે રાજા કહે છે દીકરા ! તને કહેવાની મારી હિંમત નથી, અને ન કહુ· તે કંઈ ચાલે તેમ નથી. તા સાંભળ. અમારા મહેલમાં મધરાત્રે એક રાક્ષસ આવે છે. તે રાક્ષસ મને પગમાંથી ઉઠાવીને નીચે ફેંકી દે છે અને પછી મારા હાથપગ બાંધીને મારી આંખે મજબૂત પાટા બાંધી દે છે. પછી એ રાક્ષસ રાણી ઉપર બળાત્કાર કરવા જાય છે. એવા દુષ્ટ, પાપી અને કામાંધ રાક્ષસ છે.
66
,,
“ શીલ સાચવવા કષ્ટ વેઠતી મહારાણી :- એ મહારાણીનુ' શીયળ લૂંટવા માટે ખૂબ સતાવે છે, માર મારે છે. મને તે મજબૂત બંધને ખાંધી આંખે પાટા બાંધી તે છે જેથી હું એને સામનેા કરી શકું' નહિ, મને ઘણું એની સામે ઝઝુમવાનું મન થાય. પણ હું ખંધનથી છૂટી શકતા નથી, પણ રાણી એ દુષ્ટ પાપીને કેવા કેવા શબ્દો કહે છે. અને એ કામાંધ વિકરાળ રાક્ષસ રાણીને કેવી રીતે સતાવે છે તે સાભળું છું ત્યારે મારું હૃદય ચીરાઈ જાય છે, પણ હજુ સુધી મહારાણીએ તેની સામે ખૂબ ટક્કર ઝીલી છે. એ પાપી હજુ સુધી રાણીને અડી શકયા નથી, પણ આ ત્રાસ કયાં સુધી સડુન થાય ? ભાઇ! મોટા બળવાન રાજાએ પણ મારુ નામ પડે ત્યાં ધ્રુજી ઉઠે છે, પણ આ નરાધમ, કામાંધ રાક્ષસ મારાથી ડરતા નથી. ક્રાણુ જાણે હવે અમારા દુઃખના અંત કચારે આવશે ! અત્યાર સુધી ઘણાં માણસે આવ્યા મેં ઘણાં ઘણાં ઉપચારો કરાવ્યા પણ કોઈ આ દુઃખ મટાડી શકયું' નથી પણ તારુ તેજસ્વી મુખડું જોઈને મને એમ લાગે છે કે તું જ મારું દુઃખ મટાડીશ. તું આમ દેખાવમાં નાનકડા છે પણ તારી બુદ્ધિ, સાડસ, બળ મને અજોડ દેખાય છે માટે મારુ મન એમ કહે છે કે અમારુ દુઃખ ટળશે.
:
“ જિનસેને કરેલી કપરી પ્રતિજ્ઞા” રાજાની વાત સાંભળીને જિનસેનકુમારે કહ્યુંપિતાજી ! હવે આપ નિશ્ચિત ખની જાઓ. આજથી હું પ્રતિજ્ઞા કરુ છું કે એ રાક્ષસને માર્યા વિના અન્ન ખાઈશ નહિ. રાજા કહે તું એવી પ્રતિજ્ઞા ન કર, પશુ જિનસેનકુમાર કહે-નહિ, હું એને માર્યાં પહેલા ખાઈશ નહિ. અત્યારે તે હું મારે ઘેર જાઉં છું. રાત્રે હું આવી જઈશ. હવે રાજા રાણી પાસે આવીને કહે છે મડારાણી ! આપણા રાજ્યમાં એક શૂરવીર યુવાન પુરૂષ આવ્યા છે અને એણે રાક્ષસને માર્યાં પડેલા જમવું નહિં એવી પ્રતિજ્ઞા કરી છે તેથી મારુ હૃદય કહે છે કે નક્કી હવે આપણા દુઃખના અંત આવશે. આાથી રાણીને પણ ખૂબ આનંદ થયા. ખીજી તરફ જિનસેનકુમાર પોતાને ઘેર આવીને ચંપકમાલાને