SearchBrowseAboutContactDonate
Page Preview
Page 846
Loading...
Download File
Download File
Page Text
________________ શારd સુવાસ ૭૮૧ લીધે ને મનમાં વિચાર કર્યો કે અત્યારે રથનેમિ મારા ઉપર અત્યંત મહાસક્ત છે. જે અત્યારે તેમને મેહની સીડી ઉપરથી ઉતારીને બરાબર ઉપદેશ આપવામાં આવે તે ઘણે જ સારો પ્રભાવ પડશે. આ પ્રમાણે વિચાર કરીને રાજેમત રથનેમિનું લાવેલું પીણું તેની સામે જ ગટક ચટક પીવા લાગી. એ પીને સાથે એક ઔષધિ પણ ખાઈ ગઈ એમાં તરત વમન કરાવવાને ગુણ હતું. રામતીને પિતાના લાવેલા પીણુને પ્રેમથી પીતી જોઈને રહનેમિ મનમાં વિચાર કરવા લાગ્યા કે મારે પ્રસ્તાવ રાજેતએ સ્વીકારી લીધું છે, કારણ કે જે એને પ્રેમ ન હોય અગર મારી સાથે વિવાહ કરવાની મરજી ન હોય તે મારું લાવેલું પીણું તરત પીવે નહિ પણ આપી રહી છે. તે માટે પ્રસ્તાવ સ્વીકારવાનું પ્રમાણે છે. રાજેતી તે મારી સમક્ષ આ પેય પદાર્થ પીને મને એમ બતાવી રહી છે કે જેવી રીતે હું આપના આ પદાર્થને મારા હૃદયમાં સ્થાન આપું છું તેવી રીતે આપને પણ મારા હૃદયમાં સ્થાન આપું છું. આ રીતે રથનેમિ મનમાં અનેક પ્રકારની કલ્પનાઓ કરતા આનંદ પામતા હતા, એમના મનમાં એવું અનુમાન થતું હતું કે હમણાં રાજેમતી મને એમ કહેશે કે મેં આપના પીણાને જે રીતે સ્વીકાર કર્યો છે તેમ આપના પ્રસ્તાવને પણ પ્રેમથી સ્વીકાર કર્યો છે, પણ ક્ષણવારમાં એમની આશાના મિનારા તૂટી ગયા. એમણે જોયું કે રાજેમતીના મુખમાંથી સ્વીકૃતિને શબ્દ નીકળવાને બદલે રથનેમિને લાવેલ પેય પદાર્થ બહાર નીકળી રહ્યો છે, જેવું પીણું પીધું તેવું તરત જ રામતીને મીટ થઈ એટલે રાજેતી તે વમનને રહનેમિના લાવેલા રત્નજડિત શ્વાસમાં લેતી હતી. આ જોઈને રહનેમિના દિલમાં ખેદ થયે કે શું મારા લાવેલા પદાર્થમાં તે એવું કંઈ આવ્યું નહિ હેય ને કે જેથી રાજેમતીને વમન થયું. એક તરફ ખેદ થય ને બીજી તરફ દુઃખ થયું ને કે આવ્યું કે આ રામતી આવી ચતુર છે છતાં એને ભાન નથી કે હું મીટ બહાર જઈને કરું. એના બદલે મારી સામે રત્નજડિત ગ્લાસમાં કરી રહી છે! એને કોઈ જાતનું ભાન છે કે નહિં? આવે કિંમતી ગ્લાસ મીટ કરવા માટે લાવ્યો છું? ખૂબ કૈધ આબે પણ રાજેમતી પ્રત્યે મોહ છે એટલે કોઇને મનમાં શમાવી દીધે. રાજેમતીએ વણનથી ભરેલે ખ્યાલ રહેનેમિ સામે ધરીને કહ્યું રાજકુમાર ! આપ આ પીણું પી લે. પિતાની સન્મુખ વમનને પ્યાલે ભરેલ ધરે જઈને રથનેમિ પાછા હઠી ગયા, અને એમના કોધમાં ડબલ વધારે થયે. એમના હૃદયને સઘળે આનંદ કેપે નષ્ટ કરી નાંખે. આનંદના સ્થાને કે પિતાનું આધિપત્ય જમાવી લીધું. તેમની આંખે લાલઘૂમ બની ગઈ તેમના હોઠ ફફડવા લાગ્યા અને ખૂબ ક્રોધાવેશમાં આવીને રામતીને કહ્યું-શું તમને તમારા રૂ૫ લાવણને આટલે બધે ગર્વ છે? કે કઈ ભદ્રપુરૂષને પિતાને ત્યાં બોલાવીને તેનું આવી રીતે અપમાન કરે છે? શું તમે મને કાગડો કે કૂતરે સમજે
SR No.023364
Book TitleSharda Suvas
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSudharma Gyanmandir
Publication Year
Total Pages1040
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy