SearchBrowseAboutContactDonate
Page Preview
Page 84
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા મુવાસ ઉત્તરાધ્યયન સૂત્રમાં દ્રવ્યાનુયોગ, ગણિતાનુગ, ચરણકરણનુયોગ અને ધર્મકથાનુગ એ ચારે વેગેનું જ્ઞાની ભગવતેએ તેમાં કથન કરેલું છે. તેથી ચારે ય ગોને તેમાં સમાવેશ થાય છે. એ પણ ઉત્તરાધ્યયન સૂત્રની એક વિશિષ્ટતા છે. વૈષ્ણવ ધર્મમાં ગીતા તેમ જૈન ધર્મમાં મુખ્ય તત્વ શું છે ને તેનું સ્વરૂપ શું છે તે બતાવનારું જે કઈ સૂત્ર હોય તે તે ઉત્તરાધ્યયન સૂત્ર છે. તેમાં સુંદર રહસ્ય ભરેલા છે. જૈન ધર્મનું પ્રતિનિધિત્વ કરનાર અને પડઘે પાડનાર સૂત્ર તરીકે આપણે ઉત્તરાધ્યયન સૂત્રને ઉલ્લેખ કરી શકીએ. આ કેઈ છમસ્થની વાણી નથી પણ સર્વજ્ઞ ભગવંતની વાણી છે. ઉત્તરાધ્યયન સૂત્રની રચના કયારે થઈ તે તમે જાણે છે ને? અરિહંત પદમાંથી સિધપદમાં જતાં પહેલાં અંતિમ સમયે આસો વદી અમાસ (દિવાળી)ના દિવસે ભગવાન શ્રી મહાવીરદેવે જગતના છના ઉધ્ધાર માટે છેલ્લી વખતે અખંડિતપણે સોળ પ્રહર સુધી એક ધારી દેશના આપી. ભગવંત મોક્ષમાં જવાના છે એમ જાણીને અઢાર અઢાર દેશના મહારાજાઓ ભગવાનની પાસે આવીને ખાવાપીવાની ઝંઝટ છેડી છઠ્ઠ ઔષધ કરીને દેશના સાંભળવા બેસી ગયા. એ સમજતા હતા કે આપણે માટે આ સેનેરી તક છે. ભગવાનના મુખેથી હવે આપણને આ અમૃતવાણીના ઘૂંટડા પીવા મળવાના નથી. માટે આપણે પ્રમાદ છોડીને લેવાય તેટલે લાભ લઈ લે. સિંહણના દુધ ઝીલવા માટે સુવર્ણનું પાત્ર જોઈએ, તેમ ભગવાનની વાણી રૂપી અમૃત ઝીલવા માટે નિર્મળ હદય રૂપી પાત્ર જોઈએ. જે આત્માએ સૂત્રનું વાંચન, મનન અને ચિંતન શુધ્ધ ભાવથી કરે છે તેનું હિત થયા વિના રહેતું નથી. આ સૂત્રની એકેક ગાથા દરેક જીના હિત માટે છે. બત્રીસ સિધાંતમાં કઈ ધર્મનું ખંડન થાય તેવી વાત કરવામાં આવી નથી. કારણ કે જૈન દર્શન એ અનેકાંત દર્શન છે. તમે જે સૂત્ર સિધ્ધાંતનું વાંચન કરશે તે ખ્યાલ આવશે કે તેમાં કેવા ગહન ભાવે ભરેલા છે. જેમાં ગંગા નદીના નીર તૃષાને શાંત કરે છે, શીતળતા આપે છે તેમ ભગવાનની વાણી રૂપી પાણીનું જે આત્માએ પાન કરે છે તેની ભવભવની તૃષા શાંત થાય છે ને તે પરમપદ મોક્ષને પામી શકે છે. પિતા પુત્રને અંતિમ સમયે કેવી હિત શિખામણ આપે છે? પિતાના પુત્રનું હિત થાય, સુખી થાય, આગળ વધે તેવી હિત શિખામણ આપે છે. એ શિખામણ સંતાને માટે ઘણી ઉપયોગી નીવડે છે, તેમ આપણું પરમ ઉપકારી જગતપિતા મહાવીરસ્વામીએ આપણું હિત માટે અંતિમ સમયે ઉત્તરાધ્યયન સૂત્રના છત્રીસ અધ્યયનરૂપી છત્રીસ હિત શિખામણ આપેલી છે. એ છત્રીસ શિખામણમાંથી એકાદ શિખામણ જે મનુષ્યના અંતરમાં ઉતરી જાય તે કામ થઈ જાય. ઉત્તરાધ્યયન સૂત્રના છત્રીસ અધાયનમાંથી આપણે બાવીસમા અધ્યયનને અધિકાર લે છે, પણ પહેલા તેની પૂર્વભૂમિકા જોઈએ,
SR No.023364
Book TitleSharda Suvas
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSudharma Gyanmandir
Publication Year
Total Pages1040
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy