________________
શારદા થવાય
૭૫૧ પણ બંધનથી મુક્ત કરાવી સ્વતંત્રતા અપાવી, તે પછી હું પોતે સ્વતંત્રતાને ગુમાવીને બંધનમાં કઈ રીતે પડી શકું ? આપ બધાને મારા ઉપર ખૂબ નેહ ને લાગણી છે પણ મારી દષ્ટિમાં તે કુટુંબ પરિવાર બધું બંધનરૂપ છે. મેં તે હમણાં જ જોયું કે બંધનમાં પડેલા પશુપક્ષીઓ કે કાળ કલ્પાંત કરતા હતા. એમને સ્વતંત્રતા મળવાથી આનંદભેર તેમના પિતાના સ્થાને ચાલ્યા ગયા. એમને પણ બંધનમાં રહેવું ગમતું ન હતું તે પછી મને પણ ક્યાંથી ગમે? મને પણ એમ જ થાય છે કે હું પણ બંધનમાંથી મુક્ત બનીને સ્વતંત્ર બનું. સંસારમાં વારંવાર જન્મ-મરણ કરવા માટે મારા આત્માને એવા બંધનમાં નાંખવા ઈચ્છતું નથી. સંસારના બંધનમાં આરંભ સમારંભાદિ અનેક પાપ કરવા પડે છે, માટે મારે આરંભ સમારંભથી બચવું છે, અને જગતને પણ એ જ પાઠ શીખવાડવા છે, માટે હું આપને મારે દઢ નિશ્ચય જણાવી દઉં છું કે હું સંસારના કોઈ પણ બંધનમાં નહિ રહું પણ સંયમ સ્વીકારીને અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય, અને અપરિગ્રહ વિગેરે તેનું પાલન કરીશ અને બીજા લેકેને પણ તે માર્ગે વાળીશ.
બંધુઓ ! આ જગતમાં પ્રત્યેક પ્રાણીઓની સામે બે ચીજ હોય છે એક શ્રેય અને બીજી પ્રેય. જે ચીજ ઈદ્ધિ અને મનને પ્રિય છે, જે તરફ ઈન્દ્રિયો અને મન સ્વાભાવિક રીતે પ્રવૃત્ત બને છે, જે તરફ ઇન્ડિયા અને મનનું આકર્ષણ થાય છે તે પ્રેય છે, અને જેનાથી ઇન્દ્રિયો અને મનની પ્રવૃત્તિનું પોષણ થતું નથી પણ નિરોધ થાય છે તે શ્રેય છે. દરેક છ સામે આ બંને બાબતે હાજર છે. તેમાંથી જેને જે ગમે તે ગ્રહણ કરી શકે છે. જો કે મોટા ભાગે ઇન્દ્રિ અને મનને ઝોક પ્રેય તરફ વળે છે પણ પ્રેયને લેવું તે સંસારમાં જન્મ મરણના ફેરા વધારવા જેવું છે. પ્રેયને અપનાવવાથી આ સંસારમાં વારંવાર જન્મ મરણ કરવા પડે છે. અને અનેક પ્રકારના સંગ વિગના કષ્ટો સહન કરવા પડે છે, તેથી ઉલટું પ્રેયને છેડીને શ્રેયને અપનાવવાથી ઇન્દ્રિય અને મનોવૃત્તિનું પિષણ તે નથી થતું પણ ઇન્દ્રિય અને મનની વૃત્તિના પોષણથી ઉત્પન્ન થનારા દુખેથી બચી જવાય છે, અને અક્ષય સુખ પ્રાપ્ત થાય છે. શ્રેયને અપનાવવાથી આત્મા ધ્રુવ અને સુખપ્રદ સ્થાનને પ્રાપ્ત કરે છે. જયાં પહોંચ્યા પછી જન્મ મરણને ભય રહેતું નથી અને સંગ વિગનું દુઃખ પણ આવતું નથી. હે મટાભાઈ! પ્રેયને ત્યાગ કરીને શ્રેયને અપનાવવાથી આ મહાન લાભ થાય છે, છતાં લોકે મિથ્યા મેહમાં પડેલા છે, અને હાનિકર પ્રેયને માટે શ્રેયને ત્યાગ કરે છે, એટલું જ નહિ પણ પ્રેયના અભાવમાં પિતાનું જીવન જ નિરર્થક માને છે. આવું માનનારા લોકેની સામે હું એ આદર્શ બતાવવા ઈચ્છું છું કે શ્રેયને માટે તમે પ્રેયને ત્યાગ કરે, અને પ્રેયને માટે શ્રેયને ન ભૂલે. પ્રેયના મોહમાં પડીને જન્મ મરણના દુખે વધારે નહિ પણ શ્રેયને અપનાવીને શાશ્વત સુખનું ધામ-ક્ષને પ્રાપ્ત કરે,