SearchBrowseAboutContactDonate
Page Preview
Page 79
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા સુવાસ જૈનમુનિના દર્શનથી બાળકમાં જાગેલી શ્રદ્ધાઃ- બંધુઓ ! આ છોકરાએ કદી જૈનમુનિને જોયા નથી. પહેલી જ વાર જૈનમુનિને ભેટ થયા છે, પણ સંતને જોઈને એને અપૂર્વ ઉલ્લાસ અને, અને મા-બાપને ભૂલી ગયો તે પગમાં પડીને કહે છે. અહે ભગવંત! તમે જ મારા મા બાપ છે. આજે મારો ઉદ્ધાર થઈ ગયે. મારા હૈયાની હાટડીમાં સોનાનો સૂર ઉ. “પ્રભુ પાવન કરેને મુજ ઝંપલડી, સૂની પડી હૈયાની હાટલડી.” સંતને જે ને તેને ઉંચામાં હેતને કુવારો છૂટે. ચરણમાં પડીને કહે છે. ભગવાન ! હું તમને નહિ જવા દઉ. સંતે કહ્યું ભાઈ! અમારાથી અહીં ન રહેવાય. મને જવા દે. સ તે તેની ભવ્યતા જોઈને તેને નવકાર મંત્ર શીખવાડ્યો. એટલે એને આનંદ એર વયે. અહો ! કરૂણાનીધી ભગવાને મને મંત્ર આપ્યું. તે હર્ષથી નાચવા ને કુદવા લાગ્યા. સંત કહે છે હવે જાઉં છું છોકરાએ કહ્યું ભગવાન! મને તમારા વિના ગમશે નહિ પણ શેઠની નેકરીના ખીલડે બંધાયેલ છું. એટલે મારે જવું જ પડશે પણ ભગવંત! આપના દર્શન વિના હું નહિ રહી શકુ. આપ અહીથી બે માઈલ દૂર છે. તો મને એ નિયમ આપે કે મારે દરરોજ આપના દર્શન કરીને જમવું, ત્યારે સંતે કહ્યું બેટા ! એ નિયમ ન અપાય. તું આટલે નાનો બાલુડે અને શેઠની નોકરી કરવાની. એટલે આ નિયમ તને પાલવે નહિ. નવકારમંત્રની માળા ગણને પછી જમવું એવો નિયમ આપું, પણ છોકરો કહે છે એ મંત્રને જપીશ પણ આપના દર્શન વિના હું નહિ રહી શકું. આટલું બોલતાં એની આંખમાં આંસુની ધાર થઈ. એટલે તે તેને નિવમ આ. બાળકે કરેલી ભાવના ભરી પ્રાર્થના -અશ્રુભરી આંખે બંને હાથ જોડી પગમાં પડીને કહે છે અહો, પરમ કૃપાળુ ભગવંત ! આ સેવકને દર્શન આપીને કે મહાન ઉપકાર કર્યો. મારા ભાગના દ્વાર કે ખેલી નાંખ્યા ! મારા ભાગ્યેાદયથી આજે આપ મને મળી ગયા. શું કહું ભગવંત! મને આપના દર્શન થતાં જંગલ મંગલ બની ગયું. મારા અશુભ કર્મો છેદાઈ જઈને શુભ કર્મને સૂર્ય મારા અંતરમાં ઝળહળી ઉઠશે. ધન્ય છે પ્રભુ આપને ! એના આનંદની કઈ સીમા નથી. સંતે ઘણી ના પાડી પણ એણે તે પ્રતિજ્ઞા લીધી. એ સંત વિહાર કરી ગયા પણ છોકરાના દિલમાં આનંદ સમાતું નથી. જેમ રેકેટ જાય ને પાછળ લિટે રહી જાય છે, તેમ અહી સંત ગયા પણ છોકરાના દિલમાં તેમના દર્શનના તેજના લિસોટા રહી ગયા. એનું જીવન પલટાઈ ગયું. છોકરે તે અભણ ને કર હતો છતાં તેના દિલમાં સંત દર્શનને કે આનંદ છે! બંધુઓ! હું તમને પૂછું છું કે તમે તે ભણેલા ગણેલા અને સુખી સમૃદ્ધ છે પણ સંત દર્શનને આ આનંદ અનુભવે છે ખરા? બેલે, મને જવાબ આપે, તમે
SR No.023364
Book TitleSharda Suvas
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSudharma Gyanmandir
Publication Year
Total Pages1040
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy