SearchBrowseAboutContactDonate
Page Preview
Page 784
Loading...
Download File
Download File
Page Text
________________ શાણા સુવાસ ફરજ બજાવતી શીલા - પહેલાના જમાનામાં નવી વહુ પરણીને આવે એટલે લેકે જોવા આવતા. આડોશી પાડોશી બહેને આવીને કહે છે સરસ્વતીબહેન! તમારા મનહરની વહુ તે બતાવે. સાસુએ બૂમ પાડી કે વહુ! જરા બહાર આવે. બધા તમને જોવા માટે અધીરા બન્યા છે, ત્યારે વહુએ કહ્યું બા ! મને હવે જોવાની જ છે ને! આ બાળકને મૂકીને બહાર આવીશ તે એ વધારે અધીરા બનશે, માટે હમણાં નહિ આવું, એટલે સાસુએ કહ્યું વહુ ઘણી શરમાળ છે તેથી એ બહાર નહિં આવે. એમ કહી જેવા આવનારને વિદાય કર્યા. શીલા તે પતિ કરતાં બંને બાળકની ખૂબ સંભાળ રાખતી. સગી મા શું સાચવે, એના કરતા પણ અધિક સાચવવા લાગી. સાસુની પણ ખૂબ સેવા કરતી. શીલા એટલે શીલા જ હતી. પિતાનું ઘર છોડીને કયાંય જતી નહિ. ત્યારે આડેશી પાડોશી એને કહેતા શીલા ! તું તે ઘરની બહાર નીકળતી જ નથી. કેઈ કેઈ તે એની પાસે આવીને કહેતી કે અરે! પરણીને આવી તે દિવસથી આ છોકરાની પળોજણમાં કયાં પડી ગઈ! હજુ તે નવી નવી છે. તારે તે હરવા ફરવાનું હોય, ત્યારે શીલા કહી દેતી કે હું સમજીને જ પરણી છું. હું જે ઘરમાં પરણીને આવી ત્યાં બાળકે ટળવળતા હોય ને હું બહાર નીકળી જાઉં એમાં મારી શું શભા છે? આ બાળકને, પતિને અને સાસુને સંતોષ પમાડે એ આદર્શ સ્ત્રીની ફરજ છે. મારે મન બગીચે, નાટક સિનેમા બધું અહીં જ છે. આમ કહી દેતી એટલે કેઈ એને શું કહી શકે? શિખામણ દેનાર શરમાઈને ચાલ્યા જતા. શીલાને આશીર્વાદ આપતા સાસુ” :- શીલાને વિનય, વિવેક અને સેવા જોઈને એની સાસુ પણ કહેતા કે વહુ! આવી તે મારે દીકરી પણ નથી. “તું તે વર્ષની થા ને તારે સૌભાગ્ય ચાંદલે અમર રહે. એમ અંતરના આશીર્વાદ આપતા ને કયારેક કહેતા કે બેટા ! તું આખે દિવસ ઘરના કામ કર્યા કરે છે તે થેડી વાર તે બહાર ફરવા જા. તું પરણીને આવી પછી પિયર ગઈ જ નથી. તારા પિયરથી તેડવા આવ્યા તે પણ તું આણું વળવા ગઈ નથી. તે થોડા દિવસ જઈ આવ, ત્યારે મમતાળુ શીલા કહેતી બા ! આ નાના બાળકને નિયમિત રીતે દૂધ કોણ પાશે? કમલેશને દરરોજ સ્કૂલે મૂકવા જવાને, એને તૈયાર કરવાને. આ બધું કોણ કરશે ? તમારી તબિયત તે બરાબર રહેતી નથી ને હું બંનેને મૂકીને જાઉં તે તમે થાકી જશો. આવા મીઠા શબ્દ સાંભળીને સાસુની છાતી ગજગજ ફૂલતી ને આડોશી પાડોશી તેમજ સગાવહાલાને કહેતી કે મારી શીલા એ વહુ નથી પણ મારા ઘરની દેવી છે. આ બે બાલુડાની તે જાણે સગી માતા ન હોય તેમ રાખે છે. અરે.. સગી માં પણ આવા સાચવતી ન હતી. મને લાગે છે કે એ પૂર્વભવની તેમની મા હશે. આ ઇકરાઓએ એના પેટે જન્મ લેવાને બદલે મરનારી વહુના પેટે જન્મ લીધો છે. એણે જન્મ આપે એટલું જ છે પણ શીલા જ એમની માતા છે. આવી ગુણીયલ પત્ની મળવાથી મનહરને પણ ખૂબ સંતોષ હતો કે એક તે વૃદ્ધ
SR No.023364
Book TitleSharda Suvas
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSudharma Gyanmandir
Publication Year
Total Pages1040
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy