SearchBrowseAboutContactDonate
Page Preview
Page 775
Loading...
Download File
Download File
Page Text
________________ - ૧ શારદા સુવાસ આધાર છે. તમારા સિવાય અમને કેઈ બચાવે તેમ નથી. આ સાંભળીને મકમારના | દિલમાં પશુઓ પ્રત્યે વાત્સલ્યના વહેણ ઉભરાયા. અહે! આ પશુ-પક્ષીઓની કતલ કરીને શું નેમકુમાર પરણશે ? બીલકુલ નહીં. એ જીને રડતા જોઈને જેમ માતાને પિતાના સંતાને પ્રત્યે વાત્સલ્ય આવે છે એવું વાત્સલ્ય નેમકુમારના અંતરમાં પશુઓ પ્રત્યે આવ્યું. આ દુનિયામાં માતાનું સંતાન પ્રત્યેનું વાત્સલ્ય અલૌકિક હોય છે. ઘણી વાર સંતાને ભણીગણીને હોશિયાર થયા પછી મા-બાપની ખબર લે કે ન લે પણ માતા સંતાનને ભૂલતી નથી. કદાચ કઈ માતાને સંતાન પજવે ત્યારે કોધમાં આવીને માર મારે, ઘરમાંથી કાઢી મૂકે, પણ છેવટે તે જ માતા સંતાનને પંપાળે છે. એક દષ્ટાંત આપીને સમજાવું. એક નાનું ગામ હતું. તેમાં એક સામાન્ય કુટુંબ રહેતું હતું. માતા-પિતા અને એક દીકરે હતે. દીકરાનું નામ રમેશ હતું. રમેશ એક જ દીકરો હોવાથી ખૂબ લાડ કરાવતા. રમેશ પાંચ વર્ષને થતાં એના પિતાજી પરલેક સીધાવ્યા. રમેશની માતાને ખૂબ આઘાત લાગે. માતા બધી રીતે સદ્દગુણી હતી પણ તેને સ્વભાવ ખૂબ ક્રોધી હતે. દીકરે ખૂબ વિનયવંત છે. માતા દુઃખ વેઠીને રમેશને ભણાવે છે. સમય જતાં રમેશ ભણીને તૈયાર થશે. નોકરી શોધે છે પણ મળતી નથી, તેથી એની માતાને કહે છે બા ! હું બહારગામ જાઉં? માતાએ ના પાડી તેથી ગામમાં જે નેકરી મળી તે લીધી. હવે રમેશ યુવાન થતાં તેની માતા રમેશને માટે સારા ઘરની કન્યાએ જોવા લાગી. થડા દિવસમાં સારા સંસ્કારી ઘરની કન્યા પસંદ કરીને રમેશના તેની સાથે લગ્ન કર્યા, કન્યાનું નામ રેખા હતું. રેખા પણ રમેશની માફક શાંત, ગંભીર અને વિનયવંત હતી. તે પરણીને આવી તે દિવસે જ રમેશે રેખાને સમજાવી દીધું કે જે રેખા ! મારી માતા હવે વૃદ્ધ થવા આવી છે. એને સ્વભાવ ગરમ છે. માટે એ ગમે તેમ બેલે તે તારે દુઃખ લગાડવું નહિ પણ એના સ્વભાવને બરાબર અનુકૂળ થઈને રહેવું. રેખાએ કહ્યું –ભલે. રખા એટલે રેખા જ હતી. રોજ સવારમાં ઉઠીને એ સાસુના ચરણમાં પડતી ને ઘરના રિવાજ મુજબ વહેલી ઉઠીને ઘરનું સઘળું કામકાજ કરી લેતી પણ કઈ વખત કંઈ કાર્ય કરવાનું રહી જાય અગર કરવામાં ભૂલ થઈ જાય તે સાસુજીને પિત્તો જાય. ધમપછાડા કરવા લાગે ને રેખાની ધૂળ કાઢી નાંખે, પણ સદ્દગુણ રેખા મૂંગે મોઢે બધું સડન કરી લેતી. સાસુ સામે એક શબ્દ બોલતી નહિ પણ એમ કહેતી બા ! મારી ભૂલ થઈ ગઈ. ‘હવે હું યાન રાખીશ. રેખા તે પિતાની જનેતા માતા હોય એમ સાસુને બા ...બા કરતી હતી પણ સાસુના ક્રોધને પાર પળે પળે ચઢી જતું. રમેશ પણ માતાને કોઇ જોઈને ઘણી વાર ફફડી ઉઠતે. રેખાની સાસુ રેખાને ગમે તેવા કટુ શબ્દો કહે, ધમકાવે છતાં રેખાના મુખની રેખા જરા પણ બદલાતી ન હતી. તે બધું સહન કરી લેતી, પણ દિવસે દિવસે રેખા આ કારણથી સૂકાવા
SR No.023364
Book TitleSharda Suvas
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSudharma Gyanmandir
Publication Year
Total Pages1040
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy