SearchBrowseAboutContactDonate
Page Preview
Page 773
Loading...
Download File
Download File
Page Text
________________ અા સમય સલતનશીલ છે, જે પબ્દા પર પલ્ટ કરે જાય છે એવા જગતના પૌગલિક વિનાશ્વર તથી તૃપ્ત થવાના આશાના મિનારા આત્માને આ ભયંકર ભૂલ કરાવે છે. નશ્વર એ નવર જ છે. એ કદી અનશ્વર બનનાર નથી, છતાં નશ્વરના નેહમાં અવિનશ્વર એવો આત્મા તણાતે ને તણાતે જ જાય છે. પિતાની એક નાનકડી રૂમને જોતાં અવિનાશી આત્મા બોલી ઉઠે છે કે આ મારું ઘર છે. પચાસ પતેર વર્ષમાં જમીનદોસ્ત થનારી નાનકડી રૂમની માલિકી મળતાં અમારું ઘર...મારું ઘર” કહીને હરખાય છે પણ જ્ઞાની કહે છે કે તું સદાને માટે આ રૂમમાં રહેવા સર્જચેલે નથી. આ ઘર તારું નથી, તારું અસલી ઘર તે પીસ્તાલીસ લાખ એજનની સ્ફટિક જેવી શુદ્ધ સિદ્ધશિલા પર આવેલ મેક્ષ છે. નશ્વરને નેહ કર તારા જેવા વિનશ્વર આત્માને ન શોભે. છેડી દે એ નશ્વરને નેહ. આંખો ખોલીને ઉભો થા અને અસલી સ્વરૂપે જગતનું દર્શન કર, પછી તારે આત્મા બેલી ઉઠશે કે આ જગતમાં કંઈ જ અવિનાશી નથી, બધું જ વિનાશી છે. બધું જ પરિવર્તનશીલ અને એક દિન દગે દેનારું છે. અવિનાશી મારો એક આત્મા છે. નશ્વરને નેહ જે પ્રભુ સાથેની પ્રીતીને તેડનાર હોય તે ન જોઈએ એ નેહ, ન જોઈએ એની ગુલામી. હવે આજથી અવિનાશી પ્રભુ સાથે પ્રીતને તાર કાં ન જેડું ! કે જે કદી ન દગે દે, ન તેડો તૂટે, ન છેડયો છૂટે. જગતની દરેક વસ્તુઓ નિત્ય રૂપે જેવા ટેવાયેલી આપણું દષ્ટિ જે દિવસે બદલાઈ વશે એ દિવસે પછી બધે જ અનિત્યતાનું દર્શન થશે. બધે જ નશ્વરતાનું ભાન થશે. વસતુને નિત્ય સ્વરૂપે જેનાર વસ્તુ પ્રત્યે રાગી બને છે તે વસ્તુને અનિત્ય રૂપે જેનારો હનુ પ્રત્યે વિરાગી બને છે. રાગી સદા રીબાય છે. વસ્તુની હાજરીમાં એના સંરક્ષણની ચિંતામાં સડે છે તે વસ્તુની ગેરહાજરીમાં ફરી એને પ્રાપ્ત કરવાની ચિંતામાં ટળવળે છે. જ્યારે વિરાગી સદાય આનંદી રહે છે. વસ્તુની પ્રાપ્તિ થાય તે એને સદુપગ કરી આનંદ મેળવે છે વસ્તુની ગેરહાજરીમાં વધુ માત્ર અનિત્ય એ વાત લક્ષમાં રાખી આનંદ અનુભવે છે. આજે સંસાર આખેય દુઃખી દેખાય છે એનું મુખ્ય કારણ એ છે કે એક જ આંખ લઈને ફરે છે. એની પાસે જગતની તમામ ચીજોને નિત્યરૂપે જોવાની આંખ છે. અનિત્ય રૂપે જોવાની આંખ નથી. મહાપુરૂષે કહે છે કે જગતની તમામ ચીજોમાં જેને અનિત્યતાનું ભાન થઈ જાય છે એ માનવ ચાહે તે મહેલમાં હોય કે જેલમાં હય, જનમાં હોય કે જંગલમાં હેય, શહેરમાં હોય કે સ્મશાનમાં હેય, બિહામણુ કઈ વનમાં હોય કે ફથી ખીલેલા કેઈ ઉપવનમાં હોય બધે જ એ સુખી, સુખી ને સુખી છે. દુઃખી બનાવનારી કઈ શક્તિ એની આગળ ટકી શકતી નથી, માટે વસ્તુ માત્રને અનિત્ય રૂપે જુઓ. એના ઉપર રાગ ટળી જશે, એને મેળવવાની ઈચ્છા મરી જશે, એની ખાતર ખતમ થઈ જવાની વના મટી જશે, પછી જ્યાં જશે ત્યાં બધે જ સુખ, સુખ અને સુખ દેખાશે.
SR No.023364
Book TitleSharda Suvas
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSudharma Gyanmandir
Publication Year
Total Pages1040
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy