________________
૭૦૧
શારદા સુવાસ
ભસ્માસુરની શંકર પ્રત્યે કયાં સાચી ભક્તિ હતી! એ તે શક્તિ મેળવવા માટેની જ ભક્તિ હતી. શંકરના શરીરમાં આગ ઉઠી એટલે એ તે ત્યાંથી ભાગ્યા ને કૃષ્ણજી પાસે આવ્યા. કૃષ્ણજીએ પૂછ્યું-શંકરજી ! આજે આપ ગભરાતા ગભરાતા અચાનક કેમ આવ્યા ? શંકર કહે મને જલ્દી સ'તાડી દે. હું મળી જાઉં છું. કૃષ્ણે પૂછ્યું પણ શું? તમને આ દુનિયામાં ખાળનાર વળી ટાણુ છે! શ ંકરે કૃષ્ણને બધી વાત કરી એટલે કૃષ્ણે કહ્યું, પણ તમે એ ભસ્માસુરને વરદાન આપતાં કઈ વિચાર ન કર્યાં! એ રાક્ષસની જાતિને આવું વરદાન અપાય? આજે તમને ખાળવા ઉઠયા છે, કાલે આખી દુનિયાને બાળી મૂકશે. હવે તે તમારે ખળવુ જ પડશે. વદાન પાત્રતા જોઇને આપવુ જોઈ એ. શ'કર કહે છે જે થયું તે થયું પણ હમણાં મને મચાવે. પેલા ભસ્માસુર હમણાં જ આવશે.
કૃષ્ણુજીએ શંકરને સ’તાડી દીધા. ત્યાં ભસ્માસુર આવી પહોંચ્યા. આ વખતે કૃષ્ણ મહારાજાએ સ્ત્રીનું રૂપ બનાવ્યુ. હાથે પગે ઘૂઘરા બાંધ્યા ને સુંદર નૃત્ય કરવા લાગ્યા. સ્ત્રીનું રૂપ, એનું સંગીત અને નૃત્યકળા આ બધુ જોઈને ભસ્માસુર ખુશ ખુશ થઈ ગયા. અહા ! આવી રૂપાળી સ્ત્રી મને મળે તે કેવું સારું! શ'કર પાસેથી વરદાન મેળવીને ભસ્માસુર માનતા હતા કે દુનિયાની તમામ શક્તિ મને મળી ગઈ છે. હું જ શંકર છું એમ માનીને નૃત્ય કરતી સ્ત્રીને કહે છે હુ તારા ઉપર ખૂબ પ્રસન્ન થયા . “તું માંગે તે વરદાન આપું”, એટલે સ્રીના રૂપમાં રહેલા કૃષ્ણે કહ્યુ “જો તમે મારા ઉપર પ્રસન્ન થયા હ। તે તમને શંકરે જે શક્તિ આપી છે તે મને આપી દે. પરણવાની લાલચે ભસ્માસુરે કહ્યું-ભલે, એ શક્તિ તમને મળી જાએ. એ મેલ્યા એટલે તરત કૃષ્ણે પોતાનું અસલ સ્વરૂપ પ્રગટ કરીને ભસ્માસુરના માથે હાથ મૂકયે તેથી એ મળવા લાગ્યા. ખૂમાબૂમ કરવા લાગ્યા કે મને બચાવે....બચાવે. કૃષ્ણે કહ્યું હું તને ખચાવીશ નહિ તારા જેવા ક્રૂર રાક્ષસને આવી શક્તિ આપવાથી ભયંકર અનથ સર્જાઈ જશે. તું જીવતા હાઈશ તા અનેકના પ્રાણ લઈશ. તેના કરતાં તુ એક ભલે મળી જાય. અંતે ભસ્માસુર ખળી ગયા. ટૂંકમાં પેાતાની ભાવના મશીન હેાય તે તેનું ફળ મલીન મળે છે. ખીજાનું અહિત કરવા જતાં પહેલાં પોતાનું જ અહિત થઈ જાય છે.
નૈમકુમારની ભાવના પવિત્ર હતી. તે સર્વ જીવાનું હિત ચાહતા હતા. સરથીએ કહ્યું–નેમકુમાર ! આ બધા પ્રાણીઓને તમારા લગ્નમાં આવેલા જે માંસાહારી યાદવા છે તેમને માટે તેમજ ખીજા રાજાઓ માટે ભોજન બનાવીને જમાડવા માટે આ પાંજરામાં પૂર્યાં છે. જ્યાં એક કીડીના પ્રાણ દુભાય તે પેાતાનું દિલ ઘવાઈ જાય એવા નૈકુમાર આટલા બધા પ્રાણીઓની હિંસા કેમ થવા દે? એમના હૃદયમાં કંપારી છૂટી ગઇ. ત્યાં સારથી કહે છે એ દયાળુ નેમકુમાર ! આ પશુએ કાળી કીકીયારીઓ કરીને કહે છે હું કરૂણાવત તેમકુમાર ! અમને મચાવે. અમારું' રક્ષણ કરો.