SearchBrowseAboutContactDonate
Page Preview
Page 761
Loading...
Download File
Download File
Page Text
________________ શા સુવાસ પણ વિજાપુરના રાજાની પુત્રી મદનમલાતીને આ વાતની ખબર નથી, તેથી જિનસેનકુમારે વિજ્યપુરના ચંદ્રસેન રાજાને સમાચાર મોકલાવ્યા કે હું સિંહલદ્વીપ જાઉં છું તે આપ આપની પુત્રીને કંચનપુર મેકલે. મારી માતા બગીચામાં એકલી છે. તે મારા વિયેગથી ખૂબ દુઃખી થઈ રહી છે, તેથી એની સેવા કરવા માટે આપ મદનમાલતીને ત્યાં મેલી આપજે. જેથી મારી માતાને સારું પડે ને મારા વિયેગના દુઃખમાં સહભાગી બની શકે. આ પ્રમાણે સંદેશે મેકલાવીને જિનસેનકુમાર અને ચંપકમાલા બંને જણું રાજા રાણીને પગે લાગીને ત્યાંથી નીકળ્યા. આ સમયે રાજા રાણી બંને પછાડ ખાઈને ત્યાં પડી ગયા.. અરેરે... અમે આપને વિયાગ કેવી રીતે સહન કરી શકીશું? થેડી વારે રાજા રાણી સ્વસ્થ થયા એટલે બને ત્યાંથી નીકળ્યા, ત્યારે રાજા-રાણી, પ્રધાન વિગેરે ઘણું માણસે ઘણે દૂર સુધી તેમને વળાવવા માટે ગયા, પછી જિનસેનકુમારે કહ્યું હવે તમે બધા પાછા ફરે, પણ કેઈને જવાનું મન થતું નથી, છેવટે બધાને સમજાવીને જિનસેનકુમારે ઉભા રાખ્યા, ત્યારે ચંપકમાલાના માતા-પિતા બંનેને આશીર્વાદ આપીને કહે છે તમારે માર્ગ નિષ્કટક બને, અને જમાઈરાજ ! અમારી દીકરીને આપ બરાબર સાચવજો. એ બહુ કમળ છે. કદી ખુલ્લા પગે ચાલી નથી. આપ બંને સંભાળીને જજે ને વહેલા વહેલા આવજે. આ સિંહલદ્વીપને માર્ગ બહુ વિકટ છે, માટે આપ આ ઘોડે સાથે લઈ જાઓ, ત્યારે જિનસેને કહ્યું અમારે ઘેડાની જરૂર નથી. અમે બંને બસ છીએ, કારણ કે જંગલના પ્રવાસમાં ક્યારેક પહાડ પર ચઢવું પડે તે ક્યારેક ખીણમાં ઉતરવું પડે ત્યારે ઘડાને પણ છેડી દે પડે, માટે અમારે કેઈની જરૂર નથી. તમે બધા હવે ઉભા રહે. એમ હીને બંને આગળ ચાલવા લાગ્યા. દીકરી-જમાઈને એકલા વગડાની વાટે ચાલ્યા જતાં જઈને બધાની આંખે આંસુથી છલકાઈ ગઈ. જયાં સુધી દેખાય ત્યાંસુધી સૌ ઉભા રહ્યા. પછી રડતે આંસુએ પાછા ફર્યા. આ તરફ જિનસેન અને ચંપમાલા બંને ચાલ્યા જાય છે. ભયાનક જગલની વાટે' - બંને જણ નદી, નાળા, અને પહાડ ઓળંગતા ઓળંગતા આગળ ચાલ્યા જાય છે. કોઈ વખત જંગલમાં વનફળ મળે તે ખાઈ લે છે ને કઈ વખત કંઈ ન મળે તે ઝાડના પાંદડા ખાઈને ચલાવી લે છે. રોજ નિત્ય નવા ભેજન જમનારા આજે ફળ અને પાન ખાઈને રહે છે. રેજ છત્રપલંગમાં સુંવાળી શૈયામાં પિઢનારા જમીન ઉપર સૂઈ રહે છે. વાહનમાં ફરનારા પગપાળા ચાલે છે. સુકોમળ પગમાં કાંટા ને કાંકરા વાગતાં લેહીની ધાર થાય છે. કયારેક જંગલમાં સિંહ, વાઘ આદિની ગર્જનાઓ સંભળાય છે ત્યારે વૃક્ષ ઉપર ચઢી જાય છે, આવા કષ્ટ હસતા મુખે સહન કરતા બંને આનંદથી વાત કરતા ચાલ્યા જાય છે. ચાલતા ચાલતા બંને ભયંકર જંગલમાં આવ્યા, જંગલ વટાવતા આગળ વધ્યા ત્યાં માર્ગમાં એક વિકરાળ સિંહ અને સિંહણને સામેથી આવતાં જોયા. આ જોઈને જિનસેનકુમાર ચંપકમાલાને કહ્યું છે,
SR No.023364
Book TitleSharda Suvas
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSudharma Gyanmandir
Publication Year
Total Pages1040
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy