SearchBrowseAboutContactDonate
Page Preview
Page 759
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૪ શારદા મુવાસ મંત્ર ગુંજતે હેય એનાથ આવું પાપ થાય ખરું? જે સાચા જૈન હો તે હવે આવી હિંસક દવાઓ દ્વારા અને મારવાનું બંધ કરજે. નેમકુમાર સારથીને પૂછ્યું આ વાડામાં ને પાંજરામાં પશુ પક્ષીઓને શા માટે પૂર્યા છે? આ સાંભળીને સારથી વિચારે છે કે કેમકુમારને આ પશુઓ શા માટે પૂર્યા છે તેની ખબર નથી માટે મને આ પ્રમાણે પૂછે છે. એ પૂછે છે કે મારે પણ સત્ય જ કહેવું જોઈએ. જેમકુમાર તે શું બનવાનું છે તે બધું જાણે છે પણ સારથીને ખબર નથી કે હું એમને કહીશ કે આ પશુ પક્ષીઓને આ માટે વાડામાં પૂર્યા છે ત્યારે શું થશે? આ તરફ નમકુમારને હાથી ઉભું રહ્યો તે જોઈને રાજેમતીની શંકા દઢ બની, અને વિચારવા લાગી કે હાથી અધવચ શા માટે ભાગ્યે? રાજેમતીનું શરીર ધ્રુજવા લાગ્યું તેની સખીઓ તેને સમજાવવા લાગી. આ તરફ સારથી નેમકુમારને શું જવાબ આપશે ને શું બનશે તેના ભાવ અવસરે. ચરિત્ર:-“જિનસેનકુમારને નહિ જવાની વિનવણી કરતી ચંપકમાલાજિનસેનકુમાર માતા પિતા પાસેથી મહામુશીબતે રજા લઈને પિતાની પત્ની ચંપકમાલાને મળવા માટે સાસરે આવ્યા. ત્યાં પણ સાસુ-સસરા અને ચંપકમાલાએ તેને રોકવા માટે ઘણી વિનંતી કરી પણ જિનસેનકુમારે કહ્યું–ના, હું કઈ રીતે રહેવાને નથી. ચંપકમાલાએ પણ પતિને ઘણું સમજાવ્યા પણ જિનસેને ચેખી ના પાડી ને કહ્યું કે તું શાંતિથી રહેજે. જાઉં છું, ત્યારે ચંપકમાલાએ કહ્યું કે જે તમારે જવું જ છે તે હું પણ તમારી સાથે આવીશ. આપ એકલા દુઃખ સહન કરે ને શું હું પિયરમાં રહીને સુખ ભેગવું ? સાચી પત્ની તે તેને જ કહેવાય કે જે પતિના સુખમાં જેમ સાથે રહે છે તેમ દુઃખમાં પણ સાથે રહે. માટે હું આપના દુઃખમાં સહભાગી બનવા માટે આપની સાથે આવું છું. મને આપની સાથે જ લઈ જાઓ. ચંપકમાલાની વાત સાંભળીને જિનસેનકુમાર કહે છે. પરદેશમે વિપત્તિ બહત હૈ, કેસે સહેગી પ્યારી. અન્ન પાની નહીં મિલે સમય ૫, તૂ સુકમાલ કુમારી. ચંપકમાલા! તું અહીં રહે, કારણ કે પરદેશમાં સ્ત્રી સાથે રાખવી તે પુરૂષને માટે એક બંધન છે. બીજી વાત જંગલમાં તું દુખ કેવી રીતે સહન કરી શકીશ? જંગલમાં તે ખાડા ને ટેકરા આવશે, કાંટા ને કાંકરા વાગશે. કયારેક ત્રણ ત્રણ દિવસ સુધી ખાવાનું નહિ મળે. એ સમયે પુરૂષની જાતિ ભૂખ-દુઃખ અને થાક બધું સહન કરી શકે છે પણ સ્ત્રી જાતિ કેમળ હોય છે એટલે તે સહન ન કરી શકે. તેમાં પણ તું તે સામાન્ય ઘરની સ્ત્રી નથી પણ એક રાજકુમારી છે. તું તારા માતા પિતાને એકની એક લાડકવાયી દીકરી છે ને લાડકોડથી ઉછરી છે. ખૂબ સુકમાલ છે, માટે જંગલના દુખે ભૂખ
SR No.023364
Book TitleSharda Suvas
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSudharma Gyanmandir
Publication Year
Total Pages1040
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy