SearchBrowseAboutContactDonate
Page Preview
Page 755
Loading...
Download File
Download File
Page Text
________________ શાશા સુવાસ સાંભળીને આગળ ન વધ્યા. ત્યાં જ ઉભા રહી ગયા. બીજા માણસોએ પશુ પક્ષીઓની દયા ન કરી પણ નેમકુમાર તેની ઉપેક્ષા કેમ કરે? વાડામાં પૂરેલા ભયગ્રસ્ત પશુ પક્ષીઓને જોઈને નેમકુમારનું હૃદય કરૂણાના ધંધથી ઉભરાઈ ગયું. એમની કરૂણા અજોડ હતી. સમગ્ર વિશ્વના પ્રાણીઓને હિંસા બચાવીને અહિંસાના પવિત્ર માર્ગે વાળવાની તેમની ભાવના હતી. દેવાનુપ્રિયે ! આપણે ભારતદેશ પહેલા અહિંસાપ્રધાન દેશ હતે. “અહિંસા પર ધમ” આ સૂત્ર ભારતની પ્રત્યેક વ્યક્તિના હૃદયમાં જડાયેલું હતું. “જી ને જીવવા દે” આ મહામંત્ર આર્ય મનુષ્યના અંતરમાં ગૂંજતું હતું. આ ભારતવર્ષની પવિત્ર ભૂમિ ઉપર અહિંસાને સિંહનાદ ગજાવનાર અનેક ઝળહળતા રત્ન પાક્યા છે. ભારત દેશમાં જ્યાં જુઓ ત્યાં અહિંસાને નાદ ગૂંજતે હતા. એ સમયના મોટા રાજા મહારાજાઓ પણ અહિંસાને પ્રચાર કરતા હતા. મહારાજા કુમારપાળના શાસનકાળમાં તે કેટલું સુક્ષમ અહિંસાનું પાલન થતું હતું કે કોઈ મર” આ શબ્દ બોલે તે તેને પણ કડક શિક્ષા થતી હતી તે જીવહિંસાની તે વાત જ કયાં રહી! હીરસૂરીશ્વરજી મહારાજના સમયમાં ચંપાબાઈ નામે શ્રાવિકાના છમાસી તપથી આકર્ષાઈને અકબર બાદશાહે હિંસાને ત્યાગ કર્યો હતો, અને પિતાના તાબાના દેશમાં પણ સંપૂર્ણ અહિંસા પાળવાને પડહ વગડાવ્યું હતું. પિતે મુસ્લીમ હોવા છતાં અહિંસા ધર્મનું પાલન કરવામાં સજાગ હતા. ઈસુના ચોથા સૈકામાં ચીનમાં યુવતી. નામને મહાન સમ્રાટ થઈ ગયા. પિતે સ્વયં માંસાહારને ત્યાગી હતે એટલું જ નહિ પણ પિતાના સમગ્ર રાજ્યમાં પણ જીવહિંસા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યું હતું. આગળ વધીને ચીનના એક સમ્રાટે કાપડ ઉપર ભરતકામ કે ચિત્રામણેમાં પણ પશુઓના ચિત્રો ભરવા કે ચીતરવાની મનાઈ કરી હતી. કપડું ફાડવાથી ધેવાથી પ્રાણીની હિંસાને દેષ લાગે છે, એવી તેની માન્યતા હતી. મેગલ સમ્રાટના સમયમાં ગૌ અને ગૌવંશની હિંસાને પ્રતિબંધ હતે. ખુદ ઔરંગઝેબે પણ એ અમલને બરાબર પાળે હતે. કાશ્મીરમાં થયેલ ભારત સમ્રાટ અશકસેન પોતે ચુસ્ત વૈદિક હતા, છતાં તેઓ અહિંસાના પરમ ઉપાસક હતા. યજ્ઞ વિગેરેમાં હિંસા ન કરવાની તેમની સખ્ત મનાઈ હતી. એ અશકસેનના સમયમાં એક બ્રાહ્મણને પુત્ર મરણ પામે. તે વખતે એવી માન્યતા હતી કે યજ્ઞમાં પશુ હોમવામાં આવે તે પુત્ર જીવતે થઈ જાય, એટલે બ્રાહ્મણ અશોક સેન પાસે આવ્યો ને વિનંતી કરી કે મહારાજા ! હું મારા પુત્ર વિના જીવી શકું તેમ નથી, માટે આપ યજ્ઞમાં પશુનું બલિ આપવાની મને છૂટ આપે. નહિ તે હું આપની સમક્ષ જ મરણનું શરણ સ્વીકારું છું. સમ્રાટ અશેકસેને કહ્યું–જો, આ રીતે પશુનું બલિ આપવાથી તારે પુત્ર જીવતે થતું હોય તે ચાલ, હું મારી જાતને અગ્નિમાં હેમી દઉં છુંતે તારો પુત્ર જીવતે થશે અને તેને પણ નવજીવન મળશે, પણ હું મારા રાજ્યમાં
SR No.023364
Book TitleSharda Suvas
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSudharma Gyanmandir
Publication Year
Total Pages1040
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy