________________
૪
શારદા સ્વાસ મહાજને સૌને શીરે ખવડાવી મોઢું મીઠું કરાવ્યું ને ગરાસિયા અહિંસાના પૂજારી બન્યા. જુઓ, આ રીતે અન્ય દર્શનમાં પણ અહિંસાને મહિમા ગાયો છે. અહિંસાને પ્રભાવ અલૌકિક છે.
નેમકુમાર દ્રવ્યથી પરણવા માટે આવ્યા છે પણ ભાવથી તે અહિંસાને ધવજ ફરકાવવા માટે આવ્યા છે, એટલે એમણે વાડામાં પશુઓને અને પાંજરામાં પક્ષીઓને પૂરાયેલા અને ભયથી કરૂણ સ્વરે વિલાપ કરતા જોયા. આ દશ્ય જોઈને કરૂણવંત નેમકુમારનું હૃદય પીગળી ગયું.
___ जीवियं तं तु संपत्ते, मंसट्ठा भक्खियबए।
gifસત્તા રે માળ, સાહિં ઇવી પI - માંસભક્ષણ કરવા માટે રેકેલા અને તેથી મૃત્યુની સમીપ પહેચેલા એવા પાંજરામાં પૂરાયેલા પ્રાણીઓને જોઈને તે બુદ્ધિમાન નેમકુમાર સારથીને સંબોધીને આ પ્રમાણે બેલ્યા.
પશુપક્ષી ને કલ્પાંત જેઈને નેમકુમારના દિલમાં કરૂણ આવી અને મનમાં વિચાર કરવા લાગ્યા કે મારા લગ્નના શુભ કાર્ય માં આટલા બધા માણસે આનંદ પામે છે, હરખાય છે, –નગારા અને શરણાઈઓ વાગે છે ત્યારે આ બિચારા નિર્દોષ પશુ પક્ષીઓ કલ્પાંત કરે છે. આ મારાથી કેમ જોવાય ? મારાથી કેમ સડન થાય ? એમનું હૃદય કરૂણાથી આદ્ર બની ગયું.
બંધુઓ ! આ તે અહિંસાના અવતારી ભગવાન હતા, પણ રામચંદ્રજીની ભક્તિ કરનાર શબરીનું નામ તે તમે સાંભળ્યું છે ને? શબરી ભીલના રાજાની દીકરી હતી. એ ભીલકુમારીને તાલીમ આપવા માટે ભીલરાજાએ તેને માતંગ ઋષિના આશ્રમે મૂકી હતી. ત્યાં માતંગષિ અને તેમની પત્નીએ શબરીને પુત્રીની માફક અપનાવી હતી. ઋષિના આશ્રમમાં રહીને શબરી એક તપસ્વીની જેવી બની ગઈ હતી. સમય જતાં શબરી યુવાન થઈ એટલે એના લગ્ન કરવા માટે એના માતા-પિતા અને પિતાને ઘેર લઈ ગયા ને તેની સગાઈ કરી અને થોડા દિવસમાં તેના લગ્ન લીધા.
શબરીના લગ્નનો દિવસ નજીક આવતે ગમે તેમ તેમ મંગલ ગીતેના મધુરા સૂર સંભળાવા લાગ્યા. લગ્નની ધામધૂમ થવા લાગી. આમ કરતાં લગ્નનો આગલે દિવસ આવી ગયે. એ શબરીના મકાનની આસપાસ પાડા, ઘેટા, બકરા, મરઘા, કૂકડા વિગેરે ઘણું પશુપક્ષીઓને રાખવામાં આવ્યા હતા. તેમને શેરબકેરભર્યો આર્તનાદ અને ચીસાચીસ સાંભળીને શબરી એની માતાને પૂછવા લાગી બા ! આ પશુપક્ષીઓને શા માટે પકડયા છે? એમને છૂટા કેમ નથી મૂકતા? અને એ શા માટે આટલી બધી ચીસે પાડ્યા કરે છે? ત્યારે શબરીની માતાએ કહ્યું-બેટા ! આવતી કાલે તારા લગ્ન છે. તે માટેના