SearchBrowseAboutContactDonate
Page Preview
Page 741
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા સુવાસ પ્રવૃત્ત રહે છે. પરના હિત માટે તે પિતાનું હિત છોડી દે છે અને પિતાની જાતને કષ્ટમાં નાંખે છે. મહાપુરૂષની આ જ વિશેષતા છે. એ વિશેષતાના કારણે તે જનતાના હાથ પર પિતાનું આધિપત્ય જમાવે છે. “પશુડાઓનો પિકાર” :- નેમકુમારની જાન તરણ દ્વારે આવતા વચમાં વાડા અને પાંજરા પાસે આવી કે જેમાં અનેક પશુ-પક્ષીઓને વધ કરવા માટે પૂર્યા હતા. તે પશુ પિતાની સ્વતંત્રતા લૂંટાવાથી, મરવાના ભયથી અને પૂર્વે ન સાંભળેલા એવા નાદથી તેમજ આટલા મોટા જનસમુદાયના કેલાહલથી તે પશુ-પક્ષીઓ આકુળવ્યાકુળ બની રહ્યા હતા અને પિતાપિતાની ભાષામાં કરૂણ સ્તરે વિલાપ કરી રહ્યા હતા, પણ એમને વિલાપ સાંભળવાની અને તેમને ભયમુક્ત કરવાની કેઈને પડી ન હતી. સૌ જાનને આનંદ માણતા હતા, ત્યારે જાનના નાયકનું ધ્યાન કરૂણ સ્વરે રૂદન કરતાં નિર્દોષ પશુપક્ષીઓ તરફ ખેંચાયું. પશુઓને પણ સંજ્ઞા હેાય છે. તેમને થયું કે આ મોટી જાન આવી છે એટલે બધાને જમાડવા માટે આપણું ગળા ઉપર છરી ફેરવીને મારી નાંખશે, તેથી પશુ-પક્ષીઓના બચ્ચાએ એમની માતાને વળગીને રડે છે કે મા ! હવે આપણને મારી નાંખશે, ત્યારે એમની માતા કહે છે બેટા ! રહેશે નહિ, કહપાંત કરશે નહિ. આ તે કરૂણાના કિમિયાગર નગીના નેમકુમાર પરણવા આવ્યા છે. એ આપણને મરવા નહિ દે. એ તે મહાનપુરૂષ છે. પશુડાઓએ નેમકુમારને જોયા નથી, છતાં તેમના અંતરમાં રહેલી કરૂણાને પડઘે પશુપક્ષીઓના અંતર સુધી પડે હવે, એટલે પરસ્પર એક બીજાને પિતાની ભાષામાં સમજાવતા હતા. સાથે કરૂણાવંત નેમ પ્રભુને કહેતા હતા એ નેમકુમાર ! તમે પરણવા માટે આવ્યા છે પણ તમારા લગ્નમાં અમારો ભંગ ન અપાય. અમને બચાવજે. દયાળુ ! અમારી વિનંતી સ્વીકારો. એમ કરૂણ સ્વરે કહપાંત કરતા ચીચીયારીઓ કરી રહ્યા છે. આ તરફ કેમકુમાર સિવાય કેઈનું લક્ષ નથી. નેમકુમારનું લક્ષ આ તરફ દેરાયું. તેમને વિચાર થયે કે અહો ! લગ્નના માંગલિક પ્રસંગે આ પશુડાઓ આ કલ્પાંત શા માટે કરી રહ્યા છે? આ બાબતમાં નેમકુમાર વધુ વિચારણા કરશે ને રાજેમતીનું જમણું અંગ ફરકવાથી ચિંતામાં મૂકાઈ ગઈ છે તેનું શું પરિણામ આવશે તેના ભાવ અવસરે કહેવાશે. ચરિત્ર - જિનસેનકુમાર માતા પિતાને કહે છે હે માતા-પિતા ! મને પરદેશ જવાની રજા આપે, પણ માતા-પિતા કહે છે દીકરા ! અમે તને જવાની રજા નહિ આપીએ. તારા વિના અમને એક ક્ષણ પણ ગમતું નથી. રાજા કહે છે બેટા ! રનવતીએ . આવીને એક પણ કામ સારું કર્યું નથી, માટે એને દેશનિકાલ કરવા દે પણ તને નહિ જવા દઉં. પિતાજી! મારે મારા નિમિત્તે કોઈ જીવને દુઃખ આપવું નથી. મારા પાપ કર્મને ઉદય છે તે હું ભેગવી લઈશ. તમે મારી બિલકુલ ચિંતા ન કરશે. મારી માફક
SR No.023364
Book TitleSharda Suvas
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSudharma Gyanmandir
Publication Year
Total Pages1040
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy