SearchBrowseAboutContactDonate
Page Preview
Page 730
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા સુવાસ એક પછી એક હાથી, ઘોડા, રથ, સૈન્ય વિગેરેની ગોઠવણ એવી સુંદર અને વ્યવસ્થિત હતી કે જેનાર બે ઘડી મુગ્ધ બની જાય. કૃષ્ણજી પણ વિચાર કરે છે કે આવી સુંદર જાન તે કેઈની જેડાઈ નથી. સમુદ્રવિજય મહારાજાએ પિતાના લાડીલા દીકરાને પરણાવવા પાછળ દ્રવ્ય ખર્ચવામાં પાછું વાળીને જોયું નથી. તમે કહે છે ને કે ગેળ નાંખીએ તેવું ગળ્યું થાય. મૂલ્ય આપીએ તે માલ મળે. તે રીતે દરેક વસ્તુમાં મૂલ્ય ખર્ચાય અને સાથે ઉત્સાહ પૂરે હોય તે કાર્ય શોભી ઉઠે છે, તેમ અહીં સમુદ્રવિજય રાજાએ ધન ઘણું ખર્યું છે, કુષ્ણજી મુખ્ય આગેવાન છે અને સૌને હૃદયને ઉમંગ છે. જાનૈયાઓને નેમકુમારને પરણાવવા જવાની હોંશ છે, એટલે જાન ખૂબ શોભી ઉઠી છે. જાન જોઈને દ્વારકા નગરીના પ્રજાજનેના હૈયા પણ હર્ષના હિલોળે ચડ્યા છે. જાન આગળ વધતાં દ્વારકા નગરીની બહાર નીકળી. ભાવિના ભગવાન અરિષ્ટનેમિની જાન દ્વારકા નગરીથી નીકળીને ઉગ્રસેન રાજાની મથુરા નગરી તરફ જઈ રહી છે. દેવે પણ પિતાના વિમાનેમાં બેસીને જાનની શોભા નિહાળી રહ્યા છે અને તેમનાથ ભગવાનના હાલ વરરાજાના રૂપમાં દર્શન કરીને આનંદ પામે છે પણ કેન્દ્ર મહારાજાના મનમાં આશ્ચર્ય થયું ને તે વિચારવા લાગ્યા કે આગળના એકવીશ તીર્થકર ભગવંતે એમ ભાંખી ગયા છે કે બાવીસમાં તીર્થકર ભગવાન અરિષ્ટનેમિ બાલબ્રાહ્મચારી દીક્ષા લેશે ને તીર્થની સ્થાપના કરશે, ત્યારે ભગવાન તે અત્યારે જાન જોડીને ઠાઠમાઠથી પરણવા માટે જઈ રહ્યા છે તે શું પૂર્વના તીર્થકર ભગવંતની વાણી છેટી હશે? તીર્થંકર પ્રભુની વાણી કદાપિ ખોટી હોય જ નહિ. આ પ્રમાણે વિચાર કરી શકેન્દ્ર અવધિજ્ઞાનનો ઉપગ મૂક્યું. અવધિજ્ઞાન દ્વારા શકેન્દ્રને ખબર પડી કે ભગવાન લગ્ન કરવા માટે જતા નથી, પણ લગ્નના બહાને એમને ઉદ્દેશ કે જુદે જ છે. તેઓ જગત સન્મુખ એક મહાન આદર્શ ઉપસ્થિત કરવા માટે જાય છે. એમ જાણીને કેન્દ્રને ખૂબ આનંદ થયે, અને ભગવાનની જાનમાં જવાનું મન થયું. ભગવાનની જાનમાં જવા માટે શકેન્દ્ર એક તેજસ્વી બ્રાહ્મણનું રૂપ લઈને આવ્યા ને ત્રિખંડ અધિપતિ કૃષ્ણ વાસુદેવ પાસે આવીને કહેવા લાગ્યા મહારાજા ! આપ તે ઉત્સાહભેર આપના લઘુભાઈને પરણાવવા જઈ રહ્યા છે પણ આપના ભાઈ પરણવાના નથી. ત્રણ કાળમાં પણ રાજેમતી સાથે એમના લગ્ન થવાના નથી. આપે કયા મૂર્ખ જ્યોતિષી પાસે લગ્નનું મુહુર્ત જેવડાવ્યું હતું કે આ લગ્નનું મુહુર્ત કાઢી આપ્યું છે? બ્રાહ્મણનું બેલવું, ચાલવું અને એના લક્ષણે ઉપરથી કૃષ્ણ વાસુદેવ સમજી ગયા કે આ કંઈ મનુષ્ય નથી. ગમે તે સમર્થ અને જાણકાર બ્રાહ્મણ હેય પણ એ મારી સામે જતી જાનમાં નીડરપણે આવી રીતે બેલી શકે નહિ. મારી સામે બોલાવાની કેઈની તાકાત નથી, છતાં આ બેલે છે તેથી લાગે છે કે બ્રાહ્મણના રૂપમાં કઈ બીજા જ છે. શ્રીકૃષ્ણ તેમને કહ્યું કે બ્રાહ્મણદેવ! આપનું આ જાનમાં આગમન થયું તેથી મને ખૂબ આનંદ થાય છે અને તમે જે કાંઈ કહે છે તે અમારું હિત લક્ષમાં રાખીને જ
SR No.023364
Book TitleSharda Suvas
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSudharma Gyanmandir
Publication Year
Total Pages1040
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy