________________
શારદા મુલાય
मत्तं च गंधहत्थि, वासुदेवस्स जेट्टगं ।
વાહો સો રે મહિયે, શિરે ચૂમી ના ૨૦ કૃષ્ણ મહારાજાના પ્રધાન એ મદોન્મત્ત ગંધ નામને હાથી જેને ખૂબ સુંદર રીતે શણગાર્યો હતો તેના ઉપર નેમકુમારને બેસાડવામાં આવ્યા. તે સમયે હાથી ઉપર બેઠેલા નેમકુમાર એવા સુંદર દેખાતા હતા કે જેવી રીતે માથા ઉપર ધારણ કરેલે ચૂડામણ શેભી ઉઠે છે તેમ ગંધ હસ્તિ ઉપર બેઠેલા નેમકુમાર શોભી ઉઠ્યા.
એક તે તીર્થકર ભગવાન છે. તીર્થકર પ્રભુના પુણ્ય અલૌકિક હોય છે. વળી જગતમાં રહેલા શુભ અને પવિત્ર પરમાણુઓથી તેમનું શરીર બનેલું હોય છે. તેમને આત્મા પણ તેજસ્વી હોય છે. તેમાં પાછા કિમતી વસ્ત્રાભૂષણે પહેરાવ્યા અને હાથીને પણ ખૂબ સુંદર રીતે શણગાર્યો હતો તેના ઉપર નેમકુમારને બેસાડ્યા, પછી એની શેભામાં કંઈ બાકી રહે ! સાક્ષાત્ દેવે અને ઇન્દ્રો પણ તેમની આગળ ઝાંખા પડી જાય તેવા દેખાતા હતા. જેમકુમારનું શરીર ઝગારા મારી રહ્યું હતું. તેમના શરીરમાંથી જાણે પ્રકાશની સહસ્ત્ર કિરણાવલીઓ છૂટતી હોય તેમ દેખાતું હતું. કેમકુમારના માથે છત્ર ધરવામાં આવ્યું ને બંને બાજુ ચામરે વિઝાવા લાગ્યા.
જે હાથી ઉપર નેમકુમારને બેસાડ્યા છે તે હાથી ઉપર ખુદ કૃષ્ણ વાસુદેવ જ બેસતા હતા. તે સિવાય કે બેસતું ન હતું, પણ આજે તે કૃષ્ણ વાસુદેવને આનંદનો પાર નથી. ભાઈને તે પરણવાના કે હાથી ઉપર બેસવાના બિલકુલ કોડ નથી પણ માતાપિતા અને મોટાભાઈને કેડ છે કે આપણે કેમકુમારને ખૂબ લા લેવડાવીએ અને ધામધૂમથી રામતી સાથે પરણાવીને આપણા મનની હેશ પૂરી કરીએ. જેમકુમારને સારી રીતે શણગારીને હાથી ઉપર બેસાડ્યા છે. તે એવા શેભે છે કે જેનારની આંખડી ધરાય જ નહિ. માતા શીવાદેવી અને પિતા સમુદ્રવિજય રાજા તે પિતાના લાલને નીરખી નીરખીને દેખે છે કે અમારો નેમ કે શેભે છે ! રાજેમતી પણ ખૂબ રૂપાળી છે. આ બંનેની જેડી શોભી ઉઠશે. જાનમાં જવા તૈયાર થયેલા જાનૈયા તેમજ આવેલા મહેમાન બધાં નેમકુમારને જોઈને આશ્ચર્યચકિત બની ગયા કે શું નેમકુમારનું રૂપ છે ! આવા વરરાજા તે કદી અમે જોયા નથી. - अह उसिएण छतेण, चामराहि य सोहिएि । १ दसार चक्केण य सो, सव्वओ परिवारिओ ॥ ११ ॥ . કેમકુમારને માથે સેવકએ છત્ર ધર્યું, અને ચામર ઢળનારા સેવકે તેમના ઉપર ચામર ઢળવા લાગ્યા. તેમજ નેમકુમાર સમુદ્રવિજય, અક્ષભ, સ્તુમિત, સાગર, હિમવત,