SearchBrowseAboutContactDonate
Page Preview
Page 707
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા સુવાસ ભક્તિ કરવી, તેમજ કેઈન ઉપર ક્રોધ કરે નહિ, કેઈને કટુવચન કહેવા નહિ, કદી અસત્ય બોલવું નહિ. સમજાણું ને કંકુબહેન નારણે એક જ દિવસ શ્રદ્ધાપૂર્વક મહારાજનું વ્યાખ્યાન સાંભળ્યું ને આટલા નિયમ લીધા. પણ કેસરબા આટલા વર્ષોથી દરરોજ એકધારું વ્યાખ્યાન સાંભળતા હતા છતાં જીવનમાં સુધારો થયો ન હતે. કંકુબાઈને સમય ન હતું એટલે વ્યાખ્યાનમાંથી છેડી વહેલી ઉભી થઈ એટલે કેસરબા સમસમી ઉઠયા ને મનમાં બબડયા કે આ કંકુડીને કંઈ ખબર પડે છે? અધવચ ઉભી થઈને મારા ગુરૂનું ઘોર અપમાન કર્યું. હવે વ્યાખ્યાન પૂરું થાય ને ઘેર જાઉ એટલે એની બરાબર ખબર લઈ નાખું છું. વ્યાખ્યાન પૂરું થયું એટલે ક્રોધથી ધમધમતા કેસરબા ઘેર આવીને કહે છે કંકુડી ! તને કંઈ લાજ શરમ છે કે નહિં? તારે અધવચ ઉઠી જવું હતું તે શા માટે આવી ? કેસરબાએ તે કડવા વેણ કહેવામાં બાકી ન રાખ્યું પણ કંકુ તે શાંત રહી. એક શબ્દ ન બેલી કારણ કે એક દિવસ ફક્ત અડધે કલાક વ્યાખ્યાન સાંભળીને અંતરમાં ઉતારીને જીવનને શાંત અને ક્ષમાવાન બનાવ્યું હતું. જ્યારે કેસરબાએ ચાર ચાર મહિના સુધી એ જ ગુરૂનું વ્યાખ્યાન સાંભળ્યું હતું પણ જેમ ડામર રોડ ઉપર ગમે તેટલે વરસાદ પડે પણ બંધ થયે રોડ કોરે ને કેરે, તેમ કેસરબાનું હૃદય કેરું ને કેરું જ હતું. તે નિંદા-કુથલી કરવામાંથી ઉંચા જ ન આવે. એ નવરા પડે એટલે કંકુને ઘેર જઈને વાતને તડાકા મારે, કંકુને ટાઈમ ન હતે. એ તે એની પતિભક્તિ અને ઘરકાર્યમાં પરેવાયેલી હતી. એક વખત કેસરબા કંકુને ઘેર ગયા ત્યારે તે ચેખા છડતી હતી. ચેખા છડતા સાંબેલું ઉંચું કર્યું તે જ સમયે એના પતિએ પાણી માંગ્યું એટલે તરત જ સાંબેલું હતું તેમ છેડીને એના પતિને પાણી આપવા દોડી ગઈ. ત્યાં ઉંચું કરેલું સાંબેલુ અદ્ધર જ રહ્યું. જુઓ, આ કંકુના સતીત્વ અને પતિ ભક્તિને ચમત્કાર હતો, એને પતિ તે પાણી પીને દુકાને ગયો, અને કંકુ અદ્ધર રહેલા સાંબેલાને પકડીને પાછી ચેખા છડવા બેસી ગઈ, પણ કેસરબા તે આ ચમત્કાર જોઈને ચમકી ઉઠયા અને કંકુને મજાકમાં કહ્યું, તને આ ચમત્કાર શીખવનાર વળી કયા ગુરૂ મળી ગયા ! ત્યારે કંકુએ શાંતિથી કહ્યું કેસરબા! આ તે આપની કૃપાનું અમરફળ છે. આપ મને તે દિવસે ગુરૂની પાવન વાણીનું પાન કરવા લઈ ગયા હતા તેનું આ મધુર ફળ ભેગવી રહી છું. આ જોઈને કેસરબાના અંતરમાં આંચકે લાગ્યું કે અહો ! મેં તે પચાસ વર્ષ સુધી વાણી સાંભળી તે શું પાણીમાં ગઈ? ના...ના... એમ તે ન બને હું પણ એના જેવું કંઈક કરું તે મારું નામ કેસરબા સાચું. એ નિશ્ચય કરીને કેસરબા પિતાને ઘેર આવ્યા. “પતિને ધમકી આપતા કેસરબા - કેસર બા ઘેર આવીને એમના પતિને કહે છે તમે બજારમાંથી નવા ચેખા લઈ આવે, ત્યારે એમના પતિ કહે છે કે ઘરમાં તે ઘણુ ચોખા
SR No.023364
Book TitleSharda Suvas
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSudharma Gyanmandir
Publication Year
Total Pages1040
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy