SearchBrowseAboutContactDonate
Page Preview
Page 703
Loading...
Download File
Download File
Page Text
________________ १३८ શારદા સુવાસ વ્યાખ્યાન ન. ૬૮ ભાદરવા વદ ૧૩ ને શુક્રવાર તા. ૨૯-૯-૭૮ સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓ ને બહેને ! ભવસાગરમાં ડૂબતા જીવોને વિતરાગ પ્રભુના વચનામૃત આલંબન રૂપ છે. જે આત્માઓને ભવને ભય લાગે છે તેમને વીતરાગ પ્રભુના વચનામૃત રક્ષણ રૂપ દેખાય છે. તેમાં પણ અત્યારે આપણી પાસે તીર્થકર ભગવતે, કેવળજ્ઞાની ભગવંતે, પરમ અવધિજ્ઞાની કે નિર્મળ થતજ્ઞાની પુરૂષે પણ નથી. તેમની ગેરહાજરીમાં તે વીતરાગ પરમાત્માએ પ્રકાશેલું શ્રતજ્ઞાન જ જીવને મહાન ઉપકારી છે, આલંબન રૂપ અને તારનાર છે. માટે શ્રુતજ્ઞાન ઉપર શ્રદ્ધા કરે. એની ઉપેક્ષા કે અવજ્ઞા ન કરે, કારણ કે તેની અવજ્ઞા કે ઉપેક્ષા કરવાથી સમ્યગદર્શન કે સમ્યગુચારિત્ર ટકી શકતું નથી. કહ્યું છે ને સહ સમ ના જિનવચનમાં શંકા કરવાથી સમ્યફત્વને નાશ થાય છે માટે આપણી અલ્પબુદ્ધિના કારણે આપણને સમજાય કે ન સમજાય પણ આપણે જિનવચન પ્રત્યે આદર જ રાખવું જોઈએ, અને શ્રદ્ધાને પાયે મજબૂત રાખે જોઈએ. આપણે ચાલુ અધિકાર કૃષ્ણજીએ કાકાને કહ્યું હવે લગ્નની જછી તૈયારીઓ કરવી પડશે એટલે સમુદ્રવિજય રાજા, શીવાદેવી રાણી અને કૃષ્ણ વાસુદેવે નેમકુમારના લગ્નની જોરશોરથી તૈયારીઓ કરવા માંડી. દ્વારકા નગરી અનેક પ્રકારની વજાપતાકા અને તરણેથી શણગારવામાં આવી મંગલ વાજિંત્રે વાગવા લાગ્યા. કેમકુમાર શાંતિથી આ બધું જોયા કરે છે. એમને આ બાબતમાં કઈ રસ કે આનંદ નથી, એ સમયે કૃષ્ણની પટ્ટરાણીઓ આવીને કહે છે રંગીલા રેમકુમાર ! તમે શું શાંતિથી બેસી રહ્યા છે? હવે સારા વસ્ત્રાભૂષણે પહેરીને બધાની સાથે આનંદ વિનેદ કરે. અમારી દેરાણી આવશે પછી આમ બેસી નહિ રહેવાય. આમ નેમકુમારની મજાક ઉડાવે છે પણ કેમકુમાર મન રહે છે. શા માટે મૌન રહા તે વાત હું તમને સમજાવું. યાદવેને દુર્બસનેથી અટકાવવાની ભાવના”:- દ્વારકા નગરીમાં વસ્યા પછી યાદ કૃષ્ણવાસુદેવના અનુશાસનમાં રહીને દિનપ્રતિદિન ઉન્નતિની ટોચે પહોંચ્યા હતા. તેમની કીર્તિના ગૌરવને સૂર્ય મધ્યાહે તપી રહ્યો હતે. ધન, યશ, વૈભવ આદિ કેઈ પણ બાબતમાં તેમની બરાબરી કરનાર તે સમયમાં કેઈ ન હતું, પણ ઉન્નતિમાંથી અવનતિ અને અવનતિમાંથી ઉન્નતિ એ જગતને સ્વાભાવિક ક્રમ છે. આ ક્રમથી યાદ પણ બચ્યા નથી. તેમનામાં પણ અવનતિનું કારણ ઘર કરી ચૂક્યું હતું. કંઈક યાદવે જુગાર રમવે, શિકાર કર, દારૂ પીવે અને પરસ્ત્રીગમન કરવું એમાં જ પિતાના જીવનની સાર્થકતા માનવા લાગ્યા. દિવસે દિવસે આ દુર્વ્યસનેમાં તેઓ વધુ ને વધુ ફસાવા લાગ્યા. તેમાં પણ વિવાહ આદિ અવસરમાં તે હજારે ને લાખે પશુપક્ષોનો નિર્દયતાપૂર્વક સંહાર કરી
SR No.023364
Book TitleSharda Suvas
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSudharma Gyanmandir
Publication Year
Total Pages1040
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy