SearchBrowseAboutContactDonate
Page Preview
Page 694
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા સુવાસ १२८ કર્યા અને રામસેન સાથે સામંતની દીકરી પરણાવી ને જિનસેન સાથે મદનમાલતીને પરણાવી. બંને ઘૂંઘટમાં છે એટલે કેઈને ખબર નથી કે આ શું કપટબાજી રમાઈ છે? રાજાએ પિતાની પુત્રી મદનમાલતીને ખૂબ કરિયાવર કર્યો. બડી ધામધૂમથી તેના લગ્ન કર્યા ને જાનને વિદાય કરી. માધવસિંહ રાજા પણ જાનમાં આવેલા છે. તેમણે જિનસેનકુમારને કહ્યું તમે વળતી વખતે મારી પુત્રીને પરણવાનું વચન આપ્યું છે માટે આવવું જ પડશે. રાજા ખૂબ આગ્રહ કરીને ચંપાપુર લઈ ગયા ને ધામધૂમથી પિતાની કુંવરી ચંપકમાલાને જિનસેન સાથે પરણાવી ને તેને ખૂબ કરિયાવર કર્યો. આખી ચંપાપુરની જનતા બે મોઢે જિનસેનકુમારની પ્રશંસા કરવા લાગી કે શું જિનસેનકુમાર છે! આપણે કુંવરીને એનાથી સવા વર મળે. જિનસેનકુમારને પણ ખૂબ આનંદ થયે. જિનસેનકુમારનો ઠાઠમાઠ અને માનપાન, એનો કરિયાવર બધું જોઈને રામસેન મનમાં સમજી ગયે કે મને જે કન્યા પરણાવી છે તે રાજાની કુંવરી નથી. મદનમાવતી તે જિનસેનકુમારને પરણાવી છે. મારી સાથે બીજી કન્યા પરણાવી છે છતાં મારા ભાઈના પ્રતાપે મારી લાજ રહી છે ને મને રાજાએ બીજી કન્યા પરણાવી. જે એ જાનમાં ન આવ્યા હતા તે લીલા તેણે કુંવારા પાછા આવવું પડત તે મારી આબરૂ શું રહેત? ભાઈ તે બહુ ગુણયલ છે પણ મારી માતાએ આગળ પાછળને કઈ વિચાર કર્યા વિના કપટ કર્યું છે. આ રીતે રામસેન જિનસેનનો ઉપકાર માનવા લાગે. ચંપાપુરથી જાન રવાના થઈને કંચનપુર આવી. કુંવરજી પરણીને આવ્યા છે તે જાણીને પ્રજાજને તેમને વધાવવા ઉમટયા. નગર બહાર આવીને બંને કુમારોને જોયા. પરણવા તે રામસેનકુમાર ગયે હતું ને જિનસેન બે કન્યાઓને પરણીને આવે છે ને રામસેન તે એક કન્યાને પર છે ને તે પણ રાજકુમારી જેવી દેખાતી નથી. આ બધું શું ? કેટલાક માણસોએ જાનમાં ગયેલા માણસને પૂછયું કે આ બધું શું બન્યું છે એટલે માણસેએ સત્ય હકીકત કહી. રત્નાવતીની દાસીઓ પણ આવી હતી. તે જિનસેનના પરાક્રમની વાત સાંભળીને ઈષ્યની આગથી જલી ઉઠી અને રડતી રડતી રત્નાવતીની પાસે આવીને બધી વાત કહી તેથી રનવતીને પણ ખૂબ દુઃખ થયું ને બેલવા લાગી કે હું તે જિનસેનને મોકલવામાં બિલકુલ રાજી ન હતી પણ આ પ્રધાન અને પ્રજાજનો બધા રીસાઈને બેઠા એટલે મેકલ પડ્યો, ત્યારે મારા દીકરાની આ દશા થઈ ને? પણ વિચાર નથી કરતી કે મારા હાલમાં કેટલું મીઠું છે ! હવે જિનસેન અને રામસેનનું સામૈયું થશે, બંને કંચનપુરમાં પ્રવેશ કરશે, રત્નાવતીને કેવી ઈર્ષ્યા આવશે ને શું બનશે તેના ભાવ અવસરે. વ્યાખ્યાન ન- ૬૭ ભાદરવા વદ ૧૨ ને ગુરૂવાર તા. ૨૮-૯-૭૮ સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓ ને બહેને ! અનંતજ્ઞાની, વિશ્વની વિરલ વિભૂતિ,
SR No.023364
Book TitleSharda Suvas
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSudharma Gyanmandir
Publication Year
Total Pages1040
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy