SearchBrowseAboutContactDonate
Page Preview
Page 677
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા સુવાસ તે જ અમે બધા જઈશું. હવે શું થાય? રત્નાવતીને જવું જ પડે ને? ઘણું જવું નથી પણ ન છૂટકે ગરજે જવું પડયું. રનવતી બગીચામાં આવીને જિનસેનાના ચરણમાં મસ્તક મૂકીને કહે છે મોટા બહેન! આપણા કુંવર રામસેનના લગ્ન છે તે પ્રસંગે હું આપને આમંત્રણ દેવા માટે આવી છું. તે આપ અને જિનસેનકુમાર બંને પધારે! મેટા બહેન! તમે તે ગુણના ભંડાર છે, વડીલ છે. હું નાની છું, મારામાં ઘણું અવગુણ છે. આપ મારા અવગુણ સામું નહિ જોતાં જહદી પધારો અને લગ્નની શોભામાં અભિવૃદ્ધિ કરે. આપને આવ્યા વિના ચાલશે જ નહિ. મહેલ વિગેરે બધું તમારું છે. ચલે બહેન મહલા માઈ, ખેંચનમેં નહિ સાર, બૈર્યવત હે તુમ ભારી, વિપદ સહિ અપાર, બહેન ! તમે બહુ કષ્ટ સહન કર્યા છે. તમે ગર્ભવતા હતા ને રાજાએ જંગલમાં મેલી દીધા છે. તમારી ધીરજને પાર નથી. મેટીબહેન ! તમે હવે જલ્દી પધારે. આ સમયે જિનસેના રાણી કહે છે બહેન ! તારો આગ્રહ ખૂબ છે પણ મને પતિએ આ બગીચામાં મોકલી છે. આટલા વર્ષો વીતી ગયા પણ કદી મારી ખબર લીધી નથી, માટે એમની આજ્ઞા વિના હું મહેલમાં નહિ આવું. જેવી રીતે મહારાજાએ મને વગડામાં એકલી છે તેવી રીતે મને મહેલમાં બેલાવશે તે જ હું આવીશ. તે સિવાય હું મહેલમાં નહિ આવું પણ જિનસેનકુમારની મરજી હોય તે તમે તેને ખુશીથી લઈ જાઓ. તેમાં મારી બીલકુલ ન નથી. રનવતી કહે છે મેટી બહેન ! તમે આવ્યા હતા તે મારા માથે ભાર ન રહેત. તમે બેઠા મને શું ચિંતા હોય ! તમે આવવાની ના પાડે છે. તેથી મને ખૂબ દુખ થાય છે. જુઓ, બેટા માણસોને કેવું મીઠું મીઠું બેલતાં આવડે છે! જિનસેનકુમારને કહ્યું બેટા જિનસેન ! તું જલદી તૈયાર થઈ જા. તારા ભાઈના લગ્નમાં તારે આગેવાન બનીને જવાનું છે, હવે જિનસેનકુમાર રામસેનકુમારની જાનમાં જશે ને શું બનશે તેના ભાવ અવસરે. (તા. ૨૪મીને સંઘ દર્શન યાત્રામાં જવાનું હોવાથી વ્યાખ્યાન બંધ છે) વ્યાખ્યાન નં. ૬૫ ભાદરવા વદ ૧૦ ને મંગળવાર તા. ૨૬-૯–૮ * સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓ ને બહેને ! અનંતજ્ઞાની, લેક્ય પ્રકાશક, શાસનપતિ, તીર્થકર ભગવતેએ જગતના જીવોના ઉદ્ધાર માટે સિદ્ધાંત વાણીની પ્રરૂપણું કરી. જેને ભગવાનની વાણી ઉપર શ્રદ્ધા થાય તેના અનંત જન્મના કર્મોના કચરા સાફ થઈ જાય,
SR No.023364
Book TitleSharda Suvas
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSudharma Gyanmandir
Publication Year
Total Pages1040
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy