SearchBrowseAboutContactDonate
Page Preview
Page 670
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૦૫ શારદા સુવાસ રહીએ છીએ. અમે ભૂખ્યા છીએ કે તરસ્યા છીએ અમારી કેણુ ખબર લેનાર છે ! કે અયારે તમે ખેલાવવા આવ્યા છે ? રત્નવતીને કહી દેજો કે એને સો વાર ગરજ હાય તા ખેલવવા આવે. મારા દીકરા કઇ વધારાના નથી કે તરત માકલી દઉં. આ પ્રમાણે જિનસેના રાણીએ પ્રધાનને સારૂં શબ્દોમાં કહી દીધુ. એટલે બધા રત્નવતી રાણી પાસે આવ્યા ને કહ્યું કે મહારાણી ! આપના રામસેનકુમારને સારી રીતે પરણાવવા હાય તા તમે જિનસેના રાણી પાસે જાએ તે તેમને મનાવા. તમારા ગયા વિના એ માને તેમ નથી. એ તે જિનસેનકુમારને મેકલવાની ચાખ્ખી ના પાડે છે. નવતી તે અભિમાનથી ભરેલી હતી. એ તે પહેલેથી કોઇને નમતી નથી. એ જિનસેનાને નમતી કેવી રીતે જાય ? એને જિનસેના રાણી અને જિનસેનકુમારને મનાવવા જવાનુ બિલકુ? મન નથી, પણુ ગરજે ગધેડાને બાપ કહેવા પડે તેમ રત્નવતી મન વગર કેવી રીતે મનાવવા જશે.ને શુ બનશે તેના ભાવ અવસરે કહેવાશે. વ્યાખ્યાન ન. ૪ ભાદરવા વદ ૭ને શનિવાર તા. ૨૩–૯–૭૮ સુજ્ઞ બંધુએ, સુશીલ માતા ને બહેના ! આપણે બાવીસમા અધ્યયનને અધિકાર ચાલે છે. ગઈ કાલે ચાર પટ્ટરાણીઓએ તેમકુમારને શું શું કહ્યું તે વાત કરી હતી. હવે બાકીની ચાર પટ્ટરાણીએ શુ' કહે છે તે વાત આજે કરીએ. પાંચમી પટ્ટરાણી ગાંધારી કહે છે દિયરજી ! તમે આ શુ લઈ બેઠા છે કે મારે પરણવું નથી. પરણ્યા વિના તે કઇ ચાલતું હશે! મારી વાત સાંભળેા, संसारयात्रा शुभ संग सार्थ, पर्वात्सवा वेश्यविवाह कृत्यम् । उद्या लीला कमला विलासहः, शोभन्त विनाऽङ्गनां नो ॥ લાડકા દિયરીયા ! તમે તે અમને સાવ ભેાળા લાગેા છે, પણ સ'સારનુ` કા` આવા ભેાળપણથી ચાલતું નથી. સંસારમાં દૈયા, દાન વિગેરે શુભ કાર્યં કરવા, સૌના સંગમાં રહેવુ, પf-તહેવારને ઉજવવા, ઉત્સવા કરવા વિગેરે કાર્ય સ્ત્રી વિના સુંદર લાગતા નથી. આથી જીવનમાં ઘરની શેાભારૂપ ઔ હાવી જોઈએ. સ્ત્રી વિના ઘર શાભતું નથી. વિવાહ, ઉત્સાહ વિગેરે પ્રસ ંગે માં સ્ત્રી સાથે હોય તે આનંદ આવે છે. ઉપવનની ક્રીડા પણ સ્ત્રી વિના શેાભતી નથી તેમજ લક્ષ્મીના આનંદ અને વિલાસ પણ સ્રી વિના મળી શકતા નથી, અર્થાત્ સ્ત્રી વિના લક્ષ્મી પણ ફિક્કી લાગે છે. છઠ્ઠી ગૌરી પટ્ટરાણી કહે છે દિયરજી ! તમારું આ ઉદાસીનપણુ જોઇને અમને તે
SR No.023364
Book TitleSharda Suvas
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSudharma Gyanmandir
Publication Year
Total Pages1040
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy