SearchBrowseAboutContactDonate
Page Preview
Page 666
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા સુવાસ દેરાણી વિના તમે સૂતા લાગે છે. દેરાણી હોય તે કેવા શૈભી ઉઠે! જુઓ, આ વૃક્ષ પણ કયારે શેભે છે? ફળ, ફૂલ અને પાંદડા હોય ત્યારે ફળ, ફૂલ અને પાંદડા વિનાનું ઝાડ ઠુંઠું લાગે છે તેમ સ્ત્રી વિનાને પુરૂષ ઠુંઠા ઝાડ જેવો લાગે છે. આ રીતે કૃણજીની રાણીઓ નેમકુમારની મજાક ઉડાવવા લાગી. કૃષ્ણપ્રભુની સો નારીઓ, એ છે પૂરી કામણગારી, વિવાહની વાત કરીને, મન ડેલાવવા લાગી....મન...(૨) કૃષ્ણજીની રાણીઓએ નેમકુમારને અનેક પ્રકારના હાસ્ય અને મેહભર્યા વચનેથી પીગળાવવાના પ્રયત્ન કર્યો, પણ નેમકુમાર આ બાબતમાં નિશ્ચલ રહ્યા. જેનામાં કામવિકારને ઘેડે ઘણે પણ અંશ હોય તે જ આવી બાબતેમાં વિચલિત બને છે પણ આ તે મેરૂની જેમ અડેલ હતા એટલે એમના મનમાં વિકારનો અંકુર ફૂટતું નથી. એ તે નિર્વિકારપણે વસંત્સવની લીલા જેવા લાગ્યા. આવા મોહભર્યા વાતાવરણમાં નેમકુમારના મનને નિર્વિકાર જોઈને કૃષ્ણજીને ખૂબ આશ્ચર્ય થયું. વસંતેત્સવ પૂરો થતાં સૌ રૈવતગિરિ ઉપરથી પાછા ફર્યા. સમય જતાં પાછા ફરીને કૃષ્ણવાસુદેવ વનકીડા અને જળ. ક્રિીડા કરવા માટે પિતાની રાણીઓની સાથે કેમકુમારને લઈને રૈવતગિરિ ઉપર ગયા. ત્યાં પણુ અરિષ્ટનેમિકુમાર નિર્વિકારપણે વનકીડા અને જલક્રીડા જેવા લાગ્યા. આ સમયે અવસર જોઈને રૂમણું તથા સત્યભામા આદિ આઠે પટ્ટરાણીએ નેમકુમારને ફરતી વીંટળાઈ વળી. તેમાં સૌથી પ્રથમ રૂક્ષમણીજી નેમકુમારની પાસે આવીને બોલ્યા. હે લાડકા દિયરીયા! તમે શું ચિંતામાં પડયા છે? આટલા બધા આનંદ અને ઉત્સવમાં તમે મીન લઈને કેમ બેઠા છે? મને તે લાગે છે કે તમારા મનમાં એમ થતું હશે કે આ બધા મને પરણવાનું કહે છે પણ હું પરણીને નવવધૂને નિર્વાહ કેવી રીતે કરી શકીશ? તેની તમને ચિંતા થતી લાગે છે. તેથી તમે પરણવાની ના પાડે છે પણ તમારે આ વિચાર અમને એગ્ય લાગતું નથી. કારણ કે તમારા ભાઈ તે મહાન સમર્થ પુરૂષ છે. તે તમારી નવવધૂને નિવાહ કરશે. જેમાં બત્રીસ હજાર સ્ત્રીઓને નભાવે છે તે શું તમારી નવવધૂને નહિ નિભાવે ? તમે આવી ચિંતા શા માટે કરે છે? એ ચિંતા છેડીને લગ્ન કરવાની હા પાડે. ત્યાં સત્યભામાં કહે છે. ऋषभ मुख्य जीनाः करपीडन, विदधिरे दधिरे च महीशताम् । बुभुजीरे विषयानुदभावयन, मुतनान शिवमप्यथलेभिरे । त्वमसि किनु नवोऽद्य शिवगमी, भशमरिष्टकुमार विचाराय । कलय देवर ! चारुगृहस्थतां, रचयबन्धू मनस्स् च सुस्थताम् ॥ સત્યભામાએ ટેણે મારતા નેમમારને કહ્યું અહે દિયર ! તમે જ એક નવા
SR No.023364
Book TitleSharda Suvas
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSudharma Gyanmandir
Publication Year
Total Pages1040
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy