SearchBrowseAboutContactDonate
Page Preview
Page 656
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા સુવાસ ૫૯૧ નથી. પ્રધાન અને બીજા મંત્રીએ ભેગા થઈને વિચાર કર્યો કે જિનસેનકુમારને આગેવાન બનાવીએ. જે તે આગેવાન થાય તે ચિંતા નહિ તે એકલે બધાને પહોંચી વળે તેમ છે, માટે આપણે બધા રાણીસાહેબને વાત કરીએ. જે રાણીસાહેબ જિનસેનને જાનમાં લઈ જવાની ના પાડે તે આપણે આબરૂના કાંકરા કરવા જાનમાં જવું નથી. આ નિર્ણય કર્યો. આ તરફ રત્નાવતી રાણીને જલ્દી સાસુ બનવાના કેડ જાગ્યા છે એટલે પ્રધાનને કહે છે કે આપણું રામસેનકુમારના લગ્ન માટે જલદી જાનની તૈયારી કરે, હવે પ્રધાન તેમજ સામંતે બધા રાણીને શું કહેશે તેના ભાવ અવસરે કહેવાશે. વ્યાખ્યાન નં. ૬૨ ભાદરવા વદ ૫ ને ગુરૂવાર તા. ૨૧-૯-૭૮ સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓ ને બહેને! અનંતજ્ઞાની, શાસનપતિ, ચરમ તીર્થંકર, મહાવીર પ્રભુના મુખમાંથી ઝરેલી શાશ્વતી વાણી તેનું નામ સિદ્ધાંત. મનુષ્ય ભવ પામીને જેટલું બને તેટલું વધુ શાસ્ત્રનું શ્રવણ કરી લેવું જોઈએ. બધા અવસર મળશે પણ આ અવસર વારંવાર નહિ મળે, કારણ કે શાસ્ત્રસિદ્ધાંતનું વાંચન કરીને આત્મકલ્યાણ કરવા માટે આપણને મોટામાં મોટી મનુષ્ય જન્મની સંપદા મળી છે પણ જીવને તેની કિંમત સમજાઈ નથી. જે જીવને મનુષ્ય જન્મની કિંમત સમજાણું હેત તે એ વિચાર કરત કે મને આ બહુ મૂલ્યવાન રત મળેલ છે તે હવે કાંકરાને બદલે આ રન આપી દેવાની મૂર્ખતા શા માટે કરું છું ? જે તમે મનુષ્યભવરૂપી રનની કિંમત સમજતા હે તે એક પણ ક્ષણ નકામી વ્યર્થ ન જવા દેતા. પરમાત્માની ભક્તિમાં, ધર્મારાધના કરવામાં સમયને સદુપયોગ કરે તે મનુષ્યભવરૂપી રત્નની કિંમત અંકાશે. આ સંસારમાં કાલ્પનિક અને વાસ્તવિક એમ બે પ્રકારના પદાર્થો છે. વાસ્તવિક પદાર્થ ન હોય તે પણ એ વિષે કલ્પના કરવામાં આવે એ અજ્ઞાન છે. અજ્ઞાનને લીધે કરવામાં આવતી કલ્પના મુશ્કેલીમાં મૂકી દે છે. કાલ્પનિક પદાર્થ અને વાસ્તવિક પદાર્થ બંને જુદા હોય છે. જ્યાં સુધી વાસ્તવિક પદાર્થ જેવામાં નથી આવતા ત્યાં સુધી કલ્પનાનું અજ્ઞાન મટી શકતું નથી. જેમ કે તમે કઈ દિવસ છીપ જોઈ અને એ છીપમાં ચાંદીની કલ્પના કરી પણ જ્યારે એ છીપની પાસે જઈને જોયું અને તે છીપ છે એમ ખાત્રી થઈ ત્યારે જ તે ચાંદી નહિ પણ છીપ છે એમ સમજી શક્યા. છીપમાં જેમ ચાંદીની કલ્પના કરવામાં આવે છે તેમ અજ્ઞાની છે સંસારના ભૌતિક સુખમાં સાચા સુખની કલ્પના કરે છે પણ તે સાચું સુખ નથી. આવી કલ્પનાને છોડે અને પરમાત્માના ગુણ અને નામસ્મરણમાં એકતાન બને અને પરમાત્મ સ્વરૂપ બની જાઓ. તે સમયે વિચાર થશે કે નાક, કાન અને શરીર છે તે હું નથી. હું તે અનંતશક્તિને સ્વામી આત્મા છું.
SR No.023364
Book TitleSharda Suvas
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSudharma Gyanmandir
Publication Year
Total Pages1040
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy