SearchBrowseAboutContactDonate
Page Preview
Page 648
Loading...
Download File
Download File
Page Text
________________ શારદે સુવાસ કહે છે જાગૃતિ જ દિવસ છે, પછી ભલે તે સમયે મધરાતની મહાશાંતિ વ્યાપેલી હોય કે મધ્યાન્ડને સૂર્ય તપતે હોય ! મહાન પુરૂષે રાત અને પ્રભાતની વ્યાખ્યા આ રીતે કરે છે ને જાગૃત બનીને પિતાનું કાર્ય સાધી લે છે. કહ્યું છે ને કે “જા નિરા સર્વભૂતાનાં, રહ્યાં જ્ઞાત્તિ વંશમી”. આ વિશ્વમાં દષ્ટિ કરીશું તે એક વાત દીવા જેવી સ્પષ્ટ જણાઈ આવશે કે જ્યાં જ્યાં ગી લેકે જાગૃત છે ત્યાં ત્યાં સંસારી સુષુપ્ત છે, અને જ્યાં જ્યાં સંસારી છે જાગૃત છે ત્યાં ત્યાં યોગીઓ સુષમ છે. કંચન, કામિની, કાયા, કુટુંબ અને કીતિ આ પાંચ કકકાની કૃપા મેળવવા માટે બધા સંસારી જ દિવસે તે જાગે જ છે પણ મધરાત સુધી શાંતિથી સૂતા નથી, જ્યારે સંયમી પુરૂષે આ કક્કાની સાથે આંખની પણ ઓળખાણ ન હોય તે રીતે બેફીકર બનીને ઉંઘતા હોય છે. અક્રોધી, અમાની, અમાયી અને અલભીના અનંત ઐશ્વર્યાને પામવા સંયમી નિરાત જાગૃત રહે છે જ્યારે આ ઐશ્વર્યાનું નામ પડતાં સંસારીની આંખે નિદ્રથી ઘેરાવા લાગે છે. સંયમી આત્માઓની આવી જાગૃતિની જેડ જગતમાં જડવી મુશ્કેલ છે ત્યારે સંસારીની આ સુષુપ્તિની સરખામણી મળવી પણ સહેલી નથી. સંસારી જી પાપ અને સ્વાર્થમાં ખૂબ જાગૃત છે અને પરમાર્થને તે એ વાત માને છે જ્યારે સંયમી પરમાર્થ અને સકર્મમાં જાગૃત રહે છે. યોગી, ત્યાગી, સંયમી આત્માઓની જાગૃતિ એવી અદભૂત હોય છે કે તેઓ પ્રકાશમાંથી વધુ ને વધુ પ્રકાશ તરફ આગેકૂચ કરતા રહે છે ત્યારે સંસારી જીની સુષુપ્તિ એવી ભયંકર છે કે તે અંધારામાંથી વધુ અંધારા તરફ જીવને ખેંચી જાય છે. અંધકારની અવિરત અથડામણમાં લાગેલા ઘાને રૂઝવવા હોય તે પ્રકાશના પંથે જવું હોય તે હવેથી આત્માએ યુગયુગના અવળા ગણિતને સવળું કરવું પડશે અને પિતાની જાગૃતિને સુષુપ્તિ અને સંયમીની સુષુપ્તિને જાગૃતિ સમજવી પડશે. મહાન પુરૂષે જાગૃતિના ઝણકારે જીવનને ઉન્નત બનાવી ગયા છે. જાગૃતિના ઝણકારે જીવનને ઉન્નત બનાવનાર નેમનાથ ભગવાનને અધિકાર ચાલે છે. નેમકુમાર સમુદ્રવિજય રાજા અને શીવાદેવી રાણીના લાડીલા નંદ હતા અને કૃષ્ણ સમુદ્રવિજ્ય રાજાના સૌથી નાના ભાઈ વસુદેવ રાજા અને દેવકી માતાના લાડકવાયા પુત્ર હતા. તેમાં નેમકુમાર તીર્થંકર નાર્મ કર્મ બાંધીને આવેલા છે અને કૃષ્ણ વાસુદેવ વાસુદેવની પદવી પામેલા હતા. એક જ કુટુંબમાં બંને બળીયા પુરૂને જન્મ થયે છે પણ એક આત્માને રાજયલક્ષ્મીને મડ છે. જ્યારે બીજો આત્મા જાગૃત, વિવેકી અને જ્ઞાની છે. તેને રાજ્યલક્ષમીનો બિલકુલ મોહ નથી. જ્ઞાની પુરૂષને ગમે તેટલી ભૌતિક સંપત્તિ મળે તેમાં તે રાજી થતા નથી પણ એને ત્યાગ કરવામાં આનંદ માને છે. જે જડ-ચેતનના ભેદ સમજાવીને તેમાંથી મુક્તિ અપાવે તે સાચું જ્ઞાન છે.
SR No.023364
Book TitleSharda Suvas
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSudharma Gyanmandir
Publication Year
Total Pages1040
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy