SearchBrowseAboutContactDonate
Page Preview
Page 641
Loading...
Download File
Download File
Page Text
________________ "પ૭૬ શારદા સુવાસ ચિંતા કરવાથી આત્મા વિકૃત બને છે, વિકારને ભાગી બને છે, આ વિકાસ અને વિકારને કારણે જીવન સારું અને ખરાબ બને છે, અને એના ઉપર પહેલેકને આધાર રહે છે. આમ તે તમે કહે છે ને કે ચિંતા વિનાને માણસ મૂર્ખ છે. દરેક મનુષ્યને ચિંતા તે હોવી જ જોઈએ. તે એ ઉપરથી સમજી શકાય છે કે ચિંતા સારી હોવી જોઈએ, કારણ કે સારી ચિંતા છવને ચાનક લગાડે છે, ઉદ્યમી બનાવે છે ને ઉર્ધ્વગામી બનાવે છે. સારી ચિંતા આત્માનું ઘડતર કરે છે અને તેવા વિચાર, વાણી અને વર્તનને પ્રવર્તાવે છે. માનવને પશુ કરતાં ઉચ્ચ કોટીનું મન મળ્યું છે. તેમાં પણ આર્યદેશ, ઉત્તમકુળ અને ઉત્તમ દેવ-ગુરૂ અને ધર્મના સંયે. ગવાળે જન્મ મળે છે એટલે સારી ચિંતા જ કરવાની. સારી ચિંતા વધારવાની અને તેને ટકાવી રાખવાની આ અમૂલ્ય તક છે. આ તકને જે મનુષ્ય ઝડપી લેશે તે મહાન ઉન્નતિ અને વિકાસ સાધી શકશે અને ખરાબ ચિંતા કરશે તે ભવચક્રમાં ભ્રમણ કરીને અધોગતિમાં જવું પડશે. માણસ જીવનમાં હલકી ચિંતાઓ કરી કરીને કુસંસ્કારને પાયે મજબૂત બનાવે છે, પછી અંતિમ સમયે મહાદુર્દશા ભેગવે છે, અને પરભવમાં તે પૂછવું જ શું? માટે હલકી ચિંતા છેડે ને સારી ચિંતા કરે. સારી ચિંતા એટલે કઈ ચિંતા તે તમે જાણે છે? આત્મચિંતા એ સારી-ઉત્તમ ચિંતા છે. આત્મચિંતા એટલે ભવભવમાં ભટકી રહેલા અને અત્યારે કાયાની કેદમાં પૂરાયેલા પિતાના આત્માની ભારે ચિંતા હતી અને ભવિષ્યની સ્થિતિ કેમ સારી બને એ માટે ખબરદાર રહેવું તે. આત્માની જાગૃતિ રાખવા માટે શરીરની ચિંતા, પૈસા ટકા, વિષય સુખ અને પરની ચિંતા ઓછી કરવી પડશે, તે જ આત્મચિંતા કરી શકાશે. આત્મચિંતા એટલે બસ આત્મચિંતા. મારે આત્મા એ જ મારે મુખ્ય સંભાળવાની વસ્તુ છે, બાકી બીજું બધું આત્માની પછી છે. આવો વિવેક જાગૃત રાખવો પડશે. આમચિંતામાં મસ્ત રહેનાર એક મંત્રીનું દષ્ટાંત યાદ આવે છે. એક રાજ્યમાં રાજા મરણ પામ્યા છે એટલે રાષ્ટ્ર રાજ્યને વહીવટ સંભાળે છે. એક વખત કેઈ દુશમન રાજા રાજય ઉપર ચઢી આવ્યો. એની સામે લડવા જવાને પ્રસંગ આવ્યો. લડવા માટે રાણી અને મંત્રી સૈન્ય લઈને યુદ્ધભૂમિ ઉપર પહોંચી ગયા. સવારે સૂર્યોદય પછી યુદ્ધ શરૂ થવાનું છે, મંત્રી પરેઢીયે તંબુમાં બેસીને પ્રતિક્રમણ કરે છે. જ્યાં માથા ઉપર ભારે ચિંતા હય, જ્યાં માનવસંહારની ક્રિયા થવાની છે, જ્યાં બીજાઓ યુદ્ધની ધમાલમાં છે ત્યાં મંત્રીની આત્મચિંતા કેટલી સજાગ હશે કે યુદ્ધભૂમિમાં પણ પ્રતિક્રમણ કરવા બેસી ગયા. પાછું એનું પ્રતિક્રમણ પણ કેવું ? યત્નાપૂર્વક બધી ક્રિયા કરે છે. જ્યાં વંદણું કરવાની આવે ત્યાં ગુચ્છાથી બધી જગ્યા પૂંજે છે. આ બધી જીવરક્ષાપૂર્વકની પ્રતિક્રમણની ક્રિયા જઈને બીજા સેનાપતિ, સૈનિકે વિગેરેના મનમાં થયું કે આ મંત્રી શું લડી શકશે ?
SR No.023364
Book TitleSharda Suvas
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSudharma Gyanmandir
Publication Year
Total Pages1040
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy