SearchBrowseAboutContactDonate
Page Preview
Page 627
Loading...
Download File
Download File
Page Text
________________ ५९२ શારદા સુવાસ હવે આપણી મૂળ વાત ઉપર આવીએ. જેમકુમારને વર્ણ શ્યામ હતું પણ એમને આત્મા ઉજજવળ હતું. તેમના શરીરનું સંઘયણ અને સંડાણ કેવું હતું તે બતાવતાં કહે છે – वज्जरिसह संघयणो, समचउरंसेा झसायरो । तस्स राइमई कण्णं, भज्ज जाइय केसवो ॥ ६॥ નેમકુમાર વજwષભનારા સંઘયણવાળા હતા. વિજાષભનારાચં સંઘયણ કોને કહેવાય? ખીલાના આકારને હાડકાનું નામ જ છે. પટ્ટાકાર હાડકાનું નામ ઋષભ છે ને ઉભયત: મર્કટબંધનું નામ નારા છે. તેનાથી શરીરની જે રચના થાય છે તેનું નામ વજત્રાષભનારાચ સંઘયણ છે. તીર્થકર ભગવાનને હંમેશાં વજષભનાચ સંઘયણ હોય છે. આ સંઘયણવાળા ગમે તેટલા ઉંચેથી પડી જાય તો પણ તેમના હાડકામાં તીરાડ પડતી નથી. તેમના ઉપરથી ગાડી પસાર થઈ જાય તે પણ તેમના શરીરને આંચ આવતી નથી. આપણે તે બે ત્રણ પગથીયેથી પડી જઈએ તે હાડકામાં ફેકચર થઈ જાય છે. એવું આપણું શરીર તકલાદી છે. આ નેમનાથ ભગવાનનું સમચઉરસ સંડાણ હતું. “રમત રમતા આત્મચિંતન કરતા નેમકુમાર”:- આવા નેમકુમાર અનુક્રમે બાળપણ વીતાવીને યુવાન થવા આવ્યા, પણ બધાયથી તે જુદા પડે છે. બધા છોકરાઓ રમત કરતા હોય, ગમ્મત કરતા હોય, ઠઠ્ઠા મશ્કરી અને મસ્તી કરતા હોય ત્યારે નેમકુમાર તે એકાંતમાં બેસીને આત્માનું ચિંતન કરતા હોય. સંસારના સુખે પ્રત્યે ઉદાસીનતા હતી. જેમ કાંકરાના ઢગલામાં રન અલગ પડે છે, તારાઓના સમુહમાં ચંદ્ર જુદે પડે છે તેમ આ નેમકુમાર બધા બાળકોમાં અલગ પડતા હતા. તેમને સરખે સરખા છોકરાઓ તેમને બગીચામાં ફરવા કે સરેવર કિનારે જળકીડા કરવા માટે આવવાનું કહેતા. તેમને જવું ગમતું ન હતું, પણ શીવાદેવી માતા તેમને પરાણે મેકવતા ત્યારે એ જતા ખરા પણ એક જગ્યાએ જઈને બેસી જતા. બધા છોકરાઓને જળક્રીડા કરતા જોઈને વિચાર કરતા કે આ લેકે અપકાયના જીવની કેટલી હિંસા કરે છે ! આમાં શું આનંદ ! એવી એમને કરૂણા હતી. ભગવાન તે બાળપણથી જ્ઞાની હતા એટલે એમને આ બધું શીખવાની જરૂર ન પડે. પાણીના એક બિંદુમાં અસંખ્યાતા જીવો રહેલા છે. તમને ઘણી વખત કહ્યું પણ પાણીને વપરાશ ઓછો કરે છે? ભગવાનની આજ્ઞામાં વર્તનારા સંતે પિતાના પ્રાણનું બલીદાન આપીને પણ બધા ની દયા પાળે છે. જેમકુમાર સંસારમાં વિરક્ત ભાવથી રહેતા હતા. જે અનાસક્ત ભાવથી રહે છે તેને કર્મબંધન ઓછું થાય છે ને જે આસક્ત ભાવથી સંસારના ભેગવિલાસમાં રપ રહે છે તેને કર્મબંધન વધારે થાય છે. જેમકુમાર સંસારના કેઈપણ કાર્યમાં ભાગ લેતા નથી. કદાચ ભાગ લે પડે છે તે પણ અનિચ્છાએ લે છે, તેથી માતા-પિતાના મનમાં ચિંતા
SR No.023364
Book TitleSharda Suvas
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSudharma Gyanmandir
Publication Year
Total Pages1040
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy