________________
શારદા સુવાસ
પિપ સુખ મેળવવા માટે દુઃખના ડુંગરા ને ડુંગરા ઉધી જાય છે, છતાં અંતે એ નાસીપાસ થાય છે. એના અંતરમાં નિરાશા જ ડેકિયા કરતી હોય છે. આનું કારણ શું? એની ચાલમાં ગતિ છે, પ્રગતિ નથી. વિચાર કરે કે ગતિ તે બળદ, ગાય, ભેંશ વિગેરે પશુઓ પાસે પણ કયાં નથી? જડયંત્રથી ચાલતાં ઘડિયાળના કાંટા પાસે પણ ગતિ તે છે, પણ એથી શું વળ્યું ? જ્યાંથી નીકળ્યા ત્યાંને ત્યાં અંતે આવીને ઉભું રહેવાનું કે બીજું કંઈ ?
ઘડિયાળના કાંટા સતત ગતિ કર્યા કરે છે. એ નથી જોતા રાત કે નથી જોતા દિવસ, નથી જેતે તડકે કે નથી જેતે છાંયડે, નથી જેતે શિયાળે, ઉનાળે કે ચોમાસું. બસ એ તે રાત દિવસ ફર્યા જ કરે છે. આટલું ફરવા છતાં, આટલી બધી ગતિ કરવા છતાં બરાબર બાર વાગે નજર નાંખે તે એ હતા ત્યાં ને ત્યાં દેખાશે, માનવનું જીવન પણ આજે લગભગ ઘડિયાળના કાંટા જેવું બની ગયું છે. સતત ગતિ કરવા છતાં એક પગલાભર પણ પ્રગતિ દેખાતી નથી, પણ એમાં માનવને દેષ નથી. દેષ છે એ જે કિનારા પર બેઠેલે છે એ મમત્વના કિનારાને. એ મમત્વને કિનારે એ વર્તુળાકારે ગોઠવાયેલે છે કે એમાં માનવ ફરી ફરીને જ્યાં હતું ત્યાં ને ત્યાંજ આવીને ઉભો રહે છે. ભલે એ ઇગ્લેન્ડ, અમેરિકા, આફ્રિકા, યુરોપ, જાપાન, જર્મની જાય પણ અંતે ફરી ફરીને બધું ભેગું કરીને
જ્યાં એનું પોતાનું વતન હશે, ઘર હશે, પુત્ર પરિવાર બધું હશે ત્યાં જ આવીને ઉભે રહે છે, કારણ કે એ મમત્વના કિનારામાં એવું ચુંબકીય તત્વ રહેલું છે કે જે લેહ જેવા ભારે માણસને પણ એ ગમે ત્યાંથી પિતાના તરફ ખેંચી લાવે છે.
માનવ જ્યારે મહત્વના કિનારેથી કૂદકે મારી એના વર્તુળથી બહાર નીકળીને સમત્વના સોનેરી કિનારે આવીને ઉભે રહે છે ત્યારે માનવ સ્થિર બને છે, શાંત અને છે, પ્રસન્ન અને ગંભીર બને છે. મમત્વના આકર્ષણે એને અકળાવી કે લલચાવી શક્તા નથી. એની શાંતિને તસુભર પણ ભંગ કરી શકતા નથી. મમત્વના કિનારે “અહ” અને “મમ”ના ઘૂઘવાટ સંભળાય છે અને સમત્વના કિનારે “નાહ” “ના મમના શાંત સૂર સંભળાય છે. હું અને મારાના બંધને તૂટતાં જગત વિશાળ બને છે. સંકુચિતતાનું કેચલું તૂટી જાય છે. બંધ બ્લેકમાં બેઠેલે માનવ વિશાળ મેદાનમાં આવીને ઉભે હે છે, પછી એને કઈ પારકું દેખાતું નથી. સૌ એને પિતાના જ દેખાય છે.
દેવાનુપ્રિયે! મમત્વના આખા કિનારાનું કેન્દ્ર “” ને “મા” છે અને સમત્વના આખા કિનારાનું કેન્દ્ર “ના” ને “ર મમ” છે. જગતના તમામ ઝઘડા અને ઝંઝટે મમત્વના કિનારા પર રહેલ એ મુખ્ય કેન્દ્રમાંથી ફેલાય છે. જ્યારે મનુષ્ય સમત્વના કિનારે રહેલ “નાહં” અને “ન મમ'ના કેન્દ્રમાં પ્રવેશ કરે છે ત્યારે એ ઝઘડા ને ઝંઝટે શાંત થાય છે. આ જગતમાં હું અને મારું એ બે ન હેય તે કયાંય ઝઘડાટંટા ન હેત. મમત્વના કિનારાને છોડીને જે સમત્વના કિનારે પહોંચી ગયા એ સુખી