SearchBrowseAboutContactDonate
Page Preview
Page 620
Loading...
Download File
Download File
Page Text
________________ પદ્મ શારદા સુવાસ પણ પાતે કહી દીધુ` કે તમારે ધસમ્'ધી જે પ્રશ્નો પૂછવા હાય તે આજે પૂછી લે. ખંભાતના વતની માણેકલાલ ભગવાનદાસ ઝવેરી સાડાત્રણ વાગે પૂ. ગુરૂદેવ પાસે મુંબઈ જવા માટે માંગલિક સાંભળવા આવ્યા ત્યારે ગુરૂદેવે કહ્યું-માણેકલાલ ! આજે તમે રોકાઈ જાવ, કાલે તમારું કામ પડવાનુ છે, એટલે તેમના મનમાં થયું' કે ગુરૂદેવ કદી આવુ' કહે નહિ ને આજે કહે છે તે રોકાઈ જાઉ. "" : “ અંતિમ આરાધના કરતા ગુરૂદેવ ગુરૂદેવે તા પેાતાનું મૃત્યુ અગાઉથી સૂઝી આવવાથી પોતાની બધી તૈયારીઓ કરી લીધી હતી. પૂ. ગુરૂદેવને પ્રતિક્રમણુ ખાદ રાતના નવ વાગે શરદીનું માજું ફરી વળ્યું. હાર્ટ ઉપર અસર થવા લાગી. પૂ. ગુરૂદેવે પેાતાના શિષ્યાને તથા સઘને કહી દીધું કે મારા ચારિત્રમાં સ્હેજ પણ દ્વેષ લગાડશે નહિ. મને ગમે તેમ થાય પણ મારા સંયમ લૂંટાય તેવા એક પણ ઉપચાર કરશેા નહિ. આ રીતે ખૂબ ભલામણ કરી, અને પેાતાના શિષ્ય હૃદમુનિને કહ્યું કે સ્વાધ્યાય એલે. શિષ્યા સ્વાધ્યાય સંભળાવવા લાગ્યા. રાતના બાર વાગે ચાર આંગળા ઉંચા કરીને સકેત કર્યો કે આ નશ્વર દેહ ચાર વાગે છૂટી જવાના છે. પૂ. ગુરૂદેવની તબિયત બગડી છે એવા સમાચાર મળતાં ખંભાતની જનતા રાત્રે પૂ. ગુરૂદેવના દર્શન કરવા ઉમટી. પૂ. ગુરૂદેવની તખિયત સામું જોતાં સંઘના ભાઇ-મહેનેાની આંખમાં આંસુની ધારા વહેવા લાગી. આત્મભાવના ઝૂલણે ઝુલતાં સેંકડો માનવીઓની વચ્ચેથી અમારા જીવનબાગના માળી, પૂ. તારણહાર ગુરૂદેવ સંવત ૨૦૦૪ ના ભાદરવા સુદ ૧૧ નખરાખર પરોઢીયે ચાર વાગે આ નશ્વર દેઢુના ત્યાગ કરી શિષ્ય—શિષ્યાઓ અને શ્રાવક-શ્રાવિકાઓને રડતા કકળતા નિરાધાર મૂકીને આ ફાની દુનિયામાંથી વિદાય લીધી, ખ'ભાતમાં હાહાકાર મચી ગયે, ગામેગામ તાર અને ટેલીફાન દ્વારા શ્રી સ ંઘે સમાચાર આપ્યા, જ્યાં જ્યાં આ સમાચાર પહોંચ્યા ત્યાં બધાને કારમા આઘાત લાગ્યા ને પૂ. ગુરૂદેવના અતિમ દર્શન માટે જનતા ઉમટી પડી. પરમ વાત્સલ્યવારિધી ગુરૂદેવના ગુણુવૈભવની તે વાત શું કરીએ ! એકેક ગુણાનુ જો વિશ્લેષણ કરવા બેસીએ તે પાનાના પાના ભરાય. તેમનુ જીવન અનેક ગુણેાની સુવાસથી મઘમઘતું હતું. પૂ. ગુરૂદેવ અમને મૂકીને આ દુનિયામાંથી ચાલ્યા ગયા છે પણ એમના સદ્દગુણોની સુવાસ અને હિત શિખામા આપીને જાગૃતિના અણુકાર અમારા જીવનમાં તે મૂકતા ગયા છે. આજના દિવસે પૂ ગુરૂદેવના ગુણ્ણાનું સ્મરણ કરતાં હૃદય - રડી ઉઠે છે. સાથે હૃદય વીણાના તાર ઝણઝણી ઉઠે છે, ને અંતર ખેલી ઉઠે છે કે તમારા ગુણાને હું ગાઉ જ્યારે જ્યારે, મારા અંગે અગે આનદ પ્રગટે ત્યારે....
SR No.023364
Book TitleSharda Suvas
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSudharma Gyanmandir
Publication Year
Total Pages1040
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy