SearchBrowseAboutContactDonate
Page Preview
Page 606
Loading...
Download File
Download File
Page Text
________________ શારા સવાર તીર્થકરના જન્મથી નરકમાં પણ અજવાળ” – તીર્થકર ભગવાનને મૃત્યુલેકમાં જન્મ થાય કે તરત નરકમાં પ્રકાશ પથરાઈ જાય છે. અને બે ઘડી માટે મારકૂટ બધું બંધ થઈ જાય છે, તેથી નરકના છ શાંતિ અને શીતળતાને અનુભવ કરે છે. ભગવાનને જન્મ થતાં ચોસઠ ઈન્દ્ર, છપ્પન કુમારિકાઓ તેમજ બીજા કરોડો દેવે ભગવાનને જન્મ મહત્સવ ઉજવવા માટે મૃત્યુલોકમાં આવે છે અને ભગવાનના જેવું બીજું રૂપ બનાવી માતાની પાસે મૂકીને ભગવાનને મેરૂ પર્વત ઉપર લઈ જાય છે. ઈન્દ્ર મહારાજા ભગવાનને મેળામાં લે છે, અને દેવ દેવીઓ ત્રિલોકીનાથના શરીર ઉપર પાણી રેડે છે ને સ્નાન કરાવે છે. ભગવાનના ખૂબ ગુણગાન કરે છે. તીર્થંકર પ્રભુના ગુણ અનંતા હોય છે. કવિએ તે કહે છે હે પ્રભુ! આખી પૃથ્વી જેટલે મોટો કાગળ બનાવું, વનના જેટલા વૃક્ષે છે તેની કલમ બનાવું અને સમુદ્રના પાણી જેટલી શાહી બનાવીને તારા ગુણગાન લખવા બેસું તે પણ તારા ગુણે લખી શકાય નહિ. એટલા અનંત ગુણે તારામાં રહેલા છે. હે પ્રભુ! જે આત્માઓ સાચા દિલથી તારી ભક્તિ કરે તેનું તે કામ થઈ જાય. એના ભવને બેડે પાર થઈ જાય એ નિઃશંક વાત છે. એટલું જ નહિ પણ તારી આજ્ઞામાં વિચરતા સંતની આજ્ઞાનું જે કઈ આત્મા શુદ્ધ ભાવથી પાલન કરે છે તે આ ભવ અને પરભવમાં મહાન સુખી થાય છે. એક દષ્ટાંત આપીને સમજવું એક ગામમાં એક કુટુંબ વસતું હતું. માતાપિતાને બે દીકરા હતા. તે માટેનું નામ ગણેશ અને નાનાનું નામ મહેશ હતું. બંને દીકરા મેટા થતાં માતાપિતાએ તેમને પરણવ્યા, પછી થડા સમયમાં તેમના માતાપિતા સ્વર્ગવાસ થયા. આ બે ભાઈઓ માટે ગણેશ મકરદમ હતું. એણે થડા વખતમાં જ નાના ભાઈ મહેશને ઘરમાંથી જુદે કર્યો. બંને માણસેને કંઈ પણ આપ્યા વિના હાથે પગે કાઢી મૂક્યા. મહેશ સાવ નિરાધાર બની ગ, એટલે ખૂબ મૂંઝાયે. શું કરવું ને કયાં જવું? આ બંને પતિ-પત્ની ગામના પાદરમાં ઘાસ અને પાંદડાની એક નાનકડી ઝૂંપડી બાંધીને રહેવા લાગ્યા. મહેશ દરરોજ જંગલમાં જઈને લાકડા કાપી લાવતે. એમાંથી બે ભારા બનાવીને પતિ-પત્ની બંને જણ ગામમાં લાકડાને ભારે વેચવા નીકળતા. તેમાંથી જે કંઈ મળે તેમાંથી પિતાનું ગુજરાન નભાવતા હતા. એક વખત મડાન સુખ ભેગવનારા આજે લાકડા વેચીને પેટ ભરી રહ્યા છે. આ જોઈ લોકો તેના મોટાભાઈને ખૂબ તિરસ્કાર કરતા પણ ગણેશ કેઇને ગણે તે ન હતે. આ નાનાભાઈને દિલમાં પણ ઘણું દુઃખ થતું કે માતા પિતા ગયા ને મોટાભાઈએ મને આ દો કર્યો? રહેવા માટે એક ઓરડે પણ ન આપે? એક દિવસ આ મહેશ જંગલમાં લાકડા કાપવા માટે ગયો છે. ત્યાં લાકડા કાપીને ખૂબ થાકી જવાથી એક ઝાડ નીચે બેસીને પિતાની પૂર્વ સ્થિતિને યાદ કરીને રડવા લાગે. આ સમયે તેના મહાન
SR No.023364
Book TitleSharda Suvas
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSudharma Gyanmandir
Publication Year
Total Pages1040
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy