SearchBrowseAboutContactDonate
Page Preview
Page 592
Loading...
Download File
Download File
Page Text
________________ શાણા સુવાણ ૫૨૭, તું પૂર્વભવમાં દત્ત નામને રાજમંત્રી હતા, પછી દીક્ષા લઈને જંગલમાં જઈને કઠોર સાધના કરવા ધ્યાન ધરતે હતું. તે વખતે આ વાનરને જીવ પારધી હતે. એણે તારે શિકાર કર્યો હતે. એ વૈરથી નરકમાં જઈને અહીં આ વાનર થશે અને તું સમાધિ મરણે મરીને દેવ થયે, ને પછી અહીં આવીને રાજા થયે. તારા પર દ્વેષના સંસ્કારથી આ વાનરે તારી રાણીને ઉપદ્રવ કર્યો પણ એની ભવિતવ્યતા ઉજજવળ કે નવકારમંત્ર સાંભળવાને ચેગ મળે. સૌમ્ય ભાવે બેલાતા નવકારમંત્રના શ્રવણ પર એનું દિલ ઠર્યું. દિલમાંથી ગુસ્સે ઓસરી ગયે. તારા બાણથી ઘાયલ થયે હતું, અતુલ વેદના હતી પણ નવકારમંત્રનું શ્રવણ મળતાં તારા ઉપરને દ્વેષ છે ડીને નવકારમંત્રમાં તેનું મન રિથર થયું તે દેવ બળે. બંધુઓ ! વાનરે રાજા ઉપરને ઠેષ છોડીને નવકારમંત્રમાં ચિત્ત પરોવ્યું તે દેવ થયે પણ જે ઠેષ ઉભે રાખે તે દેવગતિ તે શું મનુષ્યગતિ પણ ન મળત, પણ અંતિમ સમયે દ્વેષ છોડીને નવકારમંત્ર ઉપર શ્રદ્ધા કરી તે દેવ બ. કહો તે ખરે કે આ વાનરે બાહા શું ધર્મકિયાએ કરી કે દેવ બન્યો? બાહ્યથી માત્ર મહાત્મા પાસે ઘવાયેલે જઈને પડે અને તેમના નવકારમંત્રના ઉચ્ચારણ પર કાન માંડ્યા. એટલે જ ધર્મ ને ? એમ તે તમે પણ સાધુ મહાત્માઓ પાસે નથી આવતાં? એમના મુખેથી માત્ર નવકારમંત્ર નહિ પણ બીજી ધર્મની વાત નથી સાંભળતા ? તે શું તમને એમ લાગે છે કે એટલાથી સ્વર્ગના પુણ્ય ઉપાર્જન કરી રહ્યા છે ખરા? જુઓ, વાનરનું આખું જીવન રેઢીયાળ ગયું. લગભગ તો પાપને જ અધ્યવસાય અને પાપની પરિણતિમાં ગયું પણ અંતકાળની નજીકના સમયમાં રાજા પ્રત્યેના પૂર્વના વૈરના કારણે રાણીને નખુરીયા ભરવાનું કાર્ય કર્યું, પણ મરવાની અણી ઉપર ઢેબના ઉપશમની અને નવકારમંત્રના ધ્યાનની ત પ્રગટાવી તે ફાવી ગયે. પૂર્વભવમાં પારધીપણને માનવભવ હતો પણ ત્યાં પાપકર્મોનું બંધન કરીને નરકે ગયે ને ત્યાંથી નીકળીને તે તિર્યંચ વાનર થયો. તેમાં છેલ્લે કષાને દબાવી ધર્મશ્રદ્ધા કરી તે દેવગતિને પામ્યો. બંધુઓ ! બહારના સંચાગ અને બહારની પ્રવૃત્તિ આપણું હાથમાં ન હોય પણ ચિત્તની પરિણતિ તે આપણા હાથની વાત છે. એને જે આપણે બગાડવી હોય તે જ બગડે અને એને સુધારીને જે પવિત્ર રાખવી હોય તે એ જરૂર સુધરે અને પવિત્ર રહે. વાંદરાને રાજાએ મરણત કષ્ટ આપ્યું તે સંયોગ એના હાથની વાત ન હતી. રાજા એના પ્રાણ લઈ શક્યા પણ એની લશ્યાને કે ચિત્તની પરિણતિને બગાડી ન શક્યા. એ તે વાનર દ્વેષ છોડીને નવકારમંત્રના ધ્યાનમાં પિતાના પુરૂષાર્થથી સ્થિર બન્યું. બાણુના ઘાથી આવેલું મરણાંત કષ્ટ અને મૃત્યુ એનું કંઈ બગાડી શકયું નહિ, પણ એ કઈ સત્સમાગમ અને નવકારમંત્ર મળવામાં નિમિત્ત બની ગયું અને એને એના ઉપર શ્રદ્ધા થઈ તે દેવ થ. ક્રોધને અટકાવવા માટે આ ઉત્તમ વિચાર છે કે જેના પ્રત્યે ક્રોધ આવવા જાય છે
SR No.023364
Book TitleSharda Suvas
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSudharma Gyanmandir
Publication Year
Total Pages1040
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy