SearchBrowseAboutContactDonate
Page Preview
Page 590
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા સવાય ૫૨૫ કૃષ્ણની સાથે ચાલ્યા. પશ્ચિમમાં સાગર કિનારે આવીને કૃષ્ણ તપ કરીને વૈષ્ણવ દેવની આરાધના કરી એટલે દેવ તેના ઉપર પ્રસન્ન થશે. તેની સહાયથી બાર એજન લાંબી ને નવ જન પહેળી દ્વારકા નામની નગરી વસાવવામાં આવી. તે નગરી દેવેની વસાવેલી હેવાથી સેનાની હતી. દેવલેક જેવી તે શેભાયમાન અને રાવણની લંકાને પણ ઝાંખી પાડી દે તેવી હતી. આ નગરીમાં સમુદ્રવિજય રાજાએ કૃણને રાજ્યાભિષેક કર્યો, અને કૃષ્ણ-બલભદ્ર વિગેરે યાદ અહીં નિર્ભયતાપૂર્વક રહેવા લાગ્યા. અહીં કૃષ્ણ-પ્રતિ વાસુદેવ જરાસંઘને મારવાની ચેજના તૈયાર કરી. જરાસંઘ સાથે યુદ્ધ કરી કૃષ્ણ તેને મારી નાંખે, અને ભરતક્ષેત્રના ત્રણ ખંડ ઉપર કૃષ્ણ પિતાનું રાજ્ય સ્થાપિત કર્યું. કૃષ્ણ વાસુદેવ હતા અને જરાસંઘ પ્રતિવાસુદેવ હતા. એ નિયમ છે કે પ્રતિવાસુદેવનું ભાણું વાસુદેવ જમે એટલે પ્રતિવાસુદેવની ગાદી વાસુદેવ ભેગવે, તે નિયમ મુજબ કૃષ્ણજી ત્રણ ખંડના અધિપતિ બન્યા. કૃષ્ણ વાસુદેવ ત્રિખંડ અધિપતિ હતાં પણ તેમનામાં અભિમાન જરા પણ ન હતે. ખૂબ સરળ, વિનયવંત અને ધર્મ ઉપર શ્રદ્ધાવંત હતા. ધર્મ એ જીવને તારનાર છે. અહીં મને રામાયણને એક પ્રસંગ યાદ આવે છે. રાવણના દાદા સુમાલીના દાદા તડિકેશ રાજા પૂર્વભવમાં સાધુ બનેલા, ત્યારે એક પારધીએ શિકાર કરીને તેને મારી નાખેલા. મુનિ સાધુપણાના ભાવમાં કાળધર્મ પામી દેવલોકમાં ગયા ને ત્યાંથી ચવીને અહીં તડિકેશ રાજા બન્યા, અને સાધુની ઘાત કરનાર પારધી નરકે ગયે. તે ત્યાંથી મરીને અહીં વાનર થયે. એક દિવસ આ તડિકેશ રાજા અને રાણી બંને ઉદ્યાનમાં ફરવા ગયેલા. આ વખતે પેલે વાંદરે કૂદતે કૂદતે ત્યાં આવ્યું ને રાજા સાથે પૂર્વના વૈરના કારણે રાજાની પાસે બેઠેલી તેની રાણીના શરીરે નખુરીયા ભરવા લાગ્યો, બટકા ભરવા લાગ્યા. આ જોઈને રાજાને વાંદરા ઉપર ક્રોધ આવ્યું કે મારી રાણીને શા માટે આટલી બધી હેરાન કરે છે? તેથી રાજાએ વાંદરાની છાતીમાં બાણ માર્યું. વાંદરે તરફડતે તરફડત થોડે દૂર ગયે. ત્યાં જઈને પડી ગયે. ત્યાં એક મુનિ ઉભા હતા તેમણે વાંદરાની પરિસ્થિતિ જોઈને તેને નવકારમંત્ર સંભળાવ્યા, એટલે વાંદરે મરીને ભવનપતિમાં ઉદધિકુમાર નિકાયને દેવ થયે. દેવ બનેલે વાંદરે મુનિના દશ” – આ તરફ રાણીને વાનરે નખરીયા ભર્યા એટલે રાજાના માણસ ઉદ્યાનમાં રહેલા બીજા નિર્દોષ વાનરેને મારવા લાગ્યા. આ સમયે પિલા દેવ થયેલા વાનરે અવધિજ્ઞાનને ઉપયોગ મૂકીને જોયું કે હું શેના પ્રતાપે દેવ થયે? તે મુનિને જોયા. અહો ! આ મહાત્માએ મને નવકારમંત્ર સંભળાવ્યા, તેના પ્રભાવે હું દેવ થયે, એટલે તે દેવ સંતના દર્શન કરવા માટે આવ્યું. રાજાના માણસે નિર્દોષ વાનરોને મારી રહ્યા છે આ જોઈને તે ક્રોધે ભરાયે કે મેં રાજાની રાણીને હેરાન કરી તે મને માર્યો તે ઠીક છે પણ આ બિચારા નિર્દોષ વાનરોને શા માટે મારી રહ્યા
SR No.023364
Book TitleSharda Suvas
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSudharma Gyanmandir
Publication Year
Total Pages1040
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy