SearchBrowseAboutContactDonate
Page Preview
Page 576
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા સુવાસ અને સહનશીલ બનાવે છે. ક્ષમા આત્માની અનંત શક્તિને ઓળખવાને સંદેશ આપે છે, અપકાર પર અપકાર કરે, ગુન્હેગારને શિક્ષા કરીને નિર્બળ બનાવ એ તે દુર્જનનું કાર્ય છે, પણ અપકાર કરનાર પર પણ ઉપકાર કર, ગુન્હેગારને પ્રેમથી વશ કરે અને ક્ષમાથી પાપીના હૃદયનું પરિવર્તન કરવું એ ઉત્તમ પુરૂષનું કાર્ય છે. માણસ ભૂલ કરે પણ તેને ક્ષમા આપવી તે દૈવી ગુણ છે. કેઈની સાથે ઝઘડો થયો હોય કે વેર બંધાયું: હેય તેને હૃદયમાં સંઘરી રાખવું તે પાશવી વૃત્તિ છે પણ દૈવી વૃત્તિ નથી. ગુગારના ગુનાને હૃદયમાંથી કાઢી નાંખીને તેની સાથે પ્રેમથી વર્તવું અને તેને ક્ષમા આપવી તે દૈવીવૃત્તિ છે. ક્ષમા જીવનમાં સત્યની સુવાસ પ્રસરાવે છે. જે તે સુવાસમાં સહુ આકર્ષાય તે તેમાં અનેરી તાકાત અને તાજગી ભરી છે. જ્યાં કલેશના કાંટા, કંકાશના કાંકરા, અને રાગ-દ્વેષના ઝાંખરા ઉગ્યા છે ત્યાં ક્ષમા ન ઉજાશ, નવું જીવન અને તે પ્રકાશ પાથરે છે. આ ક્ષમાપનાના પર્વે સંતેષનું ઝરણું વહાવી મીઠામધુરા પાન કરાવ્યા છે. ક્રિયાના સથવારે ક્ષમાની કળાએ જીવનના પડ ઉ૫ર વિકાસના પ્રતિબિંબ પાડયા છે. સાચી ક્ષમા તે તેને કહેવાય કે જે ક્રોધને વિલીન કરી દે ક્રોધની કઈ ચરમ સીમા નથી ક્રોધી માણસ શું ન કરે એ જ કહેવું મુશ્કેલ છે. ક્રોધમાં બીજના તે શું પણ પિતાના હાથે પિતાના જીવનને અંત આણનારા મનને આજે જગતમાં તે નથી. ક્રોધે તે ભલભલા તપસ્વીઓનેય કજે કરી પિતાની કેદમાં પૂર્યા છે. જે એની કેદમાં પૂરાયા એણે એના જીવનના ઘાટ ઘડી નાંખ્યા. ન શેહ રાખી કે ન શરમ રાખી. પોતાના હાથે પિતાના પતિને વિષ ભરેલા કટરા કણે પીવડાવ્યા? ઘર-ઘરમાં ઝઘડા કણ કરાવે છે ? ભાઈ ભાઈ વચ્ચે અબોલા કેણ લેવડાવે છે? માનવ માનવ વચ્ચે ઉભી દિવાલે કોણ ચણે છે? ક્રોધ જ ને? કોધની અગનઝાળ જ્યાં જ્યાં ફેલાઈ ત્યાં મૈત્રી અને ક્ષમાની ચિતાઓ સળગી ઉઠી. કંઈકના જીવન એ ચિતાઓમાં સદાને માટે સળગી ગયા. ક્રોધે સર્જેલે આજ સુધીને કરૂણ ઇતિહાસ માનવ જે વાંચે તે ક્રોધ ઉપર ક્રોધ અ.વ્યા વિના રહે નહિ. ક્રોધ દુશ્મનાવટ ઉભી કરે છે. દુશ્મનાવટ વેર વિરોધની જનેતા બને છે વેર વિરોધ હૈયાને વિખૂટા પાડે છે, વિખૂટા પડેલા હૈયામાં ઈર્ષ્યા ભરાય છે. ઈષ્યમાંથી એકેક બળતરા એવી જાગતી હોય છે કે જે માનવના હૈયાને સળગાવી મૂકતી હોય છે. માનવ માનવ વચ્ચે, દેશ દેશ વચ્ચે, હૈયા હૈયા વચ્ચે વિરોધ, આંતરકલહ, અને હૈયાહળી સળગાવનાર હુતાશન કેઈ હોય તે આ ક્રોધ છે. ક્રોધ આપણું ઉત્તમ સાધનાને માટીમાં મીલાવી દે છે. ક્રોધે જે મહર્ષિઓએ તપ કરીયા, તે અગાધ સંસાર સમુદ્રમાં ડુબીયા, ચાર ગતિ રૂપ દુઃખ કાદવમાં ખેંચીયા, તેથી બને ક્ષમાપનાના રસીયા, બંધુઓ! તમે બસ કે ટ્રેઈનમાં મુસાફરી કરે છે ત્યારે ખિસું ન કપાય તે માટે ખિસ્સા કાતરૂએથી સાવધાન રહે છે ને? તેમ તપસ્વીઓને, દાનવીરને અને શીયળવ
SR No.023364
Book TitleSharda Suvas
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSudharma Gyanmandir
Publication Year
Total Pages1040
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy