SearchBrowseAboutContactDonate
Page Preview
Page 539
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા મુવાસ સરકારના કાયદા-કાનનનું બરાબર પાલન કરવું પડે છે ને ? એવી રીતે ભગવાનના શાસનમાં વર્તતા સાધુ, સાધવી અને શ્રાવક શ્રાવિકાઓએ પણ તેમના શાસનને બરાબર વફાદાર રહેવું જોઈએ. ભગવંતે સાધુ-સાધ્વીઓ માટે પાંચ મહાવ્રત અને શ્રાવક શ્રાવિકાઓ માટે બારવ્રત રૂપી ધર્મને ઉપદેશ આપે છે. એનું અવશ્ય પાલન કરવું જોઈએ. બાયોકેમીકની બાર દવાઓ છે. તે દવાઓ બારસે (૧૨૦૦) રેગેને નાબૂદ કરે છે, પણ તમારા બાર વ્રત રૂપી બાર દવાએ તે બારસે નહિ, બાર હજાર નહિ, બાર કોડ નહિ પણ કરે ભવના સંચિત કરેલા કર્મરૂપી રેગેને નાશ કરે છે. આવા બાર વ્રતનું પાલન કરનાર શ્રાવક જે આગળ વધે તે પંચમહાવ્રત અંગીકાર કરી સાધુ બનીને જલ્દી કર્મોને ક્ષય કરીને મોક્ષમાં જાય છે. આ સુંદર માર્ગ ભગવાને બતાવ્યું છે. | ભગવાને આપણને આ સુંદર આરાધનાને માર્ગ બતાવ્યું છે. એ ભગવાને પણ ભગવાન બનતાં પહેલા પૂર્વભવમાં કેવી આરાધના કરીને તીર્થંકરપદની પ્રાપ્તિ કરી તે આપણે જાણવું જોઈએ. ભગવાન મહાવીર સ્વામીના જીવે મહાવિદેહ ક્ષેત્રમાં સુથાર કેમમાં જન્મ લીધે હતો. તેમનું નામ ત્યાં નયસાર રાખવામાં આવ્યું હતું. નયસારમાં લાકડા પારખવાની શક્તિ અજબ હતી. પાસે પૈસે પણ ઘણે હતે. એક વખત રાજાએ નયસારને બેલાવીને કહ્યું કે મારે એક ભવ્ય મહેલ બનાવે છે. તેને માટે ઉંચા પ્રકારના મજબૂત લાકડા લાવવાના છે, એટલે નયસાર ઘણાં સુથારને લઈને જંગલમાં લાકડા લેવા માટે ગયા. એ જમાનામાં અત્યારની માફક સીમેન્ટ અને કાંકરેટના બેકસીન ભરીને મકાન બનતા ન હતા. મકાનમાં લાકડું વધારે વપરાતું. નયસાર સુથાર બધા સુથારેના નેતા હતા, એટલે ઘણું સુથારેને સાથે લઈને જંગલમાં લાકડા લેવા માટે ગયા, મેટા સમૂહમાં માણસ પાસે લાકડા કપાવી રહ્યા છે. પિતાને તે કેવા લાકડા લેવા તેનું ધ્યાન રાખવાનું હતું. લાકડા ઘણાં મોટા પ્રમાણમાં કાપવાના હતા એટલે બધાને જમવા માટે રસેઈની સામગ્રી લઈને ગયા હતા. બપોરે જમવાને સમય થયે એટલે નયસારે જમતા પહેલાં વિચાર કર્યો કે મને કઈ અતિથિને લાભ મળે તે જમાડીને જમું, તે મારું અન્ન પવિત્ર થાય. એકલા પિતે પિતાનું પેટ ભરીને જમી લેવામાં સાર્થકતા નથી. જગલમાં પવિત્ર ભાવના ભાવ નયસાર - બંધુઓ ! આ નયસાર જૈન કુળમાં જન્મેલા ન હતા છતાં ભાવના કેટલી ઉદાર છે ! તમે જૈનકુળમાં જન્મેલા છે. ભગવાને તમને બારમા વ્રતમાં ભાવના ભાવવાનું કહ્યું છે પણ આટલામાંથી જમવા સમયે કેટલા શ્રાવકે ભાવના ભાવતા હશે કે સંત-સતીજી પધારે તે વહેરાવવાને લાભ લઈને જમું? આ તે સુથાર હતા, જંગલમાં લાકડા કપાવવા ગયા હતા, ત્યાં પણ એમને અતિથિને જમાડવાની ભાવના જાગી. ત્યારે પિતાના ઉપાદાનની જાગૃતિ થવાની હોય છે ત્યારે નિમિત્તના સગે પણ કુદરતી મળી રહે છે. જુએ, નયસારને કેવું નિમિત્ત મળ્યું કે ઘણાં મુનિરાજે
SR No.023364
Book TitleSharda Suvas
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSudharma Gyanmandir
Publication Year
Total Pages1040
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy