SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ ભાઈ-બહેનની વર્ષો જુની શુભ ભાવના તેમજ શુભ કામનાઓની ઈચ્છા સંતોષાતા અમારે સંધ આનંદવિભોર બની ગયે. અમારું સ્વપ્ન સિધ્ધ થતું જોઈને અમારો અંતરાત્મા ઉમંગના રંગે રંગાવા લાગ્યો. પૂ. મહાસતીશ્રીઓના આગમનની શરૂઆતથી જ વ્યાખ્યાનને હલ ખીચોખીચ શ્રોતાજનેથી ઉભરાઈ જતો. જેથી પર્યુષણ પર્વ જેવું દશ્ય ખડું થતું હતું. ચાતુર્માસ દરમ્યાનનો વિષય, વ્યાખ્યાનની શરૂઆતમાં ઉત્તરાધ્યયન સૂત્રના ૨૨મા અધ્યયન “મનાથ અને રામતીને અધિકારી અને પાછળથી જિનસેન રામસેન ચરિત્ર તેમની ઓજસ્વી, આત્મસ્પર્શી ખૂબ જ ભાવવાહી અને લાક્ષણિક શૈલીથી ફરમાવતા, જેથી જનસમુદાય મંત્રમુગ્ધ બની રહેતો. પર્વાધિરાજ પર્યુષણ પર્વમાં તો મલાડ સંધમાં ધર્મોત્સાહ શિખરે પહેચેલ દાન, શીયળ, તપ અને ભાવથી વાતાવરણ મઘમઘતુ ધમધમી રહેતું અને તેમની વ્યાખ્યાન વાણુંનો લાભ લેવા માટે સંધ સંચાલકોએ વ્યાખ્યાન હેલની બહાર વિશાળ ચેકમાં ખાસ બનાવેલ પ્લેટફોર્મ, નીચેને પતુભાઈ મોનાભાઈ હલ તથા પહેલે માળે દેવચંદ નેણશીભાઈ સંઘવી હાલમાં કરેલી વ્યાખ્યાનની વ્યવસ્થાથી પણ સંપૂર્ણ રીતે જનસમુદાયને સંતોષી શકાયેલ નહીં એ જ એમની વાણીને પ્રભાવ તેમજ લોક્શાહનાનો માપદંડ ગણી શકાય. મલાડ સંધના ઈતિહાસમાં અગાઉના ૨૫ વર્ષોના ચાતુર્માસમાં કદી ન થયેલ એવી અજોડ ઉગ્ર તપશ્ચર્યાઓ આ વખતે થયેલ. જેમાં મુખ્ય ૬ અને તેથી ઉપરની મોટી તપશ્ચર્યાઓનો આંક ૩૦૪ સુધી પહોંચેલ. માસખમણ અને તેથી ઉપર ૫૩ સુધીની તપશ્ચર્યા અને ઉપવાસના સિદ્ધિતપ વિગેરેને આંક ૧૬ સુધી પહોંચેલ, આ તપશ્ચર્યાના કળશ રૂપે સોનામાં સુગંધ ભળે તેમ આત્મલક્ષે બા. બ્ર. પૂ. શોભનાબાઈ મ. સ. તથા બા. બ્ર. પૂ. હર્ષિદાબાઈ મ. સ. એ ૩૨ ઉપવાસની ઉગ્ર તપશ્ચર્યા કરેલ. બા. બ. ભાવનાબાઈ મ. સાએ ૧૮ ઉપવાસ, બા.બ્ર. પૂ.સુજાતાબાઈ મ. સ. એ ૧૭ ઉપવાસ અને બા. બ્ર. પ્રફુલ્લાબાઈ મ. સ.એ ૧૦ ઉપવાસની આરાધના કરી સ્વતપ કરી બીજાઓને પ્રેરણા આપેલ હતી. તે ઉપરાંત પૂ. મહાસતીજીના બ્રહ્મચર્ય પરના સચોટ અને પ્રભાવશાળી પ્રવચનેથી પ્રભાવિત થઈને ૧૧ દંપતીઓએ આજીવન બ્રહ્મચર્ય વ્રત અંગીકાર કરી મલાડ સંઘને ઉજજવળ બનાવેલ. એટલું જ નહિ પણ આ વખતના હદ મુંબઈના દરેક સંઘના તપશ્ચર્યાઓના આંકને વટાવી મલાડ સંઘે પ્રથમ સ્થાન પ્રાપ્ત કરેલ. ખરેખર આ ચાતુર્માસ મલાડના ઈતિહાસમાં સુવર્ણાક્ષરે લખાશે જ. આ બદલ અમે તેઓને ઉપકાર પ્રદર્શિત કરવાને માટે તે શકિતમાન નથી જ પરંતુ જિંદગીપર્યંત તે શું પણ ભવભવ ભૂલી શકાય તેમ નથી. હૃદયના ઉમળકાથી સમયને ભોગ આપીને પ્રેમપૂર્વક વ્યાખ્યાન વાણીને નિયમિત કાળજીપૂર્વક સંગ્રહ કરી આ ગ્રંથના પ્રકાશન કાર્યને સરળ બનાવવા બદલ નિગ્રંથિની, તત્વચિંતક પૂ. કમળાબાઈ મહાસતીજીને તેમજ તેમના સહકારમાં રહી જ્ઞાનપિયાસુ બા. બ્ર. પૂ. સંગીતાબાઈ મહાસતીજી જેઓએ સુંદર અક્ષરોથી પ્રેસ કોપી કરી આપી તે બદલ તથા અન્ય સવે મહાસતીજીએ આ કાર્યમાં સહકાર આપ્યો તે બધાના અગણિત ઉપકારને આ સ્થાને કેમ ભૂલી શકાય ? ખંભાત સંઘના સંધપતિ શ્રી મુળચંદભાઈ પુંજાભાઈ પટેલ તથા માજી પ્રમુખ શ્રી ચીમનલાલ ઇટાલાલ શાહ તથા અન્ય કાર્યકર્તા ભાઈઓએ જેઓએ હરહંમેશ અમારા સંઘના દરેક કાર્યોમાં સહકાર અને સોગ આપેલ છે તેમજ આ વખતે આ છેલ્લા ચાતુર્માસની અનુમતિ આપી અને ઉપકૃત કર્યા છે તે બદલ આભાર, તેમજ આ કાર્યને આર્થિક રીતે સહાયક થનાર સર્વે મોટા તેમજ
SR No.023364
Book TitleSharda Suvas
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSudharma Gyanmandir
Publication Year
Total Pages1040
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy