SearchBrowseAboutContactDonate
Page Preview
Page 508
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા ચુર્વાસ લાગે. એટલે કે તેને ધંધામાં ચાર આની ભાળ કરી આપે. એમાં એને ઘણી કમાણી થઈ જે સુખ મેળવવા હરખાનું દિલ ઝંખતું હતું તે મળી ગયું, દિલની તમન્નાથી અને મનની પવિત્ર ભાવનાની તાકાતથી જે ઈચ્છે છે તે મળી શકે છે. આ હરખાને ધન મળ્યું એટલે હરખને પાર ન રહ્યો. દિનપ્રતિદિન ધનની વૃદ્ધિ થવા લાગી તેમ હરખાની તૃષ્ણ પણ વધવા લાગી. સંસારી જીની આજ ખૂબી છે કે ધન વધતાં એમને વ્યામહ પણ વધતો જાય છે. આશાના અનેક મિનારા ચણતા હોય છે કે જેમાં આત્માના કિનારા તૂટતા જાય છે. પરિણામે આત્મરક્ષણને બદલે ધનરક્ષણ જીવનનું સર્વસ્વ મનાઈ જાય છે. આ હરખાભાઈનું પણ એવું જ બન્યું. ધન વધતાં ધર્મભાવના ઘટતી ગઈ. “લીયા દિયામાં સબ ખેયા.” ધર્મસ્થાનક તેના માટે દૂર બની ગયું, અને તે માન મે અને મહેરબાની મેળવવાની ધમાલમાં અટવાઈ ગયે. બાર બાર વર્ષે તેનું થયેલું આગમન" - પેલા સંતે વિચરતાં વિચરતાં બાર વર્ષે હરખાભાઈને ગામમાં પધાર્યા. આ સંતે ચાતુર્માસમાં ઘણું સુવાસ ફેલાવીને ગયા હતા એટલે ખબર પડતાં લોકેના હૈયા હરખાઈ ગયા. બધા દર્શન કરવા ને વ્યાખ્યાન સાંભળવા માટે આવ્યા, પણ હરખે ન આવ્યો એટલે સંતના મનમાં થયું કે હખે આવ્યા વિના ન રહે, એ કેમ દેખાયે નથી? મનમાં માન્યું કે કદાચ આજે ખબર નહિ હોય તે કાલે આવશે. બીજે દિવસે પણ ન દેખાયે. ત્રણ ચાર દિવસ ગયા પણ હરખે ન દેખાશે એટલે ધર્મનેહને કારણે સંતેએ શ્રાવકને પૂછયું કે તમે બધા આવ્યા ને હરખો કેમ નથી દેખાતે? શું એ બહારગામ ગયે છે? ત્યારે એક શ્રાવકે કહ્યું. મહારાજ! હવે એ તમારે હરખે એ હરખે નથી રહ્યો. એ તે હવે હરખચંદ શેઠ બની ગયા છે. દરિદ્ર કાળ વટાવી શ્રીમંતાઈમાં મહાલતા થઈ ગયા છે. એમને ત્યાં વૈભવની છોળ ઉછળે છે. મહારાજ ! હવે એ તમારી પાસે નહિ આવે. હવે એ તમારી સેવાભક્તિ નહિ કરે. સંતે કહ્યું. એવું તે ન બને, ત્યારે શ્રાવકે કહ્યું. સાહેબ ! હું સાચું કહું છું. હવે એ હરખામાંથી હરખચંદ શેઠ બન્યા એટલે ધર્મને ભૂલી ગયા છે. ધન પાછળ બલાઈ ગયેલ આત્માને સંતે યાદ કરવાનો વિચાર કર્યો અને કઈ માણસ સાથે સમાચાર મોકલ્યા કે મહારાજ તમને યાદ કરે છે, ત્યારે હરખચંદ શેઠે કહ્યું. ઈશ, પણ આવ્યા નહિ એટલે સંતે ત્રણ ચાર વાર સમાચાર કહેવડાવ્યા પણ “ભજકલદારની ભજવાતી ભવાઈમાંથી ? શેઠ ન જઈ શક્યા. પૈસો વધતાં હરખ ધર્મને ભૂલી ગયો. એક વખત જે સાધુની ખડે પગે સેવા કરતા હતા તે આજે સાધુએ આટલા સંદેશા કહેવડાવ્યા છતાં દર્શન કરવા આવતું નથી. હરખાભાઈ ધન મળતાં ધર્મને બેઈ બેઠા, અને જીવનને બરબાદ કરનારી પાપ પ્રવૃત્તિ વધી ગઈ એ પ્રવૃત્તિમાં આજે સાધુ પાસે આવવાને પણ ટાઈમ મળતું નથી. ધર્મ ભુલેલા શેઠને ઠેકાણે લાવવાના પ્રયત્ન કરતા સંત”:- ધનના
SR No.023364
Book TitleSharda Suvas
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSudharma Gyanmandir
Publication Year
Total Pages1040
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy