SearchBrowseAboutContactDonate
Page Preview
Page 502
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા સુવાસ અપ્રમત્ત ભાવે પવધિરાજને તન, મન અને ધનથી આરાધક ભાવના પુષ્પથી વધાવવા તત્પર રહેવું જોઈએ. આજના વ્યાખ્યાનને વિષય છે “શાંતિને મંગલ સંદેશે સર્વે પના પ્રતિનિષિ પર્યુષણ પર્વ આપણી પાસે શાંતિને મંગલ સંદેશ લઈને પધાર્યા છે. તમારે ઘેર કોઈ મહેમાન આવે છે ત્યારે તમે તેનું સ્વાગત કરે છે ને? એવી રીતે આ શાંતિના દૂત પર્વાધિરાજના સ્વાગત માટે આપણે શું કરવું જોઈએ ? એમના સ્વાગત માટે તમારી બાહ્ય ચીજની જરૂર નથી પણ અંતર ભવનના આંગણામાં સાથિયા પૂરાવે. ભાવનાને રંગોથી આત્માને આકર્ષક લાગે તેવી રંગબેરંગી રંગોળી પૂરો. ગુણ રૂપી ગુલાબ અને વ્રત રૂપી કમળને નિયમ રૂપી દોરાથી થી દિવ્ય માળા ગૂંથે. અંતર ભવનના ચેકમાં અહિંસાના શીતળ જળ છંટાવી આરાધનાના સિંહાસન મંડા, અને અંતરના ઉમળકાથી આમંત્રણ આપે કે હે પનોતા પર્વાધિરાજ ! મારા અંતરના આંગણે પધારે! મેં આપના સ્વાગત: માટે મારા અંતરના આંગણામાં સત્યના સાથિયા અને ભાવનાની રંગેની. કરી છે. વ્રતનિયમની દિવ્ય રંગી પુષ્પમાળાના અર્થ આપને વધાવવા માટે જીવન રૂપી સુવર્ણ થાળમાં મેં તૈયાર રાખ્યા છે. તે હે શાંતિનો સંદેશવાહક પર્વાધિરાજ ! મારા હાર્દિક સ્વાગતને સ્વીકાર કરીને આરાધનાના સિંહાસને બિરાજ સાધનાના અમીસિંચન કરે. જેથી અમારી વિરાધનાની વિષમતા વિલીન થાય અને અશાંતિની આગ ઓલવાઈ જાય. બંધુઓ ! આજે દુનિયામાં એક નાના બાળકથી માંડીને વૃદ્ધ સુધીના મનુષ્યો શતિને ઈચ્છે છે પણ એને શાંતિ મળતી નથી, કારણ કે જ્યાં શાંતિ નથી ત્યાં એ શાંતિની શેવ કરી રહ્યો છે પછી શાંતિ કયાંથી મળે ? તમારા શરીરમાં રોગ ઉત્પન્ન થાય ત્યારે, તમે ડોકટર પાસે જાય છે ને ? જ્યાં દર્દ છે ત્યાં દવા છે. રેગના ઈલાજે થઈ શકે છે, પરંતુ સૌથી પ્રથમ જરૂર દર્દનું નિદાન કરાવવાનું છે. દવાઓ ઘણી છે ને ડેકટરે પણ ઘણાં છે પણ જયાં સુધી રોગનું નિદાન ન થાય ત્યાં સુધી ડેકટર અને દવાઓ બધા શા કામના? આજે ડોકટરે રોગનું નિદાન કરવા માટે પહેલા અખતરા કરે છે. એમના અખતરા કરવામાં દદીના ખતરા થઈ જાય છે, પણ જ્યારે રોગનું નિદાન બરાબર થઈ જાય છે. ત્યારે જે રેગ એક મહિનાથી મટતું ન હતું તે એક બે દિવસમાં મટી જાય છે, ને દદીને શાતા વળે છે. આજના વધતા જતા બાહા રોગનું નિદાન કરાવવું જરૂરી છે તેમ અશાંતિ આદિ આંતરિક રોગનું નિદાન કરાવવાની જરૂર છે. આજે જ્યાં જુઓ ત્યાં અશાંતિ, અશાંતિ ને અશાંતિ દેખાય છે. દિવસે દિવસે અશાંતિ વધતી જાય છે. તેનું નિદાન શોધાશે અને તેને અનુકૂળ પચ્ચનું સેવન થશે તથા શાંતિ માટે સાચા ઔષધે લેવામાં આવશે તે જીવનમાં જરૂર શાંતિની કાંતિ પસરાઈ જશે. " ભલભલા મહારથીઓ આજે શાંતિનું સામ્રાજ્ય સ્થાપવાની મહેનત કરે છે. અને.
SR No.023364
Book TitleSharda Suvas
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSudharma Gyanmandir
Publication Year
Total Pages1040
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy