SearchBrowseAboutContactDonate
Page Preview
Page 486
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૨૧ શારદા સુવાસ ઉપરાંત મીઠું, મરચું ભેળવીને કહે છે બા સાહેબ ! તમારાં પટ્ટરાણી પણમાં ધૂળ પડી. છે તમારું કયાંય માન ! જિનસેનાના દીકરાને તે રાજાએ તલવાર અને ઘેડે બધું આપ્યું પણ તમારા રામસેનને તે કંઈ આપ્યું નથી. આ કંઈ તમારું ને રામસેનનું નાનું સૂનું અપમાન કર્યું છે? આવા જીવને જીવવાથી શું? આ પ્રમાણે દાસીએ રવતીને ખૂબ ચઢાવી. એટલે રત્નાવતીને તે ચક્કર આવવા લાગ્યા. મગજ ભમવા લાગ્યું અને જેમતેમ બોલવા લાગી કે હું રાજાની માનીતી પટ્ટરાણી અને રાજાએ આમ શા માટે કર્યું ? મારે દીકરે કંઈ વધારાને છે? અમારે કંઈ હક્ક જ નહીં ! રાજાએ આ અન્યાય કેમ કર્યો? એને તે રગેરગમાં ઝેર વ્યાપી ગયું, અને એની દાસીને કહે છે કે દાસી ! તું છે તે ખરી. હું એ ઉપાય કરીશ કે રાજાને એ ઘેડો અને તલવાર બંને ચીને જિનસેન પાસેથી પાછી લીધે જ છૂટકે થશે. જા તું જલદી રાજાને બોલાવી લાવ, એટલે દાસી તે રડતી રડતી રાજા પાસે આવી. રાજાએ પૂછયું–બાઈ! કેમ રડે છે? દાસી કહે કે મહારાણીને કંઈક થઈ ગયું છે. આપ જલદી પધારે. રાજાના મનમાં થયું કે તબિયત સારી નહિ હોય, તેથી રાણીના મહેલે આવ્યા. મહેલમે જબ રાજા આયા, રાની બાત બતાવે, થાકે પ્રેમ ખૂબ હી દે, આકરા વચન સુનાવે છે. રાજા રત્નતીના મહેલે આવ્યા ત્યારે રત્નાવતી તે જાણે એની માતા મરી ગઈન હોય એ છેડે વાળીને રડતી હતી. રાજાએ એની પાસે જઈને પૂછ્યું કે રત્નાવતી! તને શું દુઃખ છે? તું શા માટે રડે છે? એટલે રાણીએ ઘૂઘરાટે કરીને કહ્યું–તમારે મારા ઉપરને પ્રેમ કે છે એની મને પૂરી ખબર છે. તમે મારી સાથે ઉપરથી મીઠું મીઠું બેલે છે પણ અંદરથી તે મારા ઉપર બિલકુલ પ્રેમ નથી. એની મને હવે ખબર પડી. મને તે નામની જ પટ્ટરાણું બનાવી છે ને? રાજાએ પૂછ્યું કે રાનવતી ! આજે તને શું થયું છે? એ તે કહે. રનવતીએ કરેલો ક્રોધ - રનવતી ક્રોધથી ધમપછાડા કરતી કહે છે કે અશ્વ અને ખગ તમે જિનસેનને આપી દીધા. તે એને આપતાં તમને શરમ ન આવી? તમારે આપવું હોય તે રામસેનને જ આપવું જોઈએ ને? ગાદીને વારસ તે રામસેન જ છે ને ? પટ્ટરાણીના પુત્રને જ રાજ્ય મળે ને? રાજ્ય તે મારા રામસેનને મળવાનું અને રાજ્યના ચિહે ઘોડો ને તલવાર તે તમે જિનસેનને આપી દીધા. તે એને આપતાં તમને કંઈ વિચાર ન આવે? મને તે લાગે છે કે હવે તમને ઘડપણ આવ્યું છે. “સાઠે બુદ્ધિ નાઠી” એ કહેવત પ્રમાણે તમારી બુદ્ધિ બગડી ગઈ લાગે છે. હે નાથ ! તમે મારા રામસેનને કંઈ જ આપ્યું નહિ અને જિનસેનને ઈનામ આપ્યું એટલે ભરી સભામાં તમે મારા લાડકવાયાનું અપમાન કર્યું છે. એનું અપમાન એ મારું અપમાન જ
SR No.023364
Book TitleSharda Suvas
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSudharma Gyanmandir
Publication Year
Total Pages1040
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy