SearchBrowseAboutContactDonate
Page Preview
Page 484
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા સુવાસ ૪૧૯ પછી છું. પહેલાં તે હું પ્રજાના જાનમાલ અને ઈજજતને રોકીદાર જમાદાર છું. મારી પ્રજાની બહેન દીકરીની ઈજજત મારો જમાદાર લૂટે અને બીજે જમાદાર એના ગુનાને સાથ આપે, એવા પાપના કાર્ય અટકાવવા માટે સૌથી મોટા જમાદાર તરીકે મારી જન્મેદારી કંઈ ઓછી નથી. સમજ્યા વજીરજી! મારી પ્રજાની બહેન દીકરીની ઈજજત ઉપર હાથ નાંખનાર એ આગામહંમદનું મસ્તક ધડથી જુદું કરીને લેહીથી નીતરતું, એનું મસ્તક હું આખા ગામમાં ફેરવીશ. એ જોઈને મારે કઈ પણ પ્રજાજન ફરીને કેઈન ચારિત્ર લૂંટે નહિ. સુલતાનની વાત સાંભળીને વજીર તે માફી માંગીને રવાના થઈ ગયે. આ તરફ આગામહંમદને શોધવા ગયેલા સિપાઈઓએ એને પકડીને સુલતાન પાસે હાજર કર્યો એટલે જેલમાં પૂરેલા જમાદારની નજર સમક્ષ સુલતાને તલવાર ખેંચીને આગામઠુંમદનું મસ્તક ધડથી જુદું કરી દીધું. આ જોઈને બંધનાવસ્થામાં ઉભેલે જમાદાર તે થરથર ધ્રુજવા લાગ્યા, ત્યારે સુલતાને એની સમક્ષ કરડી નજર કરીને કહ્યું –જમાદાર ! જે ને પાપકાયને કરૂણ અંજામ! હવે તને શિક્ષા કરું છું. પ્રજાની ફરિયાદ તારે મને તરત પહોંચાડવી જોઈએ. તે ન કરતાં તેં તારા દોસ્તની દોસ્તીને તારી પ્રજા પ્રત્યેની ફરજ કરતાં વધુ મહત્વ આપ્યું, માટે તારા દેહમાંથી લેહીની ટશરે ફૂટે ત્યાં સુધી તારા શરીર ઉપર કેરડા મારવાની હું તને સજા કરું છું. હૈદરઅલી સુલતાને બંને જમાદારને એમના ગુન્હા પ્રમાણે બરાબર શિક્ષા કરી. આગામહંમદનું લેહીં નીતરતું મસ્તક આખા ગામમાં ફેરવીને જાહેરાત કરાવી કે મારા ગામમાં જે કોઈ દુષ્ટ માણસ આવું અધમ કાર્ય કરશે તેની આવી દશા થશે. સમજાણું ને કે આગળના રાજાઓને કે ન્યાય હતે ! ન્યાય એટલે ન્યાય. એમાં કેઈની શરમ કે સિફારસ ચાલે નહિ. આપણે સમુદ્રવિજય રાજાની વાત ચાલતી હતી. સમુદ્રવિજ્ય રાજા પણ ન્યાયી હતા. એમની પાસે પ્રજાજને દેડતા ફરિયાદ કરવા માટે આવ્યા કે મહારાજા ! આપના લઘુ બાંધવ વસુદેવકુમાર ખૂબ નિર્દોષ અને પવિત્ર છે. એ કેઈન સામે ઊંચી દષ્ટિ કરીને જોતાં નથી પણ કેણ જાણે એમનામાં કઈ જાતની એવી આકર્ષણ કરવાની શક્તિ છે કે એ બહાર નીકળે છે ત્યારે આખા નગરની સ્ત્રીઓ તેમની પાછળ ગાંડી બને છે. ચૂલે રસેઈ બળતી મૂકીને વસુદેવકુમારને જોવા માટે દેડીને જાય છે. તે આ૫ આ બાબતમાં કેઈ વિચાર કરે તે સારું. આ પ્રમાણે પ્રજાજનેએ સમુદ્રવિજય રાજાને અરજી કરી. ' સમુદ્રવિજય રાજાને પિતાને લઘુ બંધ વસુદેવકુમાર ખૂબ વહાલે હતે. બીજી તરફ પ્રજા પણ વહાલી હતી. હવે શું કરવું? ખૂબ વિચારતાં એક માર્ગ સૂઝે. એટલે તેમણે પિતાના લઘુ બંધવાને મેળામાં બેસાડીને કહ્યું ભાઈ ! તું આપણા બધા ભાઈઓમાં વિશેષ રૂપાળે છે, એટલે તું બહાર જાય છે ત્યારે તારા રૂપ પાછળ સ્ત્રીઓ ગાંડી થાય છે,
SR No.023364
Book TitleSharda Suvas
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSudharma Gyanmandir
Publication Year
Total Pages1040
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy