SearchBrowseAboutContactDonate
Page Preview
Page 476
Loading...
Download File
Download File
Page Text
________________ શારો વાસ નહિઆવા જીવન જીવવાને શું અર્થ છે? આ કરતાં મરી જાઉં. એટલામાં જૈન મુનિ ત્યાંથી નીકળ્યા. એમણે કુબડાને ફસે ખાતા જોઈને કહ્યું, છોકરા! તું આ શું કરે છે? આ મનુષ્યભવ પામીને શા માટે ફસે ખાઈને મરી જાય છે? મહાત્માના ઉપદેશથી કુબડાના જીવનને પલટો” - કુબડાએ કહ્યું મહારાજ! જીવવામાં સાર નથી. મારા જીવનની બાજી બગડી ગઈ છે. કરૂણાસાગર મહારાજે કહ્યું તને શું દુઃખ છે? એટલે કુબડાએ કહ્યું–મને કેઈ કન્યા પરણવા ઈચ્છતી નથી. જ્યાં જાઉં ત્યાં મારા સૌ તિરસ્કાર કરે છે. એની વાત સાંભળીને મહારાજે કહ્યું. વિચાર કર. તને કઈ કન્યા ઇછતી નથી તે તારું જીવન બગડયું કે સુધર્યું? તને હેજે બ્રહ્મચર્ય પાળવાને મેકે મળે. તારું જીવન સુધરી ગયું એમ હું માન. આ માનવજીવન વારંવાર નહિ મળે, તારા પાપકર્મના ઉદયથી તું કુબડો બન્યા છે તેથી તારે તિરસ્કાર થાય છે પણ હવે એવી સાધના કરી છે કે જેથી બીજા ભવમાં હડધુત થવાને પ્રસંગ ન આવે. કરૂણામૂર્તિ સંતે એને બંધ આપે એટલે એનું હૃદય પીગળી ગયું ને વૈરાગ્ય પામીને દીક્ષા લીધી. દીક્ષા લઈને માસખમણને પારણે માસખમણ તપ કરવા લાગ્યું. તપમાં પણ એ નિયમ કર્યો કે મને એક પણ વડીલ સંતની વૈયાવચ્ચે કરવાને લાભ મળે પછી જ મારે પારણું કરવું. આવા ભાવથી સંયમમાં આવી અઘેર સાધના કરતા વિચરવા લાગ્યા. ઈ કરેલી કબડા સંતની પ્રશંસા”- સંતની આવી ઉગ્ર સાધના જોઈને દેવકમાં ઈન્દ્ર મહારાજાએ એમની ખૂબ પ્રશંસા કરી કે આ સંતની કેટલી સમતા છે. માસખમણને પારણે મા ખમણ કરે છે અને પારણાને દિવસે પણ સંતની વૈયાવચ્ચ કર્યા વિના પારણું કરતા નથી. એમને એ નિયમથી ડગાવવા દેવ પણ શક્તિમાન નથી. મિથ્યાત્વી દેવથી આ પ્રશંસા સહન ન થઈ એટલે તે કરોટી કરવા માટે આવ્યું. આ દિવસે સંતને પારણું હતું, પણ કેઈ સંતની વૈયાવચ્ચને લાભ ન મળે એટલે દિલમાં ખૂબ દુઃખ થયું. ખિન્ન વદને બાર વાગ્યા પછી પારણું કરવા બેઠા આ સમયે દેવ પરીક્ષા કરવા આવ્યા. દેવે બે સાધુના રૂપ બનાવ્યા. એક સાધુ ગામથી ત્રણ માઈલ દૂર કોઢીયા સાધુનું રૂપ લઈને બેઠા, અને બીજા વૃદ્ધ સાધુ બનીને આ સાધુ પારણું કરવા બેસતા હતા ત્યાં આવીને કહે છે. અરે સાધુ! તું તે માટે સેવાભાવીને ઈલકાબ લઈને ફરે છે અને મારા સાધુની સેવા તે કરતે નથી. તરત જ પારણું કરવાનું છોડીને ઉભા થઈ ગયા ને કહ્યું પધારે ગુરૂદેવ ! આપ કયાંથી પધાર્યા? એમ કહીને બેસવા આસન આપે છે ત્યારે કહે છે કે મારે બેસવું નથી. મારા ગુરૂદેવ ગામ બહાર બેઠા છે. એમને ખૂબ તરસ લાગી છે. હું એમના માટે પાણી લેવા આવ્યો છું. આ મુનિ કહે છે આપ અહીં બિરાજે. હું ત્યાં પાણી લઈને જાઉં છું ને પછી ગુરૂદેવને લઈને આવું છું,
SR No.023364
Book TitleSharda Suvas
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSudharma Gyanmandir
Publication Year
Total Pages1040
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy