SearchBrowseAboutContactDonate
Page Preview
Page 469
Loading...
Download File
Download File
Page Text
________________ ** ચારણી સુવાસ માહ ખેડીને ગુરૂકુળમાં ભણવા માટે ગયા છે. ગુરૂ બધા વિદ્યાથી ઓને સમાન ભાવથી ભણાવે છે પણ જેનામાં જેટલી પાત્રતા હાય તેટલું તે ગ્રહણ કરી શકે છે. જ્ઞાન મેળવવા માટે સારુ' પાત્ર હાવુ જોઇએ. જેમ દૂધ લેવા જાવ ત્યારે દૂધ એક જ કેનમાંથી બધાને આપે છે પણ જેનુ વાસણુ ખાટું હોય તેનું દૂધ ફાટી જાય છે. તે શુ ધવાળાના દોષ છે ? ના વાસણને તે રીતે બંને કુમારને જ્ઞાન સરખુ આપે છે પણ જેની જેવી લાયકાત. જિનસેનમાં વિનય, નમ્રતા, સરળતા વગેરે અનેક ગુણા ભરેલા છે. આવા ગુથી તે ગુરૂકુળમાં બધા વિદ્યાર્થીઓને અને પેાતાના ગુરૂને પ્રિય થઈ પડયો છે. તે નિત્ય નવું નવું જ્ઞાન ગ્રહણ કરે છે. ગુરૂએ સમજાવ્યા પછી જો કોઈને ન સમજાય તે સૌ જિનસેન પાસે સમજવા આવતા, પણ અભિમાની રામસેન કુમાર તે અકકડ બનીને ફરતા હતા. એક વખત પ્રધાનજીને વિચાર થયો કે હું બંને કુમારીની ખબર લઈ આવું તેથી એ ગુરૂકુળમાં આવ્યા. પ્રધાનજીને આવતા જોયા કે જિનસેનકુમાર ઢાડતા એમના સામે ગયા તે તેમને વળગી પડયેા ને કહ્યું-કાકા ! તમે આવ્યા ? એમ કહીને પગે લાગ્યે. માતા–પિતાના ખબર પૂછ્યા. મારા માતા-પિતાની તબિયત સારી છે ને ? કાકા આપ પણ મઝામાં છે ને ? જિનસેનને વિનય, વિવેક આદિ ગુણા જોઇને પ્રધાનજીની આંખડી ઠરી ગઈ. રામસેન પ્રધાનજીને આવતા જોઇને ઉભા રહ્યો ને આવ્યા એટલે પૂછ્યું-કેમ કાકા ! તમે આવ્યા ? આટલું પૂછ્યું પણ હાથ જોડવાની તે વાત જ કેવી ? આ "તેની વર્તણુંકથી પ્રધાનજી સમજી ગયા કે જનસેન કુમાર રાજ્યને ચગ્ય છે. છતાં ગુરૂજીને પૂછ્યું-અને કુમારામાં રાજયને ચેગ્ય કાણુ કુમાર છે ? ત્યારે ગુરૂજીએ કહ્યું-પ્રધાનજી ! તમે તેા બુદ્ધિના નિધાન છે. આપ સ્વય જ પરીક્ષા કરી લે ને ! પ્રધાને કહ્યું – હું તા પરીક્ષા કરવાના જ છુ પણ આ તે આપની પાસેથી રીઝલ્ટ મેળવવા માટે પૂછું છું, ત્યારે ગુરૂએ કહ્યુ -પ્રધાનજી ! સાંભળે. જિનસેન હૈ ગુણુકા દરિયા, વિદ્યાવત ગુણવાન, કહાં તક તારીફ કરું ઇન્ડેાંકી, હૈ ગુણાકી માન. આ આપણા જનસેન કુમાર તે ગુણગુણના ભડાર છે. અત્યાર સુધીમાં ઘણાં રાજકુમારો અને વિદ્યાર્થી આ મારી પાસે આવ્યા છુ જિનસેન કુમાર જેવા (વનયવિવેક મેં કદી કોઈનામાં જોચેા નથી. એનામાં વિનય વિવેક તે છે જ. સાથે બુધ્ધિ પશુ ઘણી છે. એટલે તે ખૂબ જ્ઞાન ભણે છે. મને પૂછે તે રાજગાદી તે જિનસેન કુમારને જ આપજો. એનામાં રાજા બનવાને ચૈત્ય ગુણ્ણા ઘણાં છે. જ્યારે રામસેન કુમાર રૂપમાં ઘણુા રૂડે છે પણ એનામાં ગુણુ નથી. ગમે તેટલુ ભણાવુ પણ એને કઈ આવડતું જ નથી, માટે એનામાં રાજગાદી ચલાવવાની લાયકાત નથી. આ સાંભળીને પ્રધાનજીના મનમાં થયું કે નક્કી જિનસેનકુમાર જ રાજ્યના અધિકારી બનશે, પણ રામસેન રાજાની
SR No.023364
Book TitleSharda Suvas
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSudharma Gyanmandir
Publication Year
Total Pages1040
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy