SearchBrowseAboutContactDonate
Page Preview
Page 467
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા સુવાસ પાવ્યું તેમાં અને આગળમાં કેટલે બધે ફરક પડે તે સીટ દાખલ આપીને સમજાવ્યું હતું, અને ચારિત્ર ઉપર તેમજ નિષ ગૌચર ઉપર ખૂબ ભાર મૂકી જનતાને સાચે માર્ગ ખૂબ સુંદર શૈલીથી સમજાવ્યું હત) શંખરાજા અને યશોમતી રાણીએ પવિત્ર સંતને દ્રાક્ષ ધેયેલું અચેત પાણી ઉત્કૃષ્ટ ભાવથી વહેરાવ્યું. તેમાં યશેમતી રાણીના મનમાં વહરાવતી વખતે એવી ભાવના થઈ કે હું રાજા કરતાં વધારે લાભ લઈ લઉં, એટલે માયા કરીને દ્રાક્ષ ધેયેલું પાણી જે વાસણમાં ભરેલું હતું તે વધુ નમાવી દીધું. રાજાના મનમાં એવી માયા ન હતી. માત્ર દાન દેવાની ઉત્કૃષ્ટ ભાવના હતી. તે ભાવનાથી વહેરાવીને તીર્થંકર નામકર્મ ઉપાર્જન કર્યું. સંતા વહેરીને ગયા પણ સંયમની સુવાસ મૂકતા ગયા. શંખરાજાના મનમાં પવિત્ર વિચારે આવવા લાગ્યા. સંસારમાં રહેવા છતાં ત્યાગમાર્ગની ભાવના ભાવતા સંસારમાં દિવસે વિતાવતા હતા. શંખરાજાના પિતાજી શ્રીષેણ મુનિ કેવળજ્ઞાન પામ્યા બાદ ગ્રામાનુગ્રામ વિચરતા અનેક ભવ્ય જીને બેધ આપતા એક દિવસ હસ્તિનાપુર ઉદ્યાનમાં પધાર્યા. વનપાલક દેડતે શંખરાજાને વધામણી આપવા આવ્યું. પિતાના પિતાજી કેવળજ્ઞાની બનીને પધાર્યા છે. એ સાંભળીને શંખરાજાના સાડા ત્રણ કોડ રેમરાય ખીલી ઉઠયા. વધામણી આપવા આવનારને રાજાએ કિંમતી વસ્ત્રાભૂષણે આપીને સંતુષ્ટ કરી વિદાય કર્યા. હવે જલદી દર્શન કરવા જવાની ચટપટી લાગી છે. પિતાના પરિવાર સહિત શંખરાજા તેમને વંદન કરવા માટે આવ્યા. કેવળી ભગવાનને વંદન કરીને દેશના સાંભળવા બેઠા. શંખરાજાના અંતરમાં વૈરાગ્યની છેળે ઉછળતી હતી. તેમાં કેવળી ભગવાનની વાણી સાંભળીને જલદી સંસાર છોડવાની ભાવના જાગી. ભગવાનની દેશના સાંભળ્યા પછી શંખરાજ વંદન કરીને ભગવાનને પૂછે છે. શંખરાજાએ કેવળી ભગવાનને કરેલી પૃછા – હે ભગવંત! આપની વાણી સાંભળીને મને સમજાઈ ગયું કે આ સંસાર અસાર છે. સ્વાર્થને ભરેલું છે. આ સંસારમાં કઈ કેઈનું નથી, છતાં એક વાત હું આપને પૂછું છું કે મારે ઘણું રાણીઓ છે. દરેક રાણુંઓને મારા પ્રત્યે ખૂબ પ્રેમ છે. મારા માટે એ બધી રાણીઓ પ્રાણ પાથરે તેવી છે, છતાં બધી રાણીઓ કરતાં આ યશોમતી પ્રત્યે મને કેમ વધારે પ્રેમ છે? ત્યારે કેવળી ભગવાને કહ્યું–હે રાજન ! આજથી સાતમા ભવે તું જ્યારે ધનરાજા હતા ત્યારે આ યશોમતી તારી ધનવતી નામની રાણી હતી. ત્યાં તમે બંનેએ સાથે દીક્ષા લીધી હતી ને અંતે અનશન કરીને બંને કાળ કરીને સૌધર્મ દેવલોકમાં દેવ થયા. ત્યાંથી આયુષ્ય પૂર્ણ કરીને તું ચિત્રગતિ વિદ્યાધર થયે ને યશોમતી રનવતી નામે તારી પટ્ટરાણી થઈ. ત્યાં દીક્ષા લઈ કાળ કરીને તમે દેવકમાં દેવ થયા ને પછી મનુષ્યભવમાં આવીને તું
SR No.023364
Book TitleSharda Suvas
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSudharma Gyanmandir
Publication Year
Total Pages1040
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy