SearchBrowseAboutContactDonate
Page Preview
Page 453
Loading...
Download File
Download File
Page Text
________________ ' ક' , શાહ સામ અને મહાથ પકારની ઉપમા આપવામાં આવી છે કારણ કે મિથ્યાત્વ કર્મોની જડ છે. ત્યાં સુધી મિથ્યાત્વની હયાતી હશે ત્યાં સુધી સમ્યક્ત્વની પ્રાપ્તિ થતી નથી. સમૃત્વ વિતા સમ્યકજ્ઞાન ક્યાંથી થાય? અને સમ્યકજ્ઞાન ન હોય ત્યાં સુધી સભ્યશ્ચારિત્ર પણ કયાંથી વાય? આ ત્રણની ત્રિપુટી ન હોય ત્યાં સુધી મુક્તિ પણ કયાંથી મળે? ઉત્તરાયનું સૂત્રના ૨૮ મા અધ્યયનમાં ભગવાન બેલ્યા છે કે જે नादंसणिस्स नाणं, नाणेण विषा न हुन्ति चरण गुणा । अगुणिस्स नत्थि मोक्खो, नस्थि अमोक्खस्स निव्वाणं ॥३०॥ દર્શન વિના જ્ઞાન થતું નથી. જ્ઞાન વિના ચારિત્ર ગુણની પ્રાપ્તિ થતી નથી. રાત્રિ ણણણી રહિત જીવની મુક્તિ નથી અને મુક્તિ વિના નિર્વાણુ નથી, આટલા માટે જ્ઞાનીએ કહે છે કે આત્માને સંસારમાં રઝળાવનાર હોય તે તે મિથ્યાત છે. “પિત્ત, આ કાળું મિથ્યાવ એ ભાવવૃદ્ધિનું કારણ છે. છતી આંખે આત્માને અંધ બનાવનાર અર્થાત્ વિપરીત દેખાડનાર જે કે હેય તે તે મિથ્યાત્વ છે. જ્ઞાનાવરણીય અને દર્શનાવરણીય કર્મને પશમ તે જીવને અનાદિકાળને છે, તેથી જે જીવને જેટલા પ્રમાણમાં ક્ષપશમ છે તેટલે જ્ઞાનને ઉઘાડ છે. ઓછે કે વધુ જ્ઞાનનો ઉઘાડ પિતાના સવરૂપે નિર્મળ અને જે ભાવે જે સ્વરૂપે હોય તેને તે પ્રમાણે જણાવનાર અને મનાવનાર છે. પિતાનાં સ્વરૂપે તે ઉઘાડ અવિકારી છે. ભલે, હજ કેવળજ્ઞાન પ્રાપ્ત નથી થયું ત્યાં સુધી જ્ઞાનમાં અપૂર્ણતા છે પણ અનંતમાં અંશ એટલે જે કઈ જ્ઞાને પ્રકાશ છે તે તે અવિકારી છે, છતાં અનાદિકાળથી સ્વરૂપે અવિકારી એ જ્ઞાન પ્રકાશની સાથે દર્શમેહ અને મિથ્યાત્વ મેહનીય ઉદય મળવાથી અવિકારી જ્ઞાન પ્રકાશ પણ વિકારી બની ગયેલ છે. એ વિકારી જ્ઞાન પ્રકાશથી આત્માની અંધાપા જેવી કારમી દશા થાય છે, અને એ કંઇક જાણે છે કે દેખે છે તેમાં પણ વિપર્યાસઅવળાઈ હોય છે. જેમ કે પિતાની મૂડીને પારકી ગણે ને પારકી મૂડી પિતાની ગણે. સુખના માધવને દુઃખના સાધનો માને છે અને દુઃખના સાધનમાં તેને સુખની ભ્રાન્તિ થાય છે. માદક મદિરાનું પાન કરનાર ઉન્માદી પુરૂષ જેવી એ વિકારી આત્માની દુર્દશા થાય છે. એ વિકારનું નામ મિથ્યાત્વ છે. જેનાથી અવળું જાણપણું થાય છે તેનું નામ અજ્ઞાન છે અને જેનાથી અવળી પ્રવૃત્તિ થાય છે તેનું નામ અવિરતિ છે. મિથ્યાત્વના ઉદયથી આત્મા ધન-દોલત-ઘરબાર, સ્ત્ર-પુત્ર-પરિવાર વિગેરે બાહ્ય પદાર્થોમાં વ્યવહારથી તેમજ નિશ્ચયથી મારાપણું માને છે. એ અજ્ઞાન અને મારાપણું માન્યા બાદ રાત દિવસ એ બાહા ભાવમાં રમણતા તેનું નામ અવિરતિ છે. મિથ્યાત્વ એ અજ્ઞાનનું કારણ છે રે અજ્ઞાન એ અવિરતિનું કારણ છે. અવિરતિ અજ્ઞાનમાંથી જન્મે છે. મિથ્યાત્વ અજ્ઞાત અને અવિરતિ એ ત્રણે મહારાજાના અંગે છે. | દેવાનુપ્રિયે! મોહની માયાજાળમાં ફસાયેલા જીવને સંસાર મઠ સાકરના ટુકડા
SR No.023364
Book TitleSharda Suvas
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSudharma Gyanmandir
Publication Year
Total Pages1040
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy