________________
૩૮૩
યારા સુગ્ર
દીકરો માતા-પિતાને વફાદાર રહેવાને બદલે એવફા બની ગયા હતા. જો કે એમાં શેઠશેઠાણીની પાતાની ભૂલ હતી. મનમાં ને મનમાં ભૂલ ઉપર પશ્ચાતાપના આંસુ સારતા હતા પણ હવે માજી બગડી ગઈ હતી.
રાત દિવસ સ્રરતા શેઠ શેઠાણી :– આ શેઠ અને શેઠાણી દીકરાની ચિંતામાં ને ચિ'તામાં અડધા થઈ ગયા. પૈસા ઘણા હતા પણ આવા રખડેલ છેકરાને પરણાવે કોણ ? કોઈ કન્યા આપતું નથી. દીકરા જ્યારે ઘેર આવે ત્યારે મા બાપ ખૂબ સમજાવતાં પણ કોઈનું' માનતા ન હતા. આ શેઠ શેઠાણીના દેહ ઉપર હવે ઘડપણુની રેખાએ દેખાવા લાગી ત્યારે રમણુના દેહસાગર ઉપર યુવાનીની ભરતી આવી હતી. માતા-પિતાને ધમકાવી ધમકવીને પૈસા લઈ જવા લાગ્યા. પાસે પૈસા હાય, માથે કોઇના ડર ન હોય પછી શું બાકી રહે? આ રમણુ તા કુમિત્ર!ની સ`ગે ચઢી જુગાર રમતા થઇ ગયા. જુગાર રમતાં રમતાં મિત્ર સાથે વેશ્યાને ઘેર જવા લાગ્યા. જુએ, એકેક વ્યસન એની પાછળ ખીજા વ્યસનને ખેંચી લાવે છે. સાત વ્યસનેામાં સૌથી પહેલું જુગારનુ` નામ છે. એક જુગારમાંથી સાતે સાત વ્યસનાને વળગાડ વળગે છે. આ રમણુ પહેલાં જુગાર રમ્યા. જુગારમાંથી વેશ્યાને ઘેર જતા થયે. ત્યાં વિષયની મસ્તી માણવા માટે દારૂની પ્યાલીએ પીતા થયા. આ રીતે એકેક કરતાં સાતે વ્યસનાએ એના જીવનમાં અડ્ડો જમાવ્યે. દીકરા ગમે તેવા નાલાયક ઉઠે પણ માતાપિતાના દિલમાંથી વાસભ્યના ઝરણાં સૂકાતા નથી. એક નહિ તે બીજી રીતે માતાપિતાએ રમણને સમજાવીને સુધારવા માટે ઘણાં પ્રયત્ના કર્યાં પણ પરિણામ શુન્ય જ આવ્યું.
દેવાનુપ્રિયા ! આ દીકરાની ચિંતામાં ને ચિંતામાં બાપના દેહ સુકાવા લાગ્યા. એસરતા પાણીને ઓસરી જતાં શી વાર ? શેઠ માંદગીના બિછાને પડયા પણ બિચારા એ તે રમણુ ... રમણ કરીને ઝ ંખે છે પણ લાડકવાયાને તે શેઠના સામું જોવાને પણુ કયાં ટાઈમ છે ! કચારેક ઘેર આવતા ત્યારે એની માતા કહેતી કે બેટા ! તારા પિતાજી ખૂબ બિમાર છે, તને ઝંખે છે. તું એમની પાસે જા, પણ રમણુની રમણતા તે સાત વ્યસના અને એના મિત્રાની ટોળીમાં હતી. એટલે એની માતાને કહી દેતા કે મારે એમની પાસે જવુ' નથી. તુ મને પૈસા આપી દે ને ! માતા પૈસા ન આપે તે પરાણે શેાધીને પણ કંઈ ને કંઈ લઈ જતેા. પૈસા ન હોય તે માતાના દાગીના પણ લઈ જતા. છેવટે કંઈ ન મળે તેા ખાપના નામે કોઈ પેઢીમાંથી પૈસા લઈ આવતા. પુત્રનુ આવું વર્તન જોઇને શેઠાણી શેઠ પાસે આવીને રડી પડતા ત્યારે શેઠ કહેતા કે પુત્રને નાનપણુમાં આપણે ખૂબ લાડ લડાવ્યા તેનું આ પરિણામ છે. હવે તે એ સુધરે તેમ લાગતું નથી. આના કરતાં આપણે દીકરો ન હેાત તે સારું હતુ. આમ કહીને અને માણુસ ખૂબ રડતા.
દીફાને છેલ્લે સંદેશા આપતા બાપઃ- શેઠને લાગ્યું કે હવે મારો અંતકાળ