SearchBrowseAboutContactDonate
Page Preview
Page 445
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮૮ શારદા સુવાસ જ પડશે એટલે માડીએ તેને સહર્ષ સ્વીકાર કર્યો. અંતરમાં આનંદને પાર ન રહ્યો. રાજાને હા આશીર્વાદ આપતી માડી ત્યાંથી ચાલી ગઈ. રાજાએ પ્રધાનને પૂછયું કે હવે તે બરાબર છે ને? પ્રધાને કહ્યું હા. દીકરાએ સાડીને ટેપલે ઉતરાવ્યો એટલે મને આનંદ થશે. આનું નામ માનવતાની મહેંક. મહારાજાના દિલના દિવાનખાનામાં માનવતાને દીવડો ઝળહળી ઉઠશે. આ સભામાં પણ ઘણાં દીકરાએ બેઠેલા છે. જે એમની માતાને ભૂલી ગયા હોય તે યાદ કરીને શક્તિ અનુસાર સેવા કરજે, અને વૃદ્ધ માતા-પિતાના માથેથી કામકાજના ટેપલા ઉતરાવજે. ગુલાબનું કુલ મહેકે છે તેમ તમે પણ તમારા જીવનમાં માનવતાની મહેક મહેકાવજે. ગુલાબનું સાચુ કૂલ કેસળ અખમલ જેવું મૂલાયમ હોય છે. એને કઈ ઉપાડીને સુંઘે પણ એમાંથી પાંખડીઓ ખરે છે. એમાંથી પણ સુગંધ પ્રસરે છે. એમ તમે પણ ગુલાબના લિ જેવા બનો. તમારી પાસે જે કઈ દુઃખી આવે તે એને તમારામાંથી એકાદ પાંખડી જેટલી સુગંધ તે આપજો. આજે પ્લાસ્ટીકના ગુલાબના ફૂલ ઘણું દેખાય છે. દેખાવમાં સુંદર હોય પણ એને અડકીશું તે એ કેમળ નહિ લાગે પણ કડક લાગશે. એને નાકે અડાડશે તે સુગંધ નહિ મળે. એમાંથી પાંખડી પણ નહિ ખરે. તમે એવા પ્લાસ્ટીકના ગુલાબ જેવા નહિ બનતાં, સાચા ગુલાબ જેવા બનીને તમારા જીવનમાંથી માનવતાની મહેંક પ્રસરાવજે. આજે આપણે સયાજીરાવ ગાયકવાડને શા માટે યાદ કર્યા! એમણે જીવનમાં માનવતાની મહેક પ્રસરાવી છે તેથી ને ? તમે પણ એવા દીન દુઃખીઓની સેવા કરો. આજે જન્માષ્ટમીને પવિત્ર દિવસ છે. આજે વષ્ણવે કૃષ્ણ ભગવાનને જન્મ દિવસ ઉજવે છે. વૈષ્ણએ કૃષ્ણજીને જુદી રીતે ઓળખાયા છે અને જેને પણ જુદી રીતે માને છે. કૃષ્ણવાસુદેવ અને તેમનાથ ભગવાન બંને કાકા કાકાના દીકરા હતા. એમનાથ ભગવાન કરતાં કૃષ્ણવાસુદેવ મેટા હતા. એ યાદવકુળ કેવું ભાગ્યશાળી કે એ કુળમાંથી તેમનાથ ભગવાન તે તીર્થકર થયા અને કૃષ્ણ વાસુદેવ આવતી ચોવીસીમાં તીર્થકર બનશે. એમણે જીવનમાં તપ નથી કર્યો, સામાયિક નથી કરી પણ ધર્મની દલાલી ખૂબ કરી છે. તીર્થકર ભગવાન અને એમના સંતેની ખૂબ સેવા કરી છે. તીર્થકર નામ કર્મ ઉપાર્જન કરવાના વીસ બેલમાં આ એક બોલ છે કે “પૂવય માવાયા પ્રવચનની પ્રભાવના. એમણે જિનશાસન અને ભગવાનને પ્રવચનની પ્રભાવના ખૂબ કરી છે. કેઈ તપ કરે, દીક્ષા લે તે એમના મનને મેલે નાચી ઉઠતો કે હું એના માટે શું કરું ? સંયમ લેનાર વૈરાગીને પૂરો સહકાર આપતા. દીન દુઃખીને દેખીને તેમનું દિલ દ્રવી ઉઠતું હતું. શાસનની અપૂર્વ પ્રભાવના કરીને કૃષ્ણ તીર્થંકર નામકર્મ ઉપાર્જન કર્યું છે. એ રીતે આપણે કૃષ્ણ વાસુદેવને ઓળખીએ છીએ. વાસુદેવને જન્મ એમના મામા કંસને ત્યાં મથુરા નગરીમાં થયેલ હતું. એમને
SR No.023364
Book TitleSharda Suvas
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSudharma Gyanmandir
Publication Year
Total Pages1040
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy